Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બીજી વખત લિપસ્ટિક ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
ઘણી મહિલાઓ ફક્ત રંગના આધારે જ લિપસ્ટિક ખરીદે છે જે એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. લિપસ્ટિક ખરીદતા પહેલા દરેક ફિમેલને ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જેથી તેમના હોઠ હંમેશા સ્વસ્થ બન્યા રહે અને તેના પર કોઈ દુષ્પ્રભાવ ના પડે. યોગ્ય લિપસ્ટિકની પસંદગી, હોઠને સ્વસ્થ બનાવી રાખે છે અને ચહેરો પણ સુંદર દેખાય છે. વાંચો લિપસ્ટિક ખરીદતા સમયે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

૧ શેડ્સ –
યોગ્ય શેડ્સની પસંદગી સૌથી મહત્વપૂર્ણ હોય છે. માની લો, તમારો ડ્રેસ લાઇટ કલરનો છે અને તમારી બોડીનો શેડ ડાર્ક છે તો તમારા પર ઘાટ્ટો લાલ કે ઓરેન્જ કલરની લિપસ્ટિક જાડી લાગશે. એવામાં યોગ્ય શેડ એટલે કે નેચરલ કલરની લિપસ્ટિક જ સારી લાગશે.

૨ ફિનિશ –
લિપસ્ટિકમાં ઘણા ફિનિશ હોય છે જેવા કે- મૈટ્ટી ફિનિશ કે ર્સોટિન ફિનિશ વગેરે. આ ફિનિશ લિપ્સને અલગ અલગ લુક આપે છે. જો તમારે લાંબા સમય સુધી લિપસ્ટિકને કેરી કરવી છે તો મૈટ્ટી લિપસ્ટિક બેસ્ટ રહે છે ત્યાં જ ર્સોટન લિપસ્ટિક શાઈન આપે છે.

૩. અંડરટોન –
દરેક રંગમાં પણ ઘણા પ્રકાર અને તેના શેડ્સ હોય છે. જેવા કે - રેડમાં બલ્ડ રેડ, એપ્પ્લ રેડ વગેરે હોય છે જેને તમે એમ જ ના ખરીદી લો. તમારા ડ્રેસ અને તમારી બોડીના ટોનથી મેળવીને જ તેને ખરીદો. તેના ઉપરાંત, કૂલર અને ડાર્કર અંડરટોન પણ હોય છે જેનું વિશેષ ધ્યાન લિપસ્ટિક ખરીદતા સમયે રાખવું જોઈએ.

૪. બ્રાન્ડ-
ક્યારેય પણ સસ્તી કે બ્રાન્ડ વગરની લિપસ્ટિકનો ઉપયોગ ના કરો, તેનાથી હોઠ ફાટી શકે છે કેમકે તેમાં એવા તત્વો નહિ હોય જે હોઠને નમી આપી શકે. બ્રાન્ડની લિપસ્ટિક મોંઘી હોય છે પરંતુ તે લાંબા સમય સુધી ચાલે છે અને તેને લગાવવાથી હોઠ ખરાબ થતા નથી.

૫ ન્યૂડ લિપસ્ટિક –
ન્યૂડ લિપસ્ટિકને ખરીદવી સૌથી ચેલેન્જ ભર્યું કામ હોય છે એટલે તેને ક્યારેય પણ ઓનલાઇન ના લો. આ પ્રકારની લિપસ્ટિકમાં સ્કીન ટોનને વોશ કરવાની ક્ષમતા હોય છે એટલે હમેંશા તેને ટ્રાઈ કર્યા પછી જ લો.