For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્લૅક હૅડ્સ મટાડવાનાં 3 સર્વોત્તમ ઘરગથ્થુ ઉપચારો

By Super Admin
|

બ્લૅક હૅડ્સ ખીલ જેવા જ હોય છે તથા મહિલાઓ અને પુરુષો; બંનેને જ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. બ્લૅક હૅડ્સ ચહેરા પર ઘાની જેમ દેખાય છે તથા સામાન્યતઃ તે નાક પર થાય છે.

જો આપને આ વાતની ચિંતા છે કે બ્લૅક હૅડ્સને કેવી રીતે દૂર કરવામાં આવે, તો તેના માટે બજારમાં ઘણી વસ્તુઓ જેમ કે સ્ટ્રિપ વિગેરે ઉપલબ્ધ છે. આ સ્ટ્રિપ બ્લૅક હૅડ્સને ખેંચીને કાઢે છે. જોકે આ બહુ દુઃખાવો ધરાવતી પ્રક્રિયા છે તથા તેની ભલામપણ કરવામાં નથી આવતી, કારણ કે આ પ્રક્રિયામાં ત્વચાનાં રોમ છિદ્રોને ખોલીને બ્લૅક હૅડ્સને બહાર કઢાય છે.

રોમ છિદ્રોનાં ખુલ્લા રહેવાનાં કારણે તેમાં ધૂળ જવાની શક્યતા હોય છે. માટે આ તમામ બાબતોથી આપનો બચાવ કરવા માટે અમે આપને ત્રણ ઘરગથ્થુ ઉપચાર જણાવી રહ્યા છીએ કેજેના દ્વારા આપ બ્લૅક હૅડ્સને સરળતાથી દૂર કરી શકો છો. આવો આ ત્રણ ઉપચારો વિશે જાણીએ :

best home remedies for blackheads

જિલેટિન પૅક : જિલેટિન ચિકાસ ધરાવતું હોય છે. માટે બ્લૅક હૅડ્સ તથા ત્વચાની અન્ય અશુદ્ધિઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો યોગ્ય હોય છે. જિલેટનના ઉપયોગથી વધુ દર્દ નથી થતું તથા તેનો ઉપયોગ કરવો પણ સલામત છે. વગર કોઈ ફ્લેવર ધરાવતા જિલેટનનો ઉપયોગ કરો. જિલેટિન પાવડરને પાણીમાં મેળવો અને તરત અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. તે પહેલા કે તે સૂકીને સખત થઈ જાય. સમ્પૂર્ણપણે સુકાયા બાદ તેને કાઢી લો. આપ જોશો કે એક જ પળમાં આપનાં બ્લૅક હૅડ્સ નિકળી જશે. ધ્યાન રહે કે આ ઉપચારને અપનાવ્યા બાદ તે જગ્યાએ આઇસ વૉટર લગાવો કે જેથી રોમ છિદ્રો બંધ થઈ જાય.

ટૂથપેસ્ટ સ્ક્રબ : કોઈ પણ મિંટ ટૂથપેસ્ટ લો (જૅલ કે સફેદ કોઈ પણ) તથા તેમાં મીઠુ મેળવી સ્ક્રબ બનાવો. મીઠાનાં ખુરદરાપણાનાં કારણે એક વારનાં ઉપયોગથી જ બ્લૅક હૅડ્સ નિકળી જશે. તે ઉપરાંત ટૂથપેસ્ટમાં ઉપલબ્ધ મિંટ ઠંડક પહોંચાડે છે કે જેથી નમકની રગડથી વધુ બળતરા ન થાય. સારા પરિણામો માટે અઠવાડિયામાં એક વાર કરો.

ઇંડાની સફેદી : ઇંડાની સફેદી લો તથા તેને ત્યાં સુધી ફેંટો કે જ્યાં સુધી તે ફીણદાર ન થઈ જાય. એક બ્રશની સહાયથી તેને નાક પર લગાવો. તેની ઉપર એક ટિશ્યુ પેપર લગાવો તથા આ ટિશ્યુ પેપરની ઉપર પુનઃ ઇંડાની સફેદી લગાવો કે જેથી તે સખત થઈ જાય. આપનાં દ્વારા સ્વયં તયૈરા કરાયેલી સ્ટ્રિપ તૈયાર છે. બ્લૅક હૅડ્સ કાઢવા માટે તેને ખેંચીને કાઢી લો.

English summary
here are the three best ways to get rid of blackheads at home.
Story first published: Monday, November 7, 2016, 10:11 [IST]
X
Desktop Bottom Promotion