For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ૨૦ કારણોથી થાય છે શરીરમાં દુખાવો

By Karnal Hetalbahen
|

માણસોમાં શારીરીક દુખાવો કે માંસપેશિઓમાં દુખાવો થવો એ એક મોટી સમસ્યા બનતી જાય છે. વધારે સમય વ્યાયામ કરવાથી કે પછી ઘરમાં રાખેલી કોઈ ભારે વસ્તુને ઉપાડવાથી શરીરમાં કોઈપણ એક ભાગમાં દુખાવો થવાની ફરિયાદ મોટાભાગના લોકો કરતા હોય છે. પરંતુ શરીરમાં આ પ્રકારનો દુખાવો થવો ક્યારેક ગંભીર સમસ્યા હોઈ શકે છે. જો તમે વિચારો છો કે શરીરમાં દુખાવો ફક્ત ઘરડાં લોકોને જ થાય છે તો એવું બિલકુલ નથી. દુખાવો થવાની કોઈ ઉંમર નથી હોતી. તે ૧૮ વર્ષના છોકરાને પણ થઈ શકે છે અને ૮૦ વર્ષના ઘરડાં માણસને પણ.

દુખાવાના ઘણા પ્રકાર હોય છે. ખાસ કરીને દુખાવો માથાનો, પીઠનો, ગળાનો, ઘુંટણોનો કે માંસપેશીયોનો હોય છે. બીજા પ્રકારના દુખાવામાં તંત્રિકા તંત્ર પ્રભાવિત થઈ જાય છે અને તેનાથી દુખાવો થવા લાગે છે. આ રીતના દુખાવાને ન્યુરોપેથિક પેન કહે છે. આજ આ લેખમાં અમે શરીરમાં દુખાવા થવાના ૨૦ કારણો પર ચર્ચા કરીશું. તો જો તમને કે તમારા ઘરમાં કોઈ સભ્યને શરીરમાં કોઈપણ પ્રકારનો દુખાવો હોય તો આ લેખ તમારા અને એમના કામમાં આવી શકે છે.

ફ્લૂ

ફ્લૂ

ફ્લૂના કારણ મોટાભાગે આખા શરીરમાં દુખાવો થવા લાગે છે.

વાગેલી જગ્યા પર જોર આપવાથી

વાગેલી જગ્યા પર જોર આપવાથી

દરેક વખત એક જ કામ કરવાથી જો શરીરના કોઈ ભાગ પર દર્દ થાય છે તો તે કામ કરવાનું બંધ કરી દો.

એચઆઇવી એઈડ્સ

એચઆઇવી એઈડ્સ

એઈડ્સ થવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. શરીરમાં દુખાવો થવો એઈડ્સનું એક લક્ષણ છે.

હર્પીઝ એક પ્રકારનો ચામડીનો રોગ

હર્પીઝ એક પ્રકારનો ચામડીનો રોગ

આ એક વાઈરલ રોગ છે, જેમાં આખા શરીરમાં નિરતંર દુખાવો થતો રહે છે.

મેલેરીયા

મેલેરીયા

આમાં પણ ફ્લૂની જેમ આખા શરીરમાં દુખાવો થતું રહે છે.

ડાટાબિટીઝ

ડાટાબિટીઝ

પેટની હેરાનગતિની સાથે સાથે પગમાં દુખાવો થવો એ સામાન્ય વાત હોય છે. તે નિરતંર દવાઓ લેવાથી અને વ્યાયામ કરાવથી યોગ્ય થઈ જાય છે.

સંધિવા

સંધિવા

સંધિવાની બીમારી ખૂબ જ સામાન્ય છે, તેમાં આખા શરીરમાં દુખાવો થાય છે.

ફાઈબ્રોમેલ્જિયા

ફાઈબ્રોમેલ્જિયા

આ બીમારીમાં શારીરીક દુખાવાની સાથે થાક અને અનિંદ્રા પણ થાય છે. તેનાથી શરીર કડક થઈ જાય છે.

સતત થાક

સતત થાક

આ બીમારીમાં શરીરની એનર્જી પૂરી થઈ જાય છે અને શરીરમાં થાક રહેવા લાગે છે. આ કારણથી શરીરમાં દુખાવો થવાનું શરૂ થઈ જાય છે.

લાઈમ બીમારી

લાઈમ બીમારી

આ બીમારીમાં જ્વાઈંટ પેન, માથાનો દુખાવો વ્યાપક હાડકાંમાં દુખાવો થવા લાગે છે.

તણાવ

તણાવ

ખૂબ જ ઓછા લોકોને જાણકારી છે કે તણાવ લેવાથી પણ માથાનો દુખાવો થવા લાગે છે. આ ઉપરાંત ઉંઘ પૂરી ના કરવી, થાક, માંસપેશીઓમાં દુખાવો અને છાતીમાં દુખાવના કારણે પણ તણાવ થઈ જાય છે.

ટીબી

ટીબી

આમ તો ટીબી ફેફસાંની સમસ્યા છે પરંતુ તેમાં પણ શરીરમાં દુખાવો થવા લાગે છે.

કેન્સર

કેન્સર

નિરતંર અને ગંભીર દુખાવો થવો કેન્સરની નિશાની હોઈ શકે છે. કેન્સરના સેલ્સથી શારીરીક દુખાવો થઈ શકે છે.

ગાંઠ

ગાંઠ

જો શરીરમાં કોઈ ગાંઠ હોય તો ઈમ્યૂન સિસ્ટમ શરીરના સેલ્સ અને ટિશૂ પર એટેક કરવા લાગે છે. આ કારણથી સોજો અને ટિશૂ ડેમેજ થવા લાગે છે.

વાઈરલ ગેસ્ટ્રેએન્ટરાઇટિસ

વાઈરલ ગેસ્ટ્રેએન્ટરાઇટિસ

આ બીમારી ઈન્ફેકશનથી થાય છે, જેના કારણે ડાયેરીયા અને ઉલ્ટીની પરેશાની થઈ જાય છે. સાથે જ તેમાં શારીરીક દુખાવો પણ શરૂ થઈ જાય છે.

સંધિવા

સંધિવા

તેમાં નાના-મોટાં સાંધા જેવા કે આંગળીઓના સાંધામાં દુખાવો શરૂ થઇને તે કાડાં, ઘુંટણો, અંગુઠામાં વધતા જાય છે. બીમારી વધી જવા પર આ આખા શરીરના કાર્ય કરવાની ક્ષમતાને રોકી નાંખે છે.

ડેન્ગ્યુ તાવ

ડેન્ગ્યુ તાવ

આ તાવ વાઈરસથી ઉદભવે છે. તેમાં તાવ આવે છે અને બધી માંસપેશિયો અને સાંધામાં દુખાવો શરુ થઈ જાય છે. તેના ઉપરાંત માથાનો દુખાવો પણ ચાલુ થઈ જાય છે.

પોટેશિયમની ઉણપ

પોટેશિયમની ઉણપ

તેને હાઈપોકેલેમીયા પણ કહેવામાં આવે છે, જેમાં લોહીમાંથી પોટેશિયમ ઓછું થઈ જાય છે. આ કારણથી શરીરમાં દુખાવો થવા લાગે છે.

ટાક્સોપ્લાસમોસિસ

ટાક્સોપ્લાસમોસિસ

આ બીમારી બિલાડીઓથી માણસ સુધી પહોંચે છે. તેમાં પણ શારીરીક દુખાવો શરૂ થાય છે.

વધારે વ્યાયામ

વધારે વ્યાયામ

માંસપેશિયોનું દર્દ અને સાંધાનો દુખાવો ત્યારે શરૂ થાય છે જ્યારે તમે જરૂર કરતાં વધારે વ્યાયમ કરવા લાગો છો.

English summary
Body aches and muscle pain is a common experience for a large number of people. But sometimes, your body ache can be the symptom of a much serious ailment.
Story first published: Tuesday, February 21, 2017, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X