For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડાર્ક અંડરઆર્મ્સમાંથી છુટકારો પામવા લગાવો બટાકા

જો બટાકાનાં રસ સાથે લિંબુ, કાકડી અને થોડીક હળદર મેળવી પેસ્ટ બનાવી લગાવવામાં આવે, તો સમજો કે આપનાં કાળા અંડરઆર્મ્સની સમસ્યા થોડાક જ દિવસોમાં ગાયબ થઈ જશે.

By Lekhaka
|

જો બટાકાનાં રસ સાથે લિંબુ, કાકડી અને થોડીક હળદર મેળવી પેસ્ટ બનાવી લગાવવામાં આવે, તો સમજો કે આપનાં કાળા અંડરઆર્મ્સની સમસ્યા થોડાક જ દિવસોમાં ગાયબ થઈ જશે.

શરીરનાં કેટલાક એવા ભાગો હોય છે કે જે વારંવાર રગડાતાં પોતાની મેળે જ કાળા પડી જાય છે. તેમાંનો એક ભાજ છે આપનાં અંડરઆર્મ્સ. અંડરઆર્મ્સ જો કાળા હોય, તો સ્લીવલેસ કપડાં પહેરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે.

પરંતુ ચિંતા ન કરો, કારણ કે આજે અમે આપને એક એવું પ્રાકૃતિક બ્લીચ બનાવતા શિખવાડીશું કે જેનાથી આપ ઘરે જ પોતાનાં કાળા અંડરઆર્મ્સમાંથી છુટકારો પામી શકો છો.

બટાકાનો રસ આ બાબતમાં નંબર વન સાબિત થાય છે. જો બટાકાનાં રસ સાથે લિંબુ, કાકડી અને થોડીક હળદર મેળવી પેસ્ટ બનાવી લગાવવામાં આવે, તો સમજો કે આપનાં કાળા અંડરઆર્મ્સની સમસ્યા થોડાક દિવસોમાં ગાયબ થઈ જશે.

આવો જાણીએ આ ઘરગથ્થુ નુસ્ખાને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે :

સ્ટેપ 1

સ્ટેપ 1

એક વાટકો લો અને તેમાં એક મોટુ બટાકુ છોલીને-ઘસીને નાંખો. પછી આ બટાકાને પીસીની પેસ્ટ બનાવી લો. પછી એક કપડામાં આ પેસ્ટ નાંખો અને તેનો રસ કાઢી લો. આ બટાકાનો રસ પ્રાકૃતિક બ્લીચની જેમ કામ કરશે અને અંડરઆર્મ્સનાં કાળાપણાને મટાડી દેશે.

સ્ટેપ 2

સ્ટેપ 2

હવે આ બટાકાનાં રસમાં લિંબુનાં પાંચ પીટા નાંખો અને મિક્સ કરો. લિંબુમાં વિટામિન સી હોય છે. સાથે જ તેમાં સિટ્રસ એસિડ પણ હોય છે કે જેનાથી ડેડ સ્કિન નિકળી જાય છે અને કરચલીઓ પણ દૂર થાય છે.

સ્ટેપ 3

સ્ટેપ 3

આ મિશ્રણમાં ચપટી ભર હળદર મેળવવાનું ન ભૂલો. હળદરથી અંડરઆર્મ્સમાં અત્યધિક પરસેવો આવવાનો બંધ થઈ જાય છે. સાથે જ તેનાથી કોઈ પણ પ્રકારનું ચેપ હોય, તો તે પણ દૂર થઈ જાય છે.

સ્ટેપ 4

સ્ટેપ 4

હવે આ જ મિશ્રણ સાથે એક કાકડીનો નