For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આપની આંખો છે અણમોલ, આ ટિપ્સ અપનાવી પોતાની આંખો રાખો સલામત

By Lekhaka
|

આંખો શરીરનો સૌથી ઇમ્પોર્ટંટ ભાગ હોય છે. તેના વગર દુનિયાની કોઈ પણ વસ્તુ આપના માટચે સારી નથી હોતી. એક નાનકડા કૅમેરા જેવી આંખો શરીરનો સૌથી મહત્વનો પાર્ટચ છે કે જે માણસની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, કારણ કે આ જ અણમોલ આંખોથી માણસ કુદરતનાં સુંદર નજારાઓ જોઈ શકે છે.

આંખોની રોશની ઓછી થવાનું કારણ ભોજનમાં વિટામિન એની ઉણપ હોવું છે કે જેથી નાની ઉંમરથી આંખો નબળી થવા લાગે છે. વધુ વાર સુધી વાંચતા રહેવું, કલાકો કૉમ્પ્યુટર પર બેસી કામ કરવું કે ટેલીવિઝન જોવું, હવામાં મોજૂદ ગંદકીનું આંખોમાં જવુ આ કારણોથી પણ આંખો નબળી થાય છે.

સમયાંતરે આંખોની સંભાળ લેવામાં આવે, તો મહદઅંશે તેમાં પેદા થતી સમસ્યાઓ રોકી શકાય છે. પોતાનાં શરીરને સ્વસ્થ રાખવા માટે પોતાની આંખો સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે. આવો જાણીએ કે કેવી રીતે આપ પોતાની આંખોને સ્વસ્થ રાખી શકો છો.

આ હોય છે આંખો નબળી થવાનાં લક્ષણો

આ હોય છે આંખો નબળી થવાનાં લક્ષણો

જો આપની આંખોથી આપને ધુંધળુ દેખાવા લાગ્યુ છે, તો આપ આઈ ચેકઅપ કરાવો.

જો આપની માંસપેશીઓમાં ખેંચાણ અનુભવાઈ રહ્યું હોય, તો આ એક લક્ષણ છે.

જો આપની આંખોમાં બળતરા છે.

જો આંખોમાંથી પાણી નિકળી રહ્યું છે, તો આ પણ સમસ્યા છે.

આંખોને આમ રાખો સલામત

આંખોને આમ રાખો સલામત

આંખોની કરો સફાઈ

આપ પોતાની આંખો પ્રત્યે સાવધાન રહો. આંખો પ્રત્યે બેદરકારી વરતવાથી આંફોમાંથી પાણી આવવું, બળતરા, ખંજવાળ, આંખોનું લાલ થવું, પીળાશ આવવી, સોજો, ધુંધળુ દેખાવા જેવી સમસ્યાઓ થાય છે. આ સમસ્યાઓમાંથી આંખોને બચાવવા માટે નિયમિત રીતે આંખોની સફાઈ કરવી જોઇએ. તેના માટચે આપ આંખોને દિવસમાં 3-4 વાર ઠંડા પાણીથી સારી રીતે ધુઓ. આ રીતે આપ પોતાની આંખો સલામત રાખી શકો છો.

ચેકઅપ કરાવતા રહો

ચેકઅપ કરાવતા રહો

આપે પોતાની આંખોનું સમયાંતરે ચેકઅપ કરાવવું જોઇએ, ડાયાબિટીસનાં રોગીઓએ સમયાંતરે આંખોનું ચેકઅપ જરૂર કરાવવું જોઇએ, કારણ કે ડાયાબિટીસથી આંખો પર નકારાત્મક અસર પડે છે અને લાંબા સમય સુધી ડાયાબિટીસ રહેતા આંધળાપણું પણ થઈ શકે છે.

ભોજનમાં ખાવો પોષક તત્વો

ભોજનમાં ખાવો પોષક તત્વો

આપણે ભોજનમાં પોષક તત્વોથી ભરપૂર આહાર લેવું જોઇએ, જેમ કે લીલી શાકભાજી અને વિટામિન એથી ભરપૂર દૂધ, માખણ, ગાજર, ટામેટુ, પપૈયું, ઇંડા, શુદ્ધ ઘી વગેરેનું સેવન કરવું જોઇએ. દરરોજ 8થી 9 ગ્લાસ પાણી પીવું આંખો માટચે બહુ લાભકારક સિદ્ધ થાય છે.

સૂવું છે બહુ જરૂરી

સૂવું છે બહુ જરૂરી

આપણી આંખો દિવસ ભર કામ કરે છે અને હાલમાં તો મોબાઇલ અને કૉમ્પ્યુટરનો જમાનો છે, તો આ બિલ્કુલ જ યોગ્ય સમય છે આપની આંખો પ્રત્યે ધ્યાન આપવાનો.

જે રીતે આપણું શરીર કામ કરતા-કરતા થાકી જાય છે અને તેને આરામની જરૂર હોય છે, તેવી જ રીતે આંખોને પણ આરામની જરૂર હોય છે. આંખોને આરામ આપવા માટે આપણે 8 કલાકની ઊંઘ કોઈ પણ હાલતમાં લેવી જોઇએ.

આવી રીતે રાખો આંખોને સલામત

આવી રીતે રાખો આંખોને સલામત

દરરોજ પપૈયું ખાવાથી આંખોની રોશની વધે છે.

સફરજનનો મુરબ્બો ખાવો અને તે પછી દૂધનું સેવન કરો. આવું કરવાથી આંખોની રોશની તેજ થાય છે.

દરરોજ ફળ અને શાકભાજીઓનું સેવન કરવાથી આંખોની શક્તિ વધે છે.

જ્યુસ પીવો

જ્યુસ પીવો

દરરોજ ગાજરનો જ્યૂસ પીવાથી આંખોની રોશની વધે છે.

સફરજનનું સેવન કરવા અને તેનો જ્યુસ પીવાથી આંખોની જ્યોતિ તેજ થાય છે.

સવારે વહેલા ઉઠછી પાર્કમાં ઘાસ પર નગ્ન પગોથી ચાલવાથી નબળી આંખો તેજ થાય છે.

આમ રાખો આંખોનો ખ્યાલ

આમ રાખો આંખોનો ખ્યાલ

આંખોમાં ગોગલ્સ કે યૂવી પ્રોોટેક્ટિવ લેંસ ધરાવતા ચશ્માનો પ્રયોગ કરો.

દરરોજ ફળ અને શાકભાજીઓનું સેવન કરવાથી આંખોની શક્તિ વધે છે.

કૉમ્પ્યુટર પર કામ કરતી વખતે સ્ક્રીન પર સતત ન જુઓ. 20 મિનિટ બાદ સ્ક્રીન પરથી આંખો હટાવી લો. આવું કરવાથી આંખોને આરામ મળે છે.

1 મિનિટમાં ઓછામાં ઓછું 10થી 12 વાર આંખોનાં પલકારા ઝબકાવો. આવુ કરવાથી આંખો રુક્ષ નથી રહેતી.

English summary
Eyes are the most important part of the body, without which nothing in the world is good for you. The eyes of a small camera are the most important part of the body, which makes the beauty of human beauty
Story first published: Monday, October 30, 2017, 14:38 [IST]
X
Desktop Bottom Promotion