For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચમકદાર ત્વચા પામવા માટે અપનાવો આ 12 શ્રેષ્ઠ પ્રાકૃતિક ફેસ મૉસ્ક

By Super Admin
|

સમગ્ર વિશ્વમાં માત્ર ભારત જ એક એવો દેશ છે કે જે સૌંદર્યનાં પરમ્પરાગત રહસ્યો માટે લોકપ્રિય છે. આ દેશમાં મહિલાઓની ત્વચા એટલી સુંદર અને કોમળ છે કે તેમને કોઈ પણ જાતનાં મેક-અપની જરૂર જ નથી હોતી. એવું એટલા માટે છે, કારણ કે સદીઓથી આ દેશની મહિલાઓ સુંદરતા માટે પ્રાચીન નુસ્ખાઓ અપનાવતી આવી છે.

ચમકદાર અને સુંદર ત્વચા પામવા માટે ભારતીય મહિલાઓ સદીઓ જૂનાં 100 ટકા પ્રાકૃતિક અને સલામત તરીકાઓ અપનાવે છે. ઘરગથ્થુ નુસ્ખાઓમાં સૌથી વધુ લોકપ્રિય છે રસોડાની વિવિધ સામગ્રીઓથી બનેલા જુદા-જુદા ફેસ પૅક. આ ઘરગથ્થુ ફેસ પૅક ત્વચાને ફાયદા પહોંચાડનાર એંટી-ઑક્સીડંટ અને વિટામિન્સથી યુક્ત હોય છે.

આજ-કાલ મોટાભાગની મહિલાઓની ત્વચા પ્રદૂષણ અને તાણનાં કારણે કરમાયેલી જેવી લાગે છે. યૂવી કિરણો અને પ્રદૂષણનાં કારણે ત્વચા પર મૃત કોશિકાઓ બની જાય છે કે જેથી ત્વચા ડૅમેજ થઈ જાય છે. તો આજે અમે આપને જણાવી રહ્યાં છીએ પ્રાકૃતિક રીતોથી ચમકદાર ત્વચા પામવાનાં ઘરગથ્થુ નુસ્ખાઓ. ચમકદાર ત્વચા પામવા માટે આપે પણ આ 12 ભારતીય ઘરગથ્થુ નુસ્ખાઓ અપનાવવા જોઇએ. ચમકદાર ત્વચા પામવા માટે આ ફેસ મૉસ્ક બેસ્ટ છે. તો પોતાની ત્વચાને ચમકાવવા માટે આપ પણ પ્રયોગ કરો ઘરગથ્થુ નુસ્ખાઓ.

એલોવેરા ફેસ મૉસ્ક

એલોવેરા ફેસ મૉસ્ક

એલોવેરા ચહેરા અને સ્કિન સંબંધી બીમારીઓમાં બહુ ફાયદાકારક હોય છે. કોઈ પણ સ્વરૂપે એલોવેરાનું સેવન કરવાથી ત્વચા સંબંધી વિકારોમાંથી મુક્તિ મળે છે. એલોવેરાને ત્વચા માટે વરદાન પણ કહી શકાય છે. આ એક પ્રાકૃતિક નુસ્ખો છે કે જે આસાનીથી આપની ત્વચાને ચમકદાર બનાવી શકે છે. એલોવેરામાં એવા ઘણા પ્રાકૃતિક એંટી-ઑક્સીડંટ હોય છે કે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એલોવેરાનું સેવન કરવાથી મૃત કોશિકાઓમાંથી છુટકારો મળે છે અને રંગ પણ સાફ થાય છે. એલોવેરાની સાથે આપ બીજી અનેક વસ્તુઓ મેળવીને પણ સારા ફેસ મૉસ્ક્સ બનાવી શકો છો. એલોવેરા સાથે આપ, લિંબુ, ટામેટાનો ગુદો વિગેરે પણ મેળવી શકો છો.

કેવી રીતે કરશો ઉપયોગ ?

એલોવેરાનાં રોપામાંથી એક ચમચી એલોવેરા જૅલ કાઢી લો અને તેને એક ચમચી લિંબુનાં રસ તથા ટામેટાનાં ગૂદા સાથે મિક્સ કરો. હવે તેને પોતાનાં ચહેરા પર હળવા હાથે મસળો અને તેને 20 મિનિટ સુધી છોડી દો. તે સૂકાઈ જાય, પછી ચહેરાને હળવા હુંફાળા પાણીથી ધોઈ નાંખો.

