For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચમકતી ત્વચા માટે અપનાવો આ 20 ટિપ્સ 

By Super Admin
|

સ્વચ્છ અને ચમકતી ત્વચા સામાન્યતઃ દરેક છોકરીનુ સપનું હોય છે. અનેક છોકરીઓની એટલી સ્વચ્છ ત્વચા હોય છે કે સામાન્યતઃ તેમને જોનારાઓ ચોંકી ઉઠે છે. આપ વિચારતા હશો કે તેમને આ ત્વચા વારસામાં જ મળી હશે અને આપ પોતાના વિશે વિચારીને ઉદાસ થઈ જતાં હશો, પરંતુ એવું જરાય પણ નથી. કોઈ પણ છોકરીની ત્વચા ચમકદાર બની શકે છે, પરંતુ જો તેની ઉપર સતત ધ્યાન આપવામાં આવે તો.

એવી ઘણી સ્કિન ટિપ્સ છે કે જેને અપનાવીને સ્વચ્છ, ડાઘા-ધબ્બા રહિત અને ચકમદાર ત્વચા પામી શકાય છે. ટિપ્સમાં ડાયેટ, મૉઇશ્ચરાઇઝિંગ તથા હાઇડ્રેટિંગ વિગેરે સામલ છે. ઘણી છોકરીઓ પાર્લર જઈ ફેશિયલ કરાવી લે છે, પરંતુ સારો ખોરાક લેવા પર ધ્યાન નથી આપતી. તેથી તેમને ચમકદાર ત્વચા નથી મળી શકતી. તેવી જ રીતે જો આપ બજારના સામાનનો પ્રયોગ કરતા હોવ, તો તે થોડાક દિવસ જ પોતાની અસર દાખવશે, પરંતુ પાછળથી તે બિનઅસરકાર થઈ જશે.

સારૂ રહેશે કે જો ચમકદાર ત્વચા પામવી હોય, તો હોમમેડ બ્યુટી પ્રોડક્ટ અપનાવો. આજે અમે આપને બતાવીશું એવી 20 યુક્તિઓ કે જેનાથી આપ ચમકદાર અને ડાઘાથી મુક્ત ત્વચા પામી શકશો. આવો જાણીએ તેના વિશે -

બહુ બધુ પાણી પીવો

બહુ બધુ પાણી પીવો

બહુ બધુ પાણી પીવો અને અંદરથી તરોતાજા રહો. તેનાથી શરીરમાંથી ગંદકી બહાર નિકળે છે અને બૉડીમાં નવા સેલ્સ બને છે.

તાજું જ્યુસ પીવો

તાજું જ્યુસ પીવો

આપે દરરોજ બે ગ્લાસ જૂસ ચોક્કસ પીવું જોઇએ. તેનાથી સ્કિનમાં પોષણ પહોંચશે અને સ્કિન ગ્લો કરશે.

સારી ઊંઘ લો

સારી ઊંઘ લો

જો આપ ઑફિસનાં કામનાં કારણે મોડે સુધી જાગતા હોવ અને સવારે આપની ઊંઘ પૂર્ણ ન થતી હોય, તો તેનાથી આપની સ્કિન પર અસર પડી શકે છે. દિવસમાં ઓછામાં ઓછું 8 કલાક જરૂર સૂવૂ જોઇએ.

લિંબુ

લિંબુ

પોતાના ડાયેટમાં લિંબુનો પ્રયોગ કરો. તેમાં વિટામિન સી રહેલું છે કે જે શરીરમાંથી ગંદકીને દૂર કરે છે. ઇચ્છો તો સલાડમાં લિંબુ નાંખીને ખાવો કે પછી ગરમ પાણીમાં લિંબૂ નિચોડીને પી જાવો.

અખરોટ

અખરોટ

તેમાં ઓમેગા 2 ફૅટી એસિડ રહેલું છે કે જે સ્કિન માટે બહુ સારૂ મનાય છે. આ ઉપરાંત આપ તેના તેલથી પોતાની ત્વચાની મસાજ પણ કરી શકો છે. તેનાથી આપ યુવાન દેખાવા લાગશો.

સંતરા

સંતરા

સંતરા આપની ત્વચાને ચમકાવવામાં બહુ મદદ કરી શકે. તેનું જ્યૂસ પીવો. ઇચ્છો તો સંતરાની છાલને સુકવી તેનું પેસ્ટ બનાવીને લગાવો. તે દરેક રીતે સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરશે.

ગ્રીન ટી

ગ્રીન ટી

આ એક હર્બલ ચા હોય છે કે જે સનબર્નને સારૂં કરી ત્વચા ઉપરથી ડાઘા હટાવી તેને કોમળ બનાવે છે.

માછલી

માછલી

માછલીમાં ઓમેગા-3 રહેલુ છે કે જે સ્કિન માટે અત્યંત જરૂરી વિટામિન હોય છે.

ટામેટા

ટામેટા

તેને નિયમિત ખાવાથી શરીર પર વૃદ્ધાવસ્થા આવવાની ઝડપ ઘટે છે. તે ત્વાને ફ્રી રૅડિકલથી બચાવે છે અને સ્કિનને ચકમદાર બનાવે છે.

બનાના મૉસ્ક

બનાના મૉસ્ક

કેળાને મૅશ કરી તેમાં મધ અને લિંબુના કેટલાક ટિપા મેળવી લો. આ પેસ્ટને ગળા તથા ચહેરા પર લગાવી 15 મિનિટ સુધી રહેવા દીધા બાદ ધોઈ નાંખો. એવું લગભગ અઠવાડિયામાં એક વખત કરવાથી ત્વચામાં ચમક આવી જશે.

ઇંડા

ઇંડા

ઇંડા ખાવાથી માત્ર બૉડી જ નથી બનતી, પણ તે સ્કિન માટે પણ સારા હોય છે. ઇંડાને પોતાના ડાયેટમાં સામેલ કરો અને ચમકદાર ત્વચા પામો.

દાડમ

દાડમ

દાડમમાં એંટીઑક્સીડંટ રહેલા છે કે જે ત્વચામાં થયેલ કોઈ પણ પ્રકારની ઈજા અને ઉઝરડાને ભરવામાં મદદગાર હોય છે. તેને પીવાથી લોહી પણ વધે છે. તેથી ત્વચાને લાલાશ ધરાવતી બનાવવામાં તે સહાયક હોય છે.

દાળ

દાળ

દાળમાં પ્રોટીન હોય છે. તેને ખાવાથી ત્વચાની કોશિકાઓ નવી બને છે અને ત્વચા જમકદાર બને છે.

બટર ફ્રૂટ

બટર ફ્રૂટ

ત્વચામાં ઉષ્મા (નમી) ભરવા માટે આપે બટર ફ્રૂટનું જ્યુસ પીવું જોઇએ. તે ત્વચામાં અંદરથી ચમક લાવે છે.

આઈ ક્રીમ

આઈ ક્રીમ

આંખો નીચે ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે અંડર આઈ ક્રીમ લગાવો. ક્રીમ સારી ક્વૉલિટીની હોવી જોઇએ.

સ્ક્રબ કરો

સ્ક્રબ કરો

ત્વચાને સ્ક્રબર વડે સ્ક્રબ કરવાથી નવી ત્વચા આવે છે અને પુરાના ડાઘા હળવા પડવા લાગે છે. અઠવાડિયામાં 2 વખત સ્ક્રબ કરવું જોઇએ.

મૉઇસ્ચરાઇઝર લગાવો

મૉઇસ્ચરાઇઝર લગાવો

પોતાની ત્વચા પર લગભગ 10 મિનિટ સુધી મૉઇસ્ચરાઇઝર લગાવી મસાજ કરવી જોઇએ. ચહેરા પર ગોળાઈમાં મસાજ કરો.

ફેસિયલ

ફેસિયલ

મહિનામાં 1 કે 2 વખત આપે પોતાના ચહેરાનું ફેસિયલ કરાવવું જોઇએ. જો તેને રેગ્યુલર કરાશે, તો આપની ત્વચા ફ્રેશ, હૅલ્થી અને યંગ દેખાશે.

સનસ્ક્રીન લગાવો

સનસ્ક્રીન લગાવો

જ્યારે પણ આપ કડક તડકામાં બહાર જાવો, તો સનસ્ક્રીન હંમેશા સાથે રાખો. સૂર્યની તીવ્ર કિરણો ત્વચાની રંગતને ખરાબ કરી દે છે.

સનગ્લાસ લગાવો

સનગ્લાસ લગાવો

સૂર્ય કિરણો આંખોની આસપાસની ત્વચાને ખરાબ કરી શકે છે. તેથી તેનાથી બચવા માટે સનગ્લાસ લગાવો

English summary
If you want to get a glowing skin, you need to follow some easy skin care tips. These tips are simple and can be applied without any hassle.Read more at: http://hindi.boldsky.com/beauty/skin-care/2013/20-tips-get-the-glowing-skin/slider-pf6391-003625.html
Story first published: Saturday, October 15, 2016, 19:00 [IST]
X
Desktop Bottom Promotion