For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ફિટ લોકોની ૧૦ આદતો

By Karnal Hetalbahen
|

શું તમે ફિટ લોકોની આદતો વિશે જાણવા માંગો છો? ફિટ અને અનફિટ લોકોની વચ્ચેનું સૌથી મોટુ અંતર હેલ્દી લાઈફસ્ટાઈલની પસંદગી હોય છે.

જી હાં, ફિટનેસ એક એવી વસ્તુ છે જે કમાઇ શકાય છે. જેમ કે તમે ઓફિસમાં કામ કરીને પૈસા કમાવો છો એવી જ રીતે તમે જિમમાં કામ કરીને ફિટનેસ કમાઇ શકો છો.

અને સાથે જ તમારો ખોરાક પણ પોષક હોવો જોઇએ. ફિટ લોકો હેલ્ધી લાઇફસ્ટાઇફની કોઇપણ વસ્તુને નજર અંદાજ કરતા નથી કારણ કે તેમને ખબર છે કે જે તમે આજે કરો છો તેની આગળ જતાં તમારી ફિટનેસ પર અસર પડે છે.

એટલા માટે ફિટ લોકો હેલ્ધી લાઇફસ્ટાઇલને દરરોજ ફોલો કરે છે. આવો અમે તમને જણાવીએ ફિટ લોકોની એવી આદતો....

તે વેટ લિફ્ટિંગ કરે છે

તે વેટ લિફ્ટિંગ કરે છે

આ સત્ય છે કે ભારે વજન ઉઠાવ્યા વિના મસલ્સને મજબૂત બનાવી ન શકાય. પુરૂષોને ઓછામાં ઓછું યુવાવસ્થામાં તો વજન ઉપાડવું જોઇએ.

તે થોડું-થોડું 6 વખત ખાય છે

તે થોડું-થોડું 6 વખત ખાય છે

એક જ વખતમાં ખાવાથી પેટ મોટું થઇ જાય છે. ફિટ લોકો દરરોજ 6 વખત થોડું-થોડું અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાય છે.

તે જિમ જવાનું છોડતા નથી

તે જિમ જવાનું છોડતા નથી

વા લોકો દેટ પર જવામાં મોડું કરી દેશે પરંતુ જિમમાં વર્કઆઉટ કરવાનું ક્યારેય ભૂલતા નથી. આ ફિટ લોકોની એક આદત છે.

સૂવે જરૂર છે

સૂવે જરૂર છે

ફિટ લોકો જાણે છે કે મસલ્સનું નિર્માણ થાય જ થાય છે જ્યારે આપણે ઉંઘીએ છીએ એટલા માટે તે 8 કલાકની ઉંઘ જરૂર લે છે.

તે સમયસર જરૂર જમે છે

તે સમયસર જરૂર જમે છે

આપણું શરીર ખોરાકથી જ ચાલે છે. એટલા માટે ફિટ લોકો સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે સમયસર ખોરાક જરૂર ખાય છે.

તે ડાઇટિંગ કરતા નથી

તે ડાઇટિંગ કરતા નથી

ફિટ લોકો જ શેપમાં હોય છે એટલા માટે તેમને ડાઇટિંગ કરવાની કોઇ જરૂર હોતી નથી. જો તેમને વધુ કેલેરી બર્ન કરવી હોય તો તે વધુ વજન ઉપાડે છે પરંતુ ડાઇટિંગ ક્યારેય કરતા નથી.

આવા લોકો સવારે જલદી ઉઠે છે

આવા લોકો સવારે જલદી ઉઠે છે

વહેલા સુવું અને વહેલા ઉઠવાથી આખો દિવસ ફ્રેશ અને એક્ટિવ રહે છે. અને ફિટ લોકો આમ જ કરે છે.

તે સાંધાનું ખાસ ધ્યાન રાખે છે

તે સાંધાનું ખાસ ધ્યાન રાખે છે

આપણા હાડકાં અને સાંધા ઉંમરની સાથે-સાથે નબળા થતા જાય છે એટલા માટે તેમને મજબૂત કરવા માટે ફિટ લોકો ખાવામાં કેલ્શિયમ જરૂર લે છે

સ્મોકિંગ અને ડ્રિંકિંગથી દૂર રહે છે

સ્મોકિંગ અને ડ્રિંકિંગથી દૂર રહે છે

ફિટનેસ આકરી મહેનતથી પ્રાપ્ત થાય છે. સ્મોકિંગ અને ડ્રિંકિંગથી તમારી આ મહેનત પાણી ફરી વળી શકે છે. એટલા માટે જો તમારે ફિટ નથી રહેવું તો તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો.

તે એક્ટિવ લાઇફસ્ટાઇલ રાખે છે

તે એક્ટિવ લાઇફસ્ટાઇલ રાખે છે

આવા લોકો દિવભર ટીવીની આગળ બેસી રહેતા નથી. તે આખો દિવસ શારીરિક અને માનસિક રીતે એક્ટિવ રહે છે.

English summary
Maintaining a healthy lifestyle is what any fit man does on a daily basis. Now, let us know about other such habits of fit men.
Story first published: Tuesday, November 22, 2016, 11:14 [IST]
X
Desktop Bottom Promotion