આ ૭ ફળની છાલથી મેળવો ગોરી અને ચમકદાર ત્વચા

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ફ્રુટ પીલ્સ કે ફળોની છાલમાં કોઈ ચમત્કારી ફાયદા છૂપાયેલા હોય છે. તમારા ચહેરા પરના પિમ્પલથી લઈને બ્લેકહેડ્સ સુધી દૂર કરવા ઉપરાંત તે તમારા ચહેરાની રંગત નિખારવાની સાથે જ ચહેરાને કોમળ અને સ્વસ્થ બનાવે છે. ફળોની છાલથી તમે ચહેરાની દરેક રીતની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

કોને સાફ સુથરી અને ગોરી ત્વચાની ઈચ્છા નથી હોતી. દરેક મેકઅપ વગર સુંદર દેખાવા ઈચ્છે છે. જો તમે પણ તમારા ચહેરા પરથી કાળા સ્પોર્ટ દૂર કરવાની ઈચ્છા રાખો છો તો અને સમાન ટોનની સ્કીન ઈચ્છો છો તો આ આર્ટિકલ તમારા માટે જ છે.

કેટલાક એવા લોકો હોય છે જે ફળોની છાલને ફેકવાની જગ્યાએ તેને સંભાળીને રાખે છે જેથી છાલમાં રહેલા વિટામીન અને પોષક તત્વોને લાંબા સમય સુધી યૂઝ કરી શકાય.

આ ફળોની છાલ સરળતાથી તમારી સ્કીન કેરના રુટીનમાં શામેલ થઈને સારું રીઝલ્ટ આપશે. આવો જાણીએ કે કેવા અને કયા ફળોની છાલના કારણે તમે તમારા ચેહરાની સમસ્યાઓમાં રંગત મેળવી શકો છો.

કેળાંની છાલ

કેળાંની છાલ

કેટલાક લોકો કેળાંની છાલના ફાયદા વિશે અજાણ હોય છે. તેમાં ઘણી માત્રામાં વિટામીન અને પોષક તત્વ રહેલા હોય છે જે તમારી સ્કીન ટોનને નિખારવામાં મદદ કરે છે. એટલા માટે તેને અઠવાડિયામાં એક વખત ચહેરા પર જરૂર લગાવો.

સંતરાની છાલ

સંતરાની છાલ

સંતરાની છાલનો પાવડર ખૂબ જ અસરદાર ફેસ માસ્ક બને છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ચહેરાનો ગોરો રંગ મેળવવા માટે કરે છે.

પપૈયાંની છાલ

પપૈયાંની છાલ

પપૈયાની છાલનો ઉપયોગ લોકો ઘણા વર્ષોથી કરતા આવી રહ્યા છે. તેનાથી ચહેરાને નેચરલ ગ્લો મળે છે અને સ્કીનની રંગત સુધરે છે.

દાડમની છાલ

દાડમની છાલ

દાડમની છાલમાં એવા પોષક તત્વો છુપાયેલા હોય છે, જે ચહેરાની મૃત ત્વચાને દૂર કરીને પીએચ બેલેન્સ બનાવી રાખે છે. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે તેનાથી ચહેરાની રંગત વધે છે. તેને સારી રીતે ચહેરા પર લગાવો અને સારું રિઝલ્ટ મેળવો.

સફરજનની છાલ

સફરજનની છાલ

સફરજન ખાવામાં જેટલાં પૌષ્ટિક હોય છે, તેની છાલ પણ ગોરી ત્વચા મેળવવા માટે સૌથી સારી સ્કીન ટ્રીટમેન્ટમાંથી એક છે. સફરજનની છાલને પાણીમાં નાંખીને ઉકાળી લો. પછી ઠંડુ થયા બાદ તેને ચહેરા પર લગાવો. તેનાથી રંગત વધવાની સાથે જ ચહેરામાં ચમક પણ આવશે.

લીંબુની છાલ

લીંબુની છાલ

મોટાભાગની મહિલાઓ ચહેરાની રંગત વધારવા માટે લીંબુના રસનો ઉપયોગ કરે છે. પરંતુ અત્યારે પણ મોટાભાગની મહિલાઓને લીંબુની છાલના ફાયદા વિશે જાણતી નથી. તેની છાલનો પાવડર બનાવીને પાણીની સાથે મિક્સ કરવાથી જલ્દી જ ચહેરાની રંગતમાં સુધારો જોવા મળે છે.

અનાનસની છાલ

અનાનસની છાલ

અનાનસની છાલમાં ફાઈબર રહેલ હોય છે. જેકે ત્વચાને સુંદર બનાવવાની સાથે જ ચહેરાની રંગત પણ વધારે છે. જો તમે ગોરી ત્વચા ઈચ્છતા હોય તો તેને મહિનામાં એક વખત જરૂર ટ્રાય કરો.

English summary
Take a look at the fruit peels for fair skin. These are the best fruit peels to get a fair skin.
Story first published: Wednesday, April 12, 2017, 11:00 [IST]