For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુંદર ત્વચા પામવા માટે અપનાવો બાબા રામદેવનાં આ નુસ્ખાઓ

By Super Admin
|

દેશનાં જાણીતા યોગ ગુરુ બાબા રામદેવે કહેલી દરેક વાતને લોકો પોતાના જીવનમાં ચોક્કસ સામેલ કરે છે. એવું એટલા માટે, કારણ કે રામદેવ દવાઓ ખાવાના પક્ષમાં નહીં, પણ પોતાની બીમારીને પ્રાકૃતિક અને આયુર્વેદિક પદ્ધતિથી સાજી કરવા પર ભાર મૂકે છે.

આ લેખમાં આજે અમે આપને બાબા રામદેવે બતાવેલા કેટલાક ખૂબ જ સરળ નુસ્કાઓ વિશે જણાવીશું કે જે આપના ચહેરાને સુંદર અને ગોરો બનાવવામાં મદદ કરશે. જોકે બાબા રામદેવે જણાવેલી આ ટિપ્સ કોઇક જાદુઈ સોટીની જેમ તરત કામ નહીં કરે. તેમને કામ કરવામાં અઠવાડિયા-બે અઠવાડિયા અથવા એક મહિનાનો સમય પણ લાગી શકે.

પરંતુ આ નુસ્ખાઓથી હાસલ થયેલ રિઝલ્ટચ લાંબાગાળા સુધી જળવાયેલા રહેશે. તો જો આપ સુંદર બનવા માટે બજારૂ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવા માંગતા હોવ, તો તેના માટે આપે અપનાવવા જોઇએ બાબા રામદેવે બતાવેલા આ નુસ્ખાઓ.

કપાલભાતિ અને પ્રાણાયામ કરો

કપાલભાતિ અને પ્રાણાયામ કરો

આ શ્વાસ લેવાની એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા ફેફસા બિલ્કુલ સ્વચ્છ થઈ જાય છે. તેમાં વધુમાં વધુ ઑક્સીજન અંદર જાય છે અને કાર્બન ડાયઑક્સાઇડ બહાર આવે છે. જો આપ તેને 6 મહિના સુધી કરશો, તો આપની સ્કિનમાં શાઇન આવશે. તેને દિવસમાં 2 વખત 15 મિનિટ માટે જરૂર કરો.

તાજું જ્યુસ પીવો

તાજું જ્યુસ પીવો

બાબા રામદેવ કહે છે કે આપે કોલ્ડડ્રિંક વિગેરે છોડી દરરોજ તાજું જ્યુસ પીવું જોઇએ. તેનાથી આપની સ્કિન ગ્લો કરશે.

પોતાનો ચહેરો રગડો

પોતાનો ચહેરો રગડો

સ્નાન કર્યા બાદ કે સ્નાન કરતી વખતે પોતાના ચહેરાને કોમળ ટૉવેલ વડે 1-2 મિનિટ માટે હળવેથી રગડો. તેનાથી આપની સ્કિન ટાઇટ બનશે અને કોમળ પણ થઈ જશે.

કાયમ સારૂં વિચારો

કાયમ સારૂં વિચારો

પોતાના મગજમાં કાયમ સારા વિચારો લાવો. તેનાથી આપ અંદરથી ખુશ રહેશો અને ચહેરા પર પણ તે વસ્તુ સ્પષ્ટ ઝળકશે.

એલોવેરા મસાજ

એલોવેરા મસાજ

પોતાના ચહેરા, ગળા અને હાથોને એલોવેરાની લોઈથી દિવસ અને રાત્રના સમયે મસાજ કરો. તેનાથી ચહેરા પર એક્સ્ટ્રા શાઇન આવશે.

બેસન પૅક

બેસન પૅક

બાબા રામદેવ પ્રાકૃતિક તથા આયુર્વેદિક પ્રોડક્ટ જ લગાવવાનું સુચવે છે. બેસન ચહેરા માટે ખૂબ જ સારૂં હોય છે. આપ તેનાથી દરરોજ પોતાનો ચહેરો ધોઈ શકો છો કે પછી તેને ગુલાબ જળ સાથે મિક્સ કરો અને ફેસ પૅકની જેમ ચહેરા પર લગાવો. આવું 2 અઠવાડિયા સુધી દરરોજ કરો અને ફરક જુઓ.

લિંબુનો પ્રયોગ

લિંબુનો પ્રયોગ

બાબાજી જણાવે છે કે ચહેરા પર પડેલા ડાઘા, સન ટૅનિંગ તથા પિંપલ્સ વિગેરેને પ્રાકૃતિક રીતે દૂર કરવા માટે લિંબુને દિવસમાં એક વાર ચહેરા પર રગડવું જોઇએ અને પછી હળવા ગરમ પાણીથી ધોઈ નાંખવો જોઇએ.

કાચા દૂધનો પ્રયોગ

કાચા દૂધનો પ્રયોગ

દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચુ દૂધ લગાવીને સુઈ જાઓ. પછી સવારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. તેનાથી આપના ચહેરા પર તરત જ ગ્લો આવશે. દરરોજ આવું કરવાથી ચહેરો ગૌરવર્ણી બનશે.

બહુ પાણી પીવો

બહુ પાણી પીવો

આપે દિવસમાં 3થી 3 લીટર પાણી પીવું જોઇએ. તેનાથી ત્વચા લવચિક (ફ્લેક્સિબલ) બનશે અને અંદરથી શાઇન કરશે.

સારી રીતે ઊંઘો

સારી રીતે ઊંઘો

સૂવાનું એક રૂટીન બનાવો. આપે 8 કલાકની ઊંઘ જરૂરથી લેવી જોઇએ. રામદેવજી કહે છે કે માણસે રાત્રે 10 કે વધુમાં વધુ 11 વાગતા સુધી સુઈ જવું જોઇએ, નહિંતર આંખોની નીચે ડાર્ક સર્કલ્સ પડી જાય છે. સાથે જ સવારે વહેલું ઉઠવું જોઇએ.

English summary
I am going to share the top 10 Baba Ramdev tips for glowing skin. Though his tips and methods may not work like a miracle or produce instant effects, the results are long lasting and permanent for sure.
X
Desktop Bottom Promotion