કાકડી અને લિંબુનાં જ્યુસનું ફેસ મૉસ્ક

કાકડી અને લિંબુનાં જ્યુસનું ફેસ મૉસ્ક

કાકડી અને લિંબુનાં જ્યૂસના ફેસ મૉસ્કથી ચહેરાની ચમક વધે છે. કાકડી અને લિંબુનાં જ્યુસમાં વિટામિન સી હોય છે કે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. સદીઓથી ભારતીય મહિલાઓ આ બંને પ્રાકૃતિક સામગ્રીઓને મેળવી ચહેરા પર લગાવે છે. આ એક ખૂબ જ ફાયદાકારક અને કુદરતી નુસ્ખો છે કે જેની કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી.

કેવી રીતે કરશો ઉપયોગ ?

અડધી કાકડીને કચડીને એક ચમચી લિંબુનાં રસ સાથે મિક્સ કરો. હવે આ ફેસ મૉસ્ક પોતાનાં ચહેરા પર લગાવો અને હવે તેને 15થી 20 મિનિટ સુધી રહેવા દો. આ મૉસ્ક સૂકાયા બાદ હળવા હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

ચમકદાર ત્વચા માટે બેસન અને કાચા દૂધનું ફેસ મૉસ્ક

ચમકદાર ત્વચા માટે બેસન અને કાચા દૂધનું ફેસ મૉસ્ક

ત્વચાને ચમકદાર બનાવવા માટે બેસન અને કાચુ દૂધ પણ બહુ જ ફાયદાકારક હોય છે. ત્વચા માટે બેસન અને કાચુ દૂધ સૌથી શ્રેષ્ઠ પ્રાકૃતિક સામગ્રી છે. કાચા દૂધથી ત્વચાને એંટી-ઑક્સીડંટ પ્રાપ્ત થાય છે. તેતી ચહેરાને સુંદર અને કોમળ બનાવી રાખવા માટે બેસન અને કાચા દૂધનું ફેસ મૉસ્ક સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

આ ફેસ મૉસ્ક બનાવવા માટે એક ચમચી બેસન અને એક ચમચી કાચુ દૂધ મિક્સ કરો. આ મૉસ્કને લગાવવાથી ત્વચાની ચમક વધે છે અને સ્કિન સાફ થાય છે. ચહેરા પર આ મૉસ્ક 20 મિનિટ સુધી રાખો અને પછી તે સૂકાઈ ગયા બાદ હળવા હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આ ઉપાયથી ચોક્કસથી આપનાં ચહેરાની ચમક વધી જશે.

ચમકદાર ત્વચા માટે ઇંડા અને બદામનું ફેસ મૉસ્ક

ચમકદાર ત્વચા માટે ઇંડા અને બદામનું ફેસ મૉસ્ક

ઇંડાથી ચહેરામાં ટાઇટનેસ આવે છે અને બદામનાં તેલમાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન ઈ હોય છે. આ બંને વસ્તુઓ એક સાથે મેળવી લગાવવાથી ચહેરાની સુંદરતા અનેક ગણી વધી જાય છે. તેનાથી ચહેરાની પ્રાકૃતિક સુંદરતા પણ વધે છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

એક ઇંડાને સારી રીતે ફેંટી લો અને તેને બે ચમચી બદામ તેલ સાથે મિક્સ કરો. હવે તેને પોતાનાં આખા ચહેરા અને ગળા પર લગાવો. આ મૉસ્ક આપની ત્વચાના ઊપરનાં પડને ચમકદાર તથા ગ્લોઇંગ બનાવે છે. આ મૉસ્કને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી પોતાનો ચહેરો હળવા હુંફાળા પાણીથી ધોઈ નાંખો.

