For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શુષ્ક ત્વચા માટે અપનાવો આ ઘરેલુ બ્યૂટી ટિપ્સ

By Karnal Hetalbahen
|

અમારી ઘણી પ્રકારની ત્વચામાંથી, શુષ્ક ત્વચા સૌથી વધુ સમસ્યાગ્રત છે. તેને નિરંતર અને નિયમિત મોઇસ્ચરાઇજિંગની જરૂરત હોય છે, અને સાથે જ મોઇસ્ચરાઝરમાં પર્યાપ્ત તેલ હોવું જોઇએ, તો ત્વચા વાસ્તવમાં ટૂંક સમયમાં સુકાઇ જશે.

આ પ્રકારની ત્વચા પર સાબુનો ઉપયોગ પણ ધ્યાનપૂર્વક કરવો જોઇએ કારણ કે સાબુ ત્વચાને શુષ્ક બનાવી દે છે અને હાઇડ્રેટિંગ ફેસવોશ જ એકમાત્ર વિકલ્પ રહી જાય છે. શુષ્ક ત્વચા શિયાળામાં વધુ સમસ્યાગ્રસ્ત થઇ જાય છે જ્યારે પડ જામવાનો ખતરો હોય છે. ત્વચા સુકી જાય છે અને મૃત સ્તર ઉપરની તરફ આવવા લાગે છે.

શુષ્ક ત્વચા માટે ઉપયુક્ત મોટાભાગના સ્કિન ઉત્પાદન એક જ મોંઘા હોય છે કારણ કે તેમાં સ્ટ્રોગ તેલ અને સૌદર્ય લાભ મુકવામાં આવે છે. એટલા માટે ઘરેલૂ ટિપ્સ અને ઘરેલૂ ઉપચાર તેનો સરળ ઉપાય છે. તે ના ફક્ત ફાયદાકારક હોય છે પરંતુ સરળતાથી ઉપલબ્ધ, વધુ પ્રભાવશાળી અને પછી ફરીથી પ્રયોગ કરવા માટે હોય છે.

1. ક્લીંજિંગ ઓઇલ:

1. ક્લીંજિંગ ઓઇલ:

તેલમાં ક્લીંજિંગ વિશેષતાઓ હોય છે જે શુષ્ક ત્વચા માટે વધુ ફાયદાકારક હોય છે. શુષ્ક ત્વચા પર એરંડીયાનું તેલ લગાવવાથી શિયાળા થનાર નુકસાનથી રાહત મળે છે. ત્રણ ભાગનું ઓલિવ તેલ અને એક ભાગ એરંડીયાના તેલનું મિશ્રણ બનાવીને ચહેરા પર લગાવવાથી પડવાળી ત્વચાની દેખાભાળ કરવામાં મદદ મળે છે. લગાવતાં પહેલાં તેલને ગરમ કરવું વધુ અસરકારક હોય છે. લગાવ્યા બાદ, એક સ્વચ્છ કપડું અથવા રૂમાલ લો અને ગરમ કરી લો. તેને ચહેરા પર રાખો અને ત્વચા પરથી તેલને ચુસાવા દો. તેનાથી ત્વચા નરમ અને મુલાયમ બને છે. કોઇ અન્ય તેલની તુલનામાં એરડીંયાનું તેલ ત્વચાના ત્રણ પડમાં પ્રવેશ કરે છે.

2. હની પેક:

2. હની પેક:

શુષ્ક ત્વચા માટે મધ એક સારું ઉત્પાદ છે. મધ ત્વચાની કરચલીઓ દૂર કરે છે અને તેને રેશમી, મુલાયમ બનાવે છે. ત્વચા પર મધ અને સંતરાના રસનું મિશ્રણ લગાવીને 10 મિનિટ સુધી રાખવું તે સારો ઉપાય છે. ત્યારબાદ પેકને ધોઇ દો.

3. ઇંડાનો પેક:

3. ઇંડાનો પેક:

ઇંડા પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને સ્વસ્થ્ય ત્વચા માટે ઇંડાનું પેક જરૂરી છે. આ પેક બનાવવા માટે, એક ઇંડુ લો અને તેની સફેદીમાંથી જર્દીને અલગ કરો. ત્યારબાદ ઇંડાની જરદી લો અને તેમાં એક ટેબલ સ્પૂર સંતરાનો રસ, એક ટી સ્પૂન એરંડીયાનું તેલ, એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ, થોડું ગુલાબજળ, એક ચમચી મધ અને થોડા ટીપાં તાજા લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને દરરોજ નહાતા પહેલાં લગાવીને ધોઇ શકો છો.

