Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
40 પછી પણ દેખાવા માંગો છો યુવાન ? તો અપનાવો આ બ્યુટી ટિપ્સ
40ની વય બાદ સામાન્યતઃ મહિલાઓને યુવાન દેખાવાનું મન કરે છે કે જેના માટે ઘણી મહિલાઓ કૉસ્મેટિક સર્જરીનો સહારો લે છે, પરંતુ દરેક પાસે આટલા પૈસા તો છે નહીં અને નથી કોઈ પોતાની જાનને ખતરામાં નાંખવા માંગતું.
તો જો આપે પૈસા ખર્ચ્યા વગર કુદરતી રીતનો ઉપયોગ કરી સુંદર દેખાવું હોય, તો અમારી જણાવેલી બ્યુટી ટિપ્સ અજમાવો. તેમને અજમાવવાથી આપનાં ચહેરાની ખોવાયેલી જુવાની ફરીથી પરત આવી જશે.
ચહેરાને નિયમિત કરો સ્ક્રબ
ચહેરાની ત્વચા પર ડેડ સ્કિન જામી જવાનાં કરાણે ચહેરો વૃદ્ધ દેખાવા લાગે છે. તેવામાં ડેડ સ્કિનને સ્ક્રબ કરીને હટાવો.
એંટી એજિંગ ક્રીમ લગાવો
એવા લોશન અને ક્રીમ લગાવો કે જે એંટી એજિંગ હોય. તેનાથી ચહેરાની ત્વચામાં કોલાજન વધશે તથા ત્વચાની કરચલીઓ મટશે.
પાર્લર જઈ રેગ્યુલર મસાજ કરાવો
ચહેરાની ફેસિયલ મસાજ કરાવો અને એવું નિયમિત કરો. તેનાથી ચહેરાની કરચલીઓ મટશે અને ચહેરા ટાઇટ બનશે.
વાળને ડાય કરો
પોતાનાં ગ્રે વાળને ડાય કરો અને મહેંદી લગાવો. તેનાથી આપની ઉંમર ઓછી જણાશે.
નિયમિત પાણી પીવો
જેટલુ શક્ય હોય, તેટલું પાણી પીવો, કારણ કે પાણી પીવાથી ચહેરો હંમેશા હાઇડ્રેટ બન્યો રહેશે. આપ ઇચ્છો, તો ગ્રીન ટી નિયમિત પી શકો છો.
મેક-અપની કેટલીક ટિપ્સ શીખો
ચહેરા પર પડેલી ઝીણી ધારીઓને મેક-અપથી કઈ રીતે છુપાવવી? તે શીખો.
કસરત કરવાનું ન ભૂલો
કસરત કરવાથી શરીર ફિટ રહે છે, સ્કિન ગ્લો કરે છે તેમજ કરચલીઓ મટે છે.