ગ્લોઇંગ સ્કિન માટે હળદર, બૅકિંગ સોડા અને ગુલાબ જળનું ફેસ મૉસ્ક

ગ્લોઇંગ સ્કિન માટે હળદર, બૅકિંગ સોડા અને ગુલાબ જળનું ફેસ મૉસ્ક

દરેક પ્રકારનાં ત્વચા સંબંધી વિકારો જેમ કે એક્ને, ખીલ અને કરમાલેયી સ્કિન માટે હળદર સૌથી બેસ્ટ પ્રાકૃતિક નુસ્ખો છે. હળદરમાં જીવાણુરોધી ગુણો હોય છે. સાથે જ બૅકિંગ સોડા પણ ત્વચા માટે ફાયદાકારક હોય છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

એક ચમચી હળદર પાવડર, અડધી ચમચી બૅકિંગ સોડા અને એક ચમચી ગુલાબ જળને એક સાથે મિક્સ કરો. ઘરમાં બનેલ આ ફેસ મૉસ્કને હવે પોતાનાં આખા ચહેરા પર 10 મિનિટ માટે લગાવો. આ ફેસ મૉસ્કથી ચહેરા પર તરત ચમક આવે છે.

હળદર, મધ અને દૂધનું ફેસ મૉસ્ક

હળદર, મધ અને દૂધનું ફેસ મૉસ્ક

આ ત્રણ પ્રાકૃતિક સામગ્રી ત્વચાને ચમકદાર બનાવે છે. હળદર, મધ અને દૂધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે ત્વચાની મૃત કોશિકાઓ અને બૅક્ટીરિયાને બહાર કાઢી દે છે. આ મૉસ્કથી ચહેરાનો ગ્લો વધી જાય છે.

કેવી રીતે કરશો પ્રયોગ ?

વધુમાં વધુ ફાયદો પામવા માટે ઑર્ગેનિક હળદરનો પ્રયોગ કરો. એક ચમચી હળદરને 1 ચમચી મધ અને એક ચમચી દૂધમાં મિક્સ કરો. હવે આ મિશ્રણને પોતાનાં ચહેરા પર લગાવો. 15 મિનિટચ બાદ ચહેરાને હુંફાળા પાણી વડે ધોઈ નાંખો.

ગ્લોઇંગ ત્વચા માટે કેળા અને મધનું ફેસ મૉસ્ક

ગ્લોઇંગ ત્વચા માટે કેળા અને મધનું ફેસ મૉસ્ક

ભારતમાં ત્વચા સંબંધી કાર્યોમાં કેળાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. કેળામાં ત્વચાને પોષણ આપનાર પોષક તત્વો તથા વિટામિન બી16 પ્રચૂર પ્રમાણમાં હોય છે.

કેળામાં મધ મેળવી ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક ઓર વધી જાય છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

એક કેળાને સારી રીતે મથી લો. હવે તેમાં એક ચમચી મધ મેળવો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને પોતાનાં ચહેરા પર લગાવો. કેળાને ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. આ ફેસ મૉસ્કને 10થી 15 મિનિટ ચહેરા પર લગાવી રાખો અને સૂકાયા બાદ હળવા હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ નાંખો.

પપૈયું અને મધનું ફેસ મૉસ્ક

પપૈયું અને મધનું ફેસ મૉસ્ક

પપૈયામાં પપેઇન નામનું એંઝાઇમ હોયછે કે જે ત્વચાને ઘણા લાભો પહોંચાડે છે. આ ચામત્કારિક ફળને મધ સાથે મેળવી લગાવવાથી ત્વચાને પાવરફુલ એંટી-ઑક્સીડંટ્સ મળે છે. આ ફેસ મૉસ્ક ત્વચાને ડલનેસની પ્રોબ્લેમથી બચાવે છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

પપૈયાનાં કેટલાક ટુકડાં કાપી ચમચીની મદદથી તેને સારી રીતે મસળી લો. હવે તેમાં એક ચમચી મધ મેળવો. આ મિશ્રણને 20 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો. મૉસ્ક સૂકાયા બાદ ચહેરાને હળવા હુંફાળા પાણી વડે ધોઈ નાંખો.

