For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફૂદીના જ્યૂસ પીઓ અને મેળવો સારું સ્વાસ્થ્ય

By Karnal Hetalbahen
|

ગરમીના દિવસોમાં ઘણીવાર આપણે રસ્તાના કિનારે કેરીનો જ્યૂસ પીવા અથવા દુકાનમાં કોલ્ડ્રિંક વગેરે પીવા માટે ઉભા રહી જઇએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ફૂદીનાનો રસ પીધો છે.

મિંટ જ્યૂસ એટલે કે ફૂદીનાનો જ્યૂસ ગરમીઓમાં પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. ફૂદીનાનો જ્યૂસ પીવાથી શરીરને ઠંડક મળે છે અને ગરમી ઝડપથી ગાયબ થઇ જાય છે.

આ ઉપરાંત જો તમારું પાચનતંત્ર બરોબર રહેતું નથી તો પણ ફૂદીનાનો રસ તેને ઠીક કરીને પેટને રાહત પહોંચાડે છે. ગરમીના દિવસોમાં મોટાભાગે ઘરોમાં ફૂદીનાની ચટણી પણ બનાવવામાં આવે છે.

ફૂદીના ઘણા પ્રકારના મળી આવે છે. ભારતમાં તો લગભગ દરેક ઘરમાં ફૂદીનાના ઝાડ ઉગાડેલા હોય છે. ફૂદીનાનો અર્ક ઔષધિના રૂપમાં ઉપયોગમાં લઇ શકાય છે. તો દોસ્તો ચાલો જાણીએ ફૂદીનાનો જ્યૂસ આપણા સ્વાસ્થ્યને કઇ રીતે ફાયદો પહોંચાડે છે.

શરીરની ગરમીને દૂર કરે

શરીરની ગરમીને દૂર કરે

ફૂદીના શરીરની ગરમીને ખતમ કરવામાં મદદ કરે છે. ફૂદીના જ્યૂસ પીવાથી તમે સન સ્ટ્રોકથી બચી શકો છો.

પાચન ક્રિયા દુરસ્ત કરે

પાચન ક્રિયા દુરસ્ત કરે

ફૂદીનાના પાંદડા એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે, જો પેટની માંસપેશીઓને આરામ આપે છે અને પાચનક્રિયા તંત્રને દુરસ્ત પણ રાખે છે.

હાઇડ્રેટ રાખે

હાઇડ્રેટ રાખે

ગરમીમાં શરીરને હંમેશા હાઇડ્રેટ કરીને રાખવું જોઇએ અને તેના માટે તમારે ફૂદીનાનો જ્યૂસ પીવો જોઇએ.

મૌખિક સ્વાસ્થ્ય માટે

મૌખિક સ્વાસ્થ્ય માટે

ફૂદીનાના પાંદડા પ્રાકૃતિક માઉથ ફ્રેશનર હોય છે. આ મોંઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરીને પીળા દાંતને સફેદ કરી દે છે. આ ઉપરાંત તેમાં હાજર એંટી બેક્ટીરિયલ પ્રોપટ્રી દાંતોના ઘણા રોગ પણ થવા દેતી નથી.

કફમાં છુટકારો અપાવે

કફમાં છુટકારો અપાવે

ફૂદીનામાં હાજર મિંથોલ તમારા નાકના દ્વાર ખોલી દેશે. ફૂદીનાના જ્યૂસમાં ફૂદીનાના પાંદડાનો કૂંચો નાખીને નાથી શ્વાસ લેવામાં સરળતા આવશે.

તણાવ દૂર કરશે

તણાવ દૂર કરશે

ફૂદીનાથી ઝડપથી આવનાર તિવ્ર સુગંધ અને એંટીઓક્સીડેંટ બંને મળીને તમારો તણાવ દૂર કરી રિલેક્સ કરી દેશે.

ઇમ્યૂનિટી વધારે

ઇમ્યૂનિટી વધારે

આ લીલા પાંદડામાં વિટામીન સી,ડી,ઇ,કેલ્શિયમ,ફોસ્ફોરસ અને થોડી માત્રામાં વિટામીન બી હોય છે, જે શરીરની ઇમ્યૂનિટીને વધારવાનું કામ કરે છે.

English summary
Having pudina juice is healthy as the leaves have a set of health benefits which make it an ideal summer drink.
Story first published: Saturday, January 7, 2017, 10:23 [IST]
X
Desktop Bottom Promotion