Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ત્વચામાં કસાવ લાવે સ્ટ્રોબેરી અને દ્રાક્ષનો બનેલ ફેસપેક
જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારી ત્વચા લટકવા લાગે છે અને ઢીલી થતી જાય છે કેમકે તે પહેલાની જેમ કોલેજનનું ઉત્પાદન કરી શકતી નથી. કોલેજને મનુષ્યો અને જાનવરોમાં મળી આવનાર એક પ્રોટીન છે જે ત્વચાનું લચીલાપણું બનાવી રાખવા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. ઢીલી અને લટકતી ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવવો ખૂબ મુશ્કેલ હોય છે, વિશેષ રૂપથી ત્યારે જ્યારે તે સમયની પહેલા દેખાવા લાગે છે. જો તમે તેના માટે તૈયાર ના હોય તો આ સમસ્યાથી તમને માનસિક તણાવ પણ થઈ શકે છે.
જો તમે પહેલાથી જ ત્વચાનું ધ્યાન રાખો તો લાઈન્સ, કરચલીઓ અને લટકી પડેલ ત્વચાની સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. તમારે વધતી ઉંમરના લક્ષણને દૂર રાખવા માટે ખૂબ વધારે પૈસા ખર્ચ કરવાની આવશ્યકતા નથી. એન્ટી એન્જિગ ટેકનિક ખૂબ મોંઘી હોઈ શકે છે.
પરંતુ સૌભાગ્ય દ્વારા તેના ઘણાં પ્રાકૃતિક અને સસ્તા ઉપાય પણ ઉપલબ્ધ છે. ત્વચાના સંબંધી બધી સમસ્યાઓનો ઉપાય પ્રકૃતિની પાસે છે પરંતુ તો પણ આપણે કઠોર કેમિકલ્સનો સહારો લઇએ છીએ.
આજ અમે તમને બધા પ્રાકૃતિક પદાર્થોથી બનાવેલા એક ફેસપેક વિશે જણાવીશું જે તમારા ચહેરાની ત્વચા પર ટાઇટનેસ લાવે છે. તેના માટે તમારે કેમિકલ્સનો સહારો લેવા કે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.
સામગ્રી:
લાલ દ્રાક્ષ
સ્ટ્રોબેરી
દહી
વિધિ અને ઉપયોગ:
થોડી લાલ દ્રાક્ષ અને સ્ટ્રોબરીને લો તથા ચમચીની મદદથી તેને સારી રીતે મસળી લો જેથી તેમાં કોઈ ગાંઠ ના રહી જાય. આ મિશ્રણમાં એક કપ દહી મેળવો. તે એક સ્મુધીની જેમ દેખાશે. ચમકદાર ત્વચા તથા એકસ્ફોલિએશનના માટે તમે તેમાં મધ પણ મેળવી શકો છો.