કાકડી અને તબડૂચનું ફેસ મૉસ્ક

કાકડી અને તબડૂચનું ફેસ મૉસ્ક

કાકડી અને તડબૂચમાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે કે જે ત્વચાને યુવાન બનાવે છે. સાથે જ આ મૉસ્કથી ત્વચામાંથી મૃત કોશિકાઓ પણ બહાર નિકળી જાય છે. આ બંને વસ્તુઓને મેળવી એક સાથે લગાવવાથી ત્વચામાં અદ્ભુત ચમક આવે છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

એક ચતુર્થાંશ કાકડી અને તડબૂચનાં બે-ત્રણ ટુકડાઓ એક સાથે સારી રીતે મૅશ કરી લો. હવે આ ફેસ મૉસ્ક પોતાના આખા ચહેરા પર લગાવો. ચહેરા પર તેને 20 મિનિટ સુધી લાગેલું રહેવા દો. સૂકાયા બાદ તેને હળવા હુંફાળા પાણી વડે ધોઈ નાંખો.

બ્રેડ ક્રંબ્સ અને મલાઈનું ફેસ મૉસ્ક

બ્રેડ ક્રંબ્સ અને મલાઈનું ફેસ મૉસ્ક

ત્વચાને ચમકદાર બનાવનાર તમામ પોષક તત્વો બ્રેડ ક્રંબ્સ અને મલાઈમાં હોય છે. આ બંનેને એક સાથે મેળવી લગાવવાથી ત્વચાની ચમક અનેક ગણી વધી જાય છે. અન્ય મૉસ્કની જેમ આ પ્રાકૃતિક નુસ્ખો પણ ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

એક મુટ્ઠી બ્રેડ ક્રંબ્સ લો અને તેમાં બે ચમચી મલાઈ મેળવો. આ બંને વસ્તુઓને સારી રીતે એક સાથે મિક્સ કરો. આ મિશ્રણને પોતાનાં આખા ચહેરા પર અને ગળા પર લગાવો. 20 મિનિટ બાદ ચહેરાને હળવા હુંફાળા પાણીથી ધોઈ નાંખો.

ઓટમીલ, ટામેટા જ્યુસ અને માખણનું ફેસ પૅક

ઓટમીલ, ટામેટા જ્યુસ અને માખણનું ફેસ પૅક

ઓટમીલ, ટામેટાનાં જ્યુસ અને માખણમાં ત્વચાને ફાયદા પહોંચાડનાર એંટી-ઑક્સીડંટ પ્રચૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. યૂવી કિરણો, પ્રદૂષણ તથા ધૂળ-માટીથી ત્વચાને થતા નુકસાનમાંથી આ ફેસ મૉસ્ક બચાવી શકે છે. તેનાથી ત્વચાની પ્રાકૃતિક સુંદરતા નિખરીને બહાર આવે છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

એક ચમચી પાકેલા ઓટમીલમાં એક ટેબલ સ્પૂન ટામેટાનું જ્યુસ અને માખણ મિક્સ કરો. હવે આ મિશ્રણને પોતાનાં ચહેરા અને ગળા પર લગાવો. આ મૉસ્કને ચહેરા પર 15 મિનિટ માટે રહેવા દો. હવે હળવા હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ નાંખો.

બટાકા અને લિંબુનાં રસથી બનેલું ફેસ મૉસ્ક

બટાકા અને લિંબુનાં રસથી બનેલું ફેસ મૉસ્ક

બટાકામાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. બટાકા અને લિંબુનાં રસ બંનેમાં જ એવા યૌગિકો છે કે જે ત્વચાને પ્રાકૃતિક સુંદરતા પ્રદાન કરે છે. લિંબુનાં રસ સાથે બટાકાને મેળવવાથી તેના ગુણો અનેક ગણા વધી જાય છે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

બટાકાનાં કેટલાક ટુકડા કાપી તેને ચમચીની મદદથી સારી રીતે કચડી નાંખો. હવે તેમાં બે ચમચી લિંબુનો રસ મેળવી ચહેરા અને ગળા પર 15 મિનિટ માટે લગાવો. તે પછી ચહેરાને હળવા હુંફાળા પાણી વડે ધોઈ નાંખો.

English summary
These 12 Indian homemade face masks are incredible ways to get a glowing skin. These are the DIY face packs that can be prepared at home. Take a look .
Story first published: Friday, June 2, 2017, 10:27 [IST]
X
Desktop Bottom Promotion