4. ચોકલેટ પેક:

4. ચોકલેટ પેક:

ચોકલેટ એક ડેલિકેસી છે પરંતુ આ એક મિઠાઇ ખૂબ વધુ છે. ત્વચા પર પિગળેલી ચોકલેટ લગાવવાથી ત્વચા નરમ અને કોમળ બને છે અને તેનાથી એક ચમક મળે છે જે સામાન્ય રીતે શુષ્ક ત્વચા ગુમાવી દે છે. ચોકલેટ પેક બનાવવા માટે પાંચ ટેબલસ્પૂન કોકો પાવડર, પાંચ ટેબલસ્પૂન મધ, બે ટેબલસ્પૂન મકાઇનો લોટ અને બે ટેબલસ્પૂન મસળેલું એવોકૈડો લઇને સારી રીતે મિક્સ કરો. આ પેક દરરોજ શુષ્ક ત્વચા પર લગાવો અને અડધો કલાક બાદ નવસેકા પાણી વડે ધોઇ નાખો.

5. બેસન પેક:

5. બેસન પેક:

બેસન શુષ્ક ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સાથે સાથે કરચલીઓ દૂર કરે છે. આ પેકને બનાવવા માટે એક ચમચી હળદર, એક ચમચી મધ અને થોડા દૂધમાં બે મોટી ચમચી બેસન મિક્સ કરો. લીંબૂના થોડા ટપકાં મિક્સ કરીને આ પેકને ચહેરા પર લગાવીને સુકાવવા દો અને પછી ગરમ પાણી વડે ધોઇ દો.

6. મેંગો માસ્ક:

6. મેંગો માસ્ક:

એક પાકેલી કેરી લો અને તેને છોલીને પલ્સ (ગર્ભ)ને અલગ કરી દો. પલ્સને મિક્સરમાં નાખીને મસળી દો. એક ટેબલસ્પૂન પલ્સમાં મધ અને ત્રણ ટેબલસ્પૂન જૈતૂનનું તેલ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને અડધો કલાક બાદ ધોઇ દો. આ ત્વચાને નરમ અને ચમક પુરી પાડશે.

7. ઇંડા અને તેલનું માસ્ક:

7. ઇંડા અને તેલનું માસ્ક:

એક ઇંડુ લો અને તેમાં એક ટીસ્પૂન મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ગુલાબજળ અને થોડા ટપકાં લીંબૂ નાખો. ધ્યાન રાખો આ મિશ્રણ વધુ પતળુ ના થાય. તેને ચહેરા પર લગાવીને સુકાવવા દો. ગરમ પાણી વડે ધોયા બાદ ચહેરા પર દહી લગાવો.

8. કેળાનો માસ્ક:

8. કેળાનો માસ્ક:

બે કેળા છોલો અને મિક્સીમાં નાખીને મિક્સ કરો. તેને ચહેરા પર ફેલાવો અને એક કલાક બાદ પાણી વડે ધોઇ દો.

9. એવોકૈડો માસ્ક:

9. એવોકૈડો માસ્ક:

એક એવોકૈડોનો રસ કાઢેને તેમાં દહી મિક્સ કરો. તેમાં એક ટીસ્પૂન મધ મિક્સ કરો. શુષ્ક ત્વચા પર તેને લગાવો અને થોડીવાર બાદ ધોઇ દો.

10. દહી પેક:

10. દહી પેક:

બે મોટી ચમચી દહી લો અને તેમાં મધ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવીને એક કલાક બાદ ધોઇ દો.

English summary
Most skin products that are suited for dry skin are extremely expensive because they come with fortifying oils and added beauty benefits. Thus, homemade beauty tips and home remedies are the way to go. Not only are they cost effective, but they are also readily available, extremely efficient and reusable.
Story first published: Thursday, January 5, 2017, 10:09 [IST]
X
Desktop Bottom Promotion