For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમાલપત્રનું તેલ દૂર કરશે આ ૭ બીમારીઓ

By KARNAL HETALBAHEN
|

વાનગીઓમાં સુગંધ માટે તમાલપત્રનો ઉપયોગ મોટાભાગે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમાલપત્રના તેલમાં ઘણા પ્રકારના ઔષધિય ગુણ હોય છે જે કે સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક હોય છે.

આ તેલમાંથી ઘણા પ્રકારની દવા બને છે અને તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગસ ગુણ હોય છે. સારી વાત તો એ છે કે તમે તેને સરળતાથી ઘરે જ બનાવી શકો છો.

તેને બનાવવા માટે તમારે ઘણા ધૈર્યની જરૂરત હશે. આ તેલમાં જ્યારે બધી જ સામગ્રી મિક્સ કરવામાં આવે છે ત્યારે તેને ૪૦ દિવસો માટે મેરીનેટ થવા માટે મૂકી દેવામાં આવે છે.

તો શું તમે પણ આ તેલને બનાવવા માંગો છો? જો હાં, તો આવો જાણીએ તેની રીત-

તેલ કેવી રીતે બનાવશો

જરૂરીયાતની સામગ્રી

જરૂરીયાતની સામગ્રી

૧૫ ગ્રામ તમાલપત્ર

૧ કપ બદામ તેલ, લગભગ ૨૦૦ ગ્રામ

૧ મોટી જાર કે ગ્લાસનો કંટેનર

બનાવાની રીત-

બનાવાની રીત-

૧. સૌથી પહેલા પત્તાને સારી રીતે સાફ કરી લો. તેમાં ધૂળ માટી કે કીડા ના હોવા જોઈએ.

૨. પછી કંટેનરને પણ સાફ કરી લો અને તેમાં સાફ પત્તા નાંખો.

૩. તેના પછી ઉપરથી બદામનું તેલ નાંખો.

૪. હવે જારને સારી રીતે બંધ કરી દો. અને ૪૦ દિવસો સુધી રાહ જુઓ.

૫. તમારું તેલ ૪૦ દિવસો પછી ઉપયોગ કરવા માટે તૈયાર થઈ જશે.

આ તેલ માસપેશિઓને રિલેક્સ કરે છે.

આ તેલથી માલિશ કરવાથી મસલ્સ રિલેક્સ થાય છે અને લોહીનું સંચાલન આખા શરીરમાં થાય છે. એટલા માટે તો આ તેલને માઈગ્રેન અને માથાના દુખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

તાવથી રાહત અપાવે

તાવથી રાહત અપાવે

જો તમને શરદી કે ખાંસી થઇ જાય, તો આ તેલ વેપરની જેમ કામ કરે છે. આ તેલ ઈન્ફેકશનને દૂર કરે છે, શરીરમાં ગરમી પેદા કરે છે.

તેમાં એન્ટીબાટોયિક હોય છે

તેમાં એન્ટીબાટોયિક હોય છે

શરીર પર ઘણા પ્રકારના બેક્ટેરિયા, માઈક્રોબ્સ અને ફંગસને વધતા રોકે છે. તમે આ તેલમાંથી નાના મોટા ઘા, બળતરા, ફોડકીઓ વગેરેને લગાવીને ઠીક કરી શકો છો. આ ઉપરાંત આ તેલની કોઇ સાઇડ ઇફેક્ટ પણ હોતી નથી.

આપણી ત્વચા માટે પણ સારું

આપણી ત્વચા માટે પણ સારું

આ તેલમાં મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તેલ તમારી ત્વચા માટે ખૂબ જરૂરી છે, જેને લગાવવાથી ત્વચા મુલાયમ, સાફ અને કીટાણુંરહિત બને છે.

વાળને વધારે

વાળને વધારે

માથામાં ખોડો છે તો તે આ તેલથી દૂર થઈ શકે છે તેના ઉપરાંત આ માથામાં લોહીના સંચાલનને વધારે છે અને વાળના ગ્રોથને વધારે છે.

ઉંઘ લાવવામાં અસરદાર

ઉંઘ લાવવામાં અસરદાર

જો સારી ઉંઘ ના આવતી હોય તો ૧૦ ટીંપા તમાલપત્રના તેલમાં ૨ કે ૩ ટીંપા સ્વીટ ઓરેન્જ ઓઈલ અને ૧ ટીંપુ બદામનું તેલ મિક્સ કરો અને માથામાં લગાવીને મસાજ કરો.

તણાવના લક્ષણોથી છુટકારો અપાવે

તણાવના લક્ષણોથી છુટકારો અપાવે

૨ ટીંપા તમાલપત્રના તેલમાં ૪ ટીંપા કાળા મરીનું તેલ, ૧ ટીંપુ જોજોબા ઓઈલ મિક્સ કરો અને લગાવો.

English summary
Bay leaf oil has countless benefits. It has great flavor and ability to improve blood circulation and fight infections. Best part of all, it’s very easy to make your own!
Story first published: Thursday, April 13, 2017, 10:23 [IST]
X
Desktop Bottom Promotion