For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડાયાબિટીઝથી હેરાન થઈ ગયા છો તો જરૂર કરો આ ૫ યોગાસન

By Karnal Hetalbahen
|

પ્રાચીન સમયથી યોગ ઘણી બિમારીને મટાડવાના કામમાં આવતો રહ્યો છે. આજ ભારતમાં ઝડપી ફેલાઇ રહેલી ડાયાબિટીઝની બિમારીને પણ યોગ દ્રારા મટાડી શકાય છે.

મેડિકલ સાઈન્સે પણ એ વાતની પુષ્ટી કરી છે કે કેટલાક ખાસ આસનોના પ્રભાવથી પેનક્રિયાઝને બીટા સેલ્સ સુધી લોહીનો પ્રભાવ વધી જાય છે, કોશિકાઓને ઓક્સીજન વધારે માત્રામાં મળે છે અને મૃતપ્રાય બીટા-સેલ્સમાં નવી ઉર્જા આવે છે એટલે ત્યાથી વધારે ઈન્સુલિન સ્ત્રાવિત થઈ શકે.

યોગના આસનોથી ઈન્સુલીનની સંવેદનશીલતા વધી જાય છે. યોગને હંમેશા ઓમ બોલીને જ શરૂ કરો. ધ્યાન અને મંત્રોની સાથે પોઝિટીવ વિચારની સાથે કરવામાં આવેલ યોગસાન વધારે લાભદાયક હોય છે. યોગ હંમેશા પર્યાપ્ત સમય સુધી અને યોગ્ય રીતે કરવા જરૂરી છે. આજે અમે તમને કેટલાક એવા જ યોગાસનો જણાવવા જઈ રહ્યા છીએ, જેને ડાયાબિટિઝના પેંશન્ય કરે તો તેને જરૂર લાભ થશે.

baba ramdev yoga tips

કપાલભાતિ
જો ડાયાબિટીઝનો દર્દી કપાલભાતિને નિયમિત રીતે કરે તો તેને ઘણો લાભ થાય છે. તેને કરવા માટે જમીન પર સીધા બેસી જાઓ અને નાકથી શ્વાસને ઝડપથી બહારની તરફ છોડો. આ કરતા સમયે પેટને અંદરની તરફ સંકુચિત કરો. પછી તરત જ નાકી શ્વાસને અંદર ખેંચો અને પેટને બહાર નીકાળો. આ ક્રિયાને દરરોજ ૫૦ થી ૫૦૦ વખત કરો.

અનુલોમ-વિલોમ પ્રાણાયામ
તેને કરવા માટે જમીન પર બેસી જાઓ. જમણા હાથના અંગૂઠાથી નાકના જમણા છેદને બંધ કરી લો અને નાકના જમણા છેદમાંથી ૪ સુધીની ગણતરીમાં શ્વાસને ભરો અને પછી જમણા નાકને અંગૂઠાની બાજુવાળી બે આંગળીઓથી બંધ કરી લો. ત્યારપછી જમણા નાક પરથી અંગૂઠાને હટાવી લો અને ડાબા નાકથી શ્વાસને બહાર નીકાળો. હવે જમણા નાકથી જ શ્વાસને ૪ સુધીની ગણતરી કરીને ભરો અને ડાબા નાકને બંધ કરીને જમણું નાક ખોલીને શ્વાસની ૮ સુધીની ગણતરીમાં બહાર નીકાળો. આ પ્રાણાયામને ૫ થી ૧૫ મિનીટ સુધી કરી શકો છો.

મંડૂક આસન
પેટ માટે અત્યંત લાભદાયક આ આસન દ્વારા અગ્નયાશય સક્રિય થાય છે જેના કારણે ડાયાબિટીઝના દર્દીને તેનાથી લાભ મળે છે. આ આસન પેટ અને હદય માટે પણ અત્યંત લાભદાયક માનવામાં આવે છે.

અર્ધ-મત્સયેન્દ્રાસન
આ આસનને કરવા માટે બન્ને પગને લાંબા કરીને ચટાઈ પર બેસી જાઓ. ડાબા પગને ઘુંટણમાંથીવાળીને ગુદા દ્વારની નીચે જમાવો. પગના તળીયાને જમણી જાંઘની સાથે જોડી દો. હવે જમણા પગને ઘુંટણમાંથીવાળીને ઉભો કરો અને ડાબા પગની જાંઘ સુધી ઉપર લઈ જતા જાંઘની પાછળ જમીન પર રાખી દો. હવે ડાબા હાથને જમણા પગના ઘુંટણથી પર કરવા અર્થાત ઘુંટણની બાજુમાં દબાવતા ડાબા હાથથી જમણાં પગનો અંગૂઠો પકડો. માથાને જમણી બાજુ ફેરવો જેમાં જમણાં પગના ઘુંટણની ઉપર ડાબા ખભાનો દબાવ યોગ્ય રીતે પડે. હવે જમણાં હાથને પીઠની પાછળથી ફેરવીને ડાબા પગની જાંઘનો નીચેનો ભાગ પકડો. માથાને ડાબી બાજુ એટલું ફેરવો કે દાઢી અને જમણો ખભો એક સીધી રેખામાં આવી જાય. છાતી એકદમ ખેંચાયેલી હોવી જોઈએ. ૩૦ સેકન્ડ સુધી આ પોઝિશનમાં રહ્યા પછી રિલેક્સ થઈ જાઓ.

સર્વાંગાસન
આ આસન મૂળરૂપ થાઈરોઈડ ગ્રંથિના સંચાલનને યોગ્ય કરવા માટે જાણીતું છે. આ ગ્રંથિઓ આખા શરીરના યોગ્ય સંચલાન માટે જવાબદાર હોય છે જેમાં પાચનતંત્ર, નર્વસ સિસ્ટમ, ઉત્પાદન સિસ્ટમ, પાચનક્રિયા સંચાલન અને શ્વાસતંત્ર સામેલ છે.

English summary
Try these mentioned tips, breathing exercises and asanas of the ramdev baba yoga of diabetes.
Story first published: Wednesday, March 1, 2017, 10:06 [IST]
X
Desktop Bottom Promotion