કેળા ખાવાના ૧૦ ફાયદા

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky
કહેવામાં આવે છે કે ઋતુ ફળ કોઈપણ હોય તેનું સેવન શરીર માટે લાભદાયક હોય છે. પરંતુ બધા જ લોકો એ ઋતુ ફળ જમ્યા બાદ જ ખાવા જોઈએ. કેળા પણ એક એવું જ ફળ છે જે વિટામિન, પ્રોટીન અને બીજા પોષક તત્વોથી ભરપૂર છે. એમ તો કેળા બારે મહિના બજારમાં ઉપલ્બ્ધ હોય છે. પરંતુ વરસાદની સિઝનમાં તે શરીર માટે વધારે લાભદાયક હોય છે.

કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે.

કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને તમારા મેટાબોલિજ્મને યોગ્ય રાખે છે. તો આવો જાણીએ કંઈક આવા જ ફાયદા.

૧.ઉર્જાના સ્ત્રોત

૧.ઉર્જાના સ્ત્રોત

કેળા ઉર્જાનો ખૂબ જ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે, તેમાં લગભગ ૧૦૫ કલેરી મળી આવે છે જે શરીરને કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે. જો તમે વ્યાયામ કર્યા પછી થાકી જાઓ છો, તો તરત એક કેળું ખાઈ લો. તે લોહીમાં ગ્લૂકોઝનું સ્તર વધારે છે અને તમને શક્તિ આાપે છે.

૨. માંસપેશિયોમાં થવાવાળી એઠનથી બચાવે છે

૨. માંસપેશિયોમાં થવાવાળી એઠનથી બચાવે છે

ક્યારેક ક્યારેક તમે વધુ મહેનત કરો છો જેના કારણે રાત્રે તમારા પગમાં ખાલી ચડવા લાગે છે, તેનાથી બચવા માટે કેળા ખાઓ તેાં મેગ્નેશિયમ અને પોટેશિયમની સારી એવી માત્રા હોય છે જે તમારા પગમાં થવાવાળી ખાલીથી બચાવે છે.

૩.બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે

૩.બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે

કેળામાં પોટેશિયમની માત્રા વધારે હોય છે અને સોડિયમની માત્રા ખુબ જ ઓછી હોય છે. જેના કારણે તે તમારા બ્લડપ્રેશને કંટ્રોલ કરે છે. તે તમારા શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતા નથી એન તમારા શરીરને હાર્ટ એટેક અને સ્ટ્રોક થી બચાવે છે.

૪. કેળા ખાવાથી એસિડીટી ઓછી થાય છે

૪. કેળા ખાવાથી એસિડીટી ઓછી થાય છે

કેળામાં એવા ઘણા બધા તત્વો મળી આવે છે જે અમ્લતા એટલે કે એસિડીટી બચાવે છે. તે તમારા પેટમાં અંદરની પરત ચઢાવીને અલસર જેવી બિમારીઓથી બચાવે છે.

૫. કબજીયાત દૂર કરે છે

૫. કબજીયાત દૂર કરે છે

કેળામાં ફાઈબર હોય છે, જેનાથી પાચનક્રિયા મજબૂત બને છે. ગૈસ્ટ્રિક જેવી બીમારીવાળા લોકોના માટે કેળા ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. તે લોકો જેમને કબજીયાતની ફરિયાદ રહે છે, તેમણે કેળા ખાવા જોઈએ.

૬. ઝાડાથી બચાવે છે

૬. ઝાડાથી બચાવે છે

ડાયરિયાના કારણે તમારા શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે, જેનાથી નબળાઈ આવી જાય છે. કેળામાં પોટેશિયમ ખૂબ જ સારી એવી માત્રામાં મળી આવે છે. એટલા માટે કેળા ખાવાથી ઝાડાથી બચી શકાય છે.

૭. કેળામાં પ્રોબાયોટેક તત્વ મળી આવે છે

૭. કેળામાં પ્રોબાયોટેક તત્વ મળી આવે છે

કેળામાં એફઓએસના તત્વ મળી આવે છે, જે આંતરડામાં ગુણકારી જીવાળુનો વિકાસ કરીને તમારા પેટથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે.

૮. કેળા ખાવાથી સારી ઊંઘ આવે છે

૮. કેળા ખાવાથી સારી ઊંઘ આવે છે

કેળામાં ટ્રીપ્ટોફેન ખૂબ જ અધિક માત્રામાં મળી આવે છે જે સેરોટોનીનમાં બદલી જઈને તમારા મૂડને સારો કરે છે અને એકાગ્રતાના સ્તરને વધારે છે. જેનાથી તમને સારી ઊંઘ આવે છે.

૯. મેળવો ચમકદાર ત્વચા

૯. મેળવો ચમકદાર ત્વચા

કેળાના ઉપયોગથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. કેળામાં વિટામીન સી, એ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. એવામાં તેને ખાવા અને સ્કીન પર લગાવા બન્ને જ ફાયદાકારક હોય છે.

૧૦ તમારા સેક્સ જીવનને સુધારે

૧૦ તમારા સેક્સ જીવનને સુધારે

કેળામાં સેક્સુઅલ હોર્મોન વધારવાની ક્ષમતા હોય છે, ખાસ કરીને પુરુષોમાં. કેળામાં સેરોટોનીન મળી આવે છે જે સંભોગ પછી ની ખુશી મહેસુસ કરે છે.

Read more about: કેળા ફળ
English summary
Adding a banana to your daily diet has an array of benefits in your body. Here are some healthy reasons to go bananas.
Story first published: Friday, February 17, 2017, 13:00 [IST]