Just In
- 345 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 354 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1084 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ગરમીમાં ચહેરા પર તાજગી લાવવા માટે ચહેરા પર લગાવો તરબૂચનો ફેસપેક
ગરમીની ઋતુમાંઅલગ અલગ ફળ મળે છે. સુંદર કેરીથી લઈને તરબૂચ સુધી, આ વાત પર નિર્ભર કરે છે કે તમે તેનો કયા પ્રકારે ઉપયોગ કરો છો. તરબૂચ ત્વચા માટે ખૂબ લાભદાયક હોય છે.
ગરમીમાં તમને પરસેવો ખૂબ વધી આવે છે જેના કારણે રોમ છિદ્ર બંધ થઇ જાય છે અને ખીલ તથા ત્વચાથી સંબંધી અન્ય સમસ્યાઓ થઇ જાય છે. તરબૂચમાં મળી આવનાર કારક ત્વચામાં ગહેરાઈ સુધી પ્રવેશ કરે છે અને ત્વચાને પોષણ પ્રદાન કરે છે.
તરબૂચ એક પ્રાકૃતિક ક્લીન્ઝરની જેમ કામ કરે છે અને ત્વચાને તેલ વગરની બનાવી ત્વચાની સફા/ કરે છે. વિટામીન એ અને સી ત્વચાને તરોતાજા બનાવે છે, ત્વચાની ગંદકી દૂર કરે છે અને ગરમીમાં પણ તમને સાફ ત્વચા પ્રદાન કરે છે.
તરબૂચને પ્રાકૃતિક ઘટકોની સાથે મેળવીને ત્વચાની અંદર અને બહારથી અતિરિક્ત તેલ બહાર નીકાળી જાય છે. અહી તરબૂચમાંથી બનેલ કેટલાક પ્રભાવી માસ્કના વિશે જણાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને તમે ગરમીમાં પણ ઠંડક પ્રાપ્ત કરી શકો છો અને આકર્ષક દેખાઈ શકો છો. વધારે જાણવા માટે આગળ વાંચો:

૧. તરબૂચ અને દહીમાંથી બનેલો ફેસપેક
શુષ્ક ત્વતન માટે આ ફેસ પેક ખૂબ પ્રભાવી હોય છે. તરબૂચનો રસ અને સાદા દહીની સમાન માત્રા લો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે તેને ચહેરા અને ગળા પર લગાવો અને ૧૦ મિનીટ પછી ધોઈ નાંખો. જ્યાં દહી મૃત ત્વચા કોશિકાઓ ને નીકાળે છેઅને ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે ત્યાં તરબૂચનો રસ ત્વચાને અંદર ઠીક કરે છે.

૨. તરબૂચ અને કેળામાંથી બનેલો ફેસપેક
એક કેળું મસળું અને તેમાં તરબૂચનો રસ મેળવો. બધા પદાર્થોને સારી રીતે મિક્સ કરો અને પેકને ના ફક્ત ચહેરા પર લગાવો પરંતુ તમારા આખા શરીર પર લગાવો. તેનાથી તમારી ત્વચા નરમ રહે છે અને ખીલની સમસ્યા પણ થતી નથી.

૩. તરબૂચ અને એવોકેડો માસ્ક
જ્યારે બે સુપર ફૂડ્સને મિક્સ કરવામાં આવે છે તો તમને ત્વચા પર સારા પરિણામ જોવા મળે છે. આ બન્ને ફળોમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે અને એવોકેડોમાં ઓમેગા-૩ ફેટી એસિડ મળી આવે છે જે એક એન્ટીએન્જિંગ સોલ્યુશન છે. તરબૂચના રસમાં એવોકેડોને મેશ કરો અને તમારો પેક તૈયાર છે.

૪. તરબૂચ અને મધથી બનેલો ફેસ પેક
તરબૂચનો એક સૌથી સારો ફાયદો એ છે કે તે બધા પ્રકારની ત્વચા માટે ફાયદાકારક હોય છે. આ ફેસ પેક વિશેષ રૂપથી શુષ્ક ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે અને એવા લોકોના માટે લાભદાયક હોય છે જેને ગરમીમાં પણ શુષ્ક ત્વચાની સમસ્યા થાય છે. મધથી ત્વચા મોઈસ્ચુરાઈઝર થાય છે જ્યારે તરબૂચ ત્વચા ને હાઇડ્રેટ રાખે છે અને વધારાનું તેલ નીકાળે છે.

૫. તરબૂચ અને કાકડીનો પેક
ગરમીમાં ત્વચાથી સંબંધી ઘણી સમસ્યાઓ થાય છે અને સનબર્ન પણ તેમાંથી જ એક છે. તમે ભલે કેટલા પણ એસપીએફવાળા સનસ્ક્રીન લગાવી લે તમારી સ્ક્રીન ટેન થાય જ છે. તરબૂચ અને કાકડીને પીસીને પેસ્ટ બનાવો કે તેના રસને નીકાળીને સનબર્નવાળી જગ્યા પર લગાવો. તમારી ત્વચાને ખૂબ જલ્દી આરામ મળશે અને ડાર્ક પેચેસ પણ નહી થાય.

૬. તરબૂચ અને દૂધથી બનેલો માસ્ક
એક લાંબો ગ્લાસ લોઅને તેમાં તરબૂચના ટુકડાં નાંખો. તેમાં મિલ્ક પાવડર નાંખો અને પીસો જેથી એક પલ્પ મળી જાય. તેને તમારા ચહેરા પરઅને શરીર પર લગાવો. ગરમીમાં દાગને દૂર કરવા અને ટેનિંગને દૂર માટે આ એક સારો પેક છે.