For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે આ ફળોનું કરો સેવન

By Super Admin
|

ગર્મી એટલે કે ઉનાળામાં પોતાની જાતને ઠંડુ રાખવાની ઘણી રીતો છે. ઍર કંડીશનથી લઈ બરફનાં ઠંડા પાણી સુધી, પરંતુ એવા ઘણા રસ ભર્યા ફળો અને શાકભાજીઓ છે કે જેનાથી આપ પોતાની જાતને કૂલ અને હાઇડ્રેડિટ રાખી શકીએ છીએ.

ગર્મી એટલે કે ઉનાળામાં પોતાની જાતને ઠંડુ રાખવાની ઘણી રીતો છે. ઍર કંડીશનથી લઈ બરફનાં ઠંડા પાણી સુધી, પરંતુ એવા ઘણા રસ ભર્યા ફળો અને શાકભાજીઓ છે કે જેનાથી આપ પોતાની જાતને કૂલ અને હાઇડ્રેડિટ રાખી શકીએ છીએ અને સાથે જ આપનાં શરીરને સારૂ પોષણ પણ મળશે. તેથી આ ઉનાળામાં આ ઠંડા ફળોનું સેવન જરૂર કરો.

તડબૂચ

તડબૂચ

જૂના જમાનાથી તડબૂચ ઉનાળાનો એક શાનદાર ફળ છે. તડબૂચમાં 90 ટકા પાણી હોય છે અને સાથે જ વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ તથા મૅગ્નેશિયમ ભરપૂર હોય છે. તડબૂચ એક સ્વાદિષ્ટ ફળ છે કે જેને આપ સલાડમાં કે સ્મૂધીમાં પણ સામેલ કરી શકો છો.

વરિયાળી

વરિયાળી

વરિયાળીનાં બીજ ઠંડા હોય છે. આપ ઉનાળામાં તેને પાણીમાં ઉકાળી પી શકો છો. જો આપને પેટની સમસ્યા છે કે પાચન બરાબર નથી થતું, તો ભોજન બાદ થોડીક વરિયાળી ચાવો.

ફુદીનો

ફુદીનો

ફુદીનાનાં પાંદડાઓમાં કૂલિંગ તત્વો છે. તેમને પાણીમાં મેળવી તેમનું સેવન કરો અને લાભ લો.

મૂળો

મૂળો

પશ્ચિમી દેશોમાં મૂળાને પાચનની સમસ્યાનાં સમાધાનની એક મુખ્ય ઔષધિ તરીકે સેવન કરવામાં આવે છે. સાથે જ મૂળો શરીરનું તાપમાન પણ ઓછું કરે છે.

કાકડી

કાકડી

કાકડી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં 95 ટકા પાણી હોય છે. તેથી શરીરને હાઇડ્રેટિડ રાખવામાં ઉનાળામાં પોતાની જાતને ઠંડુ રાખવાન માટેનું આ એક સારૂં ખાદ્ય છે.

આંબળો

આંબળો

સૂરજનાં તડકાથી આપની ત્વચા શુષ્ક અને ધારદાર થઈ શકે છે. આંબળો શરીરને તરોતાજા રાખે છે અને સૂરજનાં કિરણોથી ત્વચા પર થતી ઉંમરની અસરને ઓછી કરે છે. સાથે જ તે જિમ માટે પણ વધુ શક્તિ આપે છે. આંબળો આપનાં હૃદય તથા વાળ માટે સારો છે. આપ તેનું પાવડર, ફળ, જ્યુસ વગેરે તરીકે સેવન કરી શકો છો.

નારિયેળ પાણી

નારિયેળ પાણી

નારિયેળ એક સસ્તું અને આરોગ્યપ્રદ ફળ છે કે જેમાં કૂલિંગ તત્વો ભરપૂર પ્રમાણમાં મોજૂદ છે. તેમાં શુગર, ઇલેક્ટ્રૉલાઇટ તથા જરૂરી મિનરલ્સનું આધિક્ય હોય છે કે જેથી શરીર હાઇટ્રેડિટ રહે છે.

મકાઈ

મકાઈ

મીઠી મકાઈ ઉનાળામાં બહુ કામની છે. તેમાં લ્યુટિન તથા ઝેકૅક્થિન હોય છે કે જે પ્રાકૃતિક સનગ્લાસની જેમ કામ કરે છે અને એક મૅક્યુલર પિગ્મેંટ બનાવે છે કે જે સૂરજના કિરણોથી બચાવવા માટે ફઇલ્ટરનું કામ કરે છે. હા જી, આ સાચુ છે.

નારંગી

નારંગી

આ ખાટા ફળમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે કે જે ઉનાળામાં ઉપયોગી છે. પરસેવો વધુ નિકળતા પોટેશિયમ નિકળી જાય છે કે જેથી માંસપેશીઓમાં ખેંચાણ થઈ શકે છે. નારંગી તેની પૂર્તિ કરે છે અને માંસપેશીઓના ખેંચાણથી બચાવે છે. નારંગીમાં 80 ટકા પાણી હોય છે. તેથી ઉનાળામાં નારંગીની કળીઓનું સેવન આપનાં શરીરને ભેજ પ્રદાન કરશે.

ખુબાની, આડૂ, નિક્ટારિન

ખુબાની, આડૂ, નિક્ટારિન

તાજા અને સૂકા નિક્ટારિન ફાયબરથી ભરપૂર હોયછે. નિક્ટારિન અને ખુબાની (એપ્રીકોટ)માં વિટામિન એ તથા એંટી-ઑક્સીડંટ બૅટાકારોટીન વધુ પ્રમાણમાં હોય છે અને આ ઉપરાંત પીચ (આડૂ)માં વિટામિન સી પ્રચૂર પ્રમાણમાં હોય છે.

Read more about: summer
English summary
There are several ways to keep cool in summer days, from air conditioning to ice cold water, but there are also many juicy fruits and vegetables that will keep you stay cool and hydrated.
Story first published: Saturday, April 1, 2017, 12:19 [IST]
X
Desktop Bottom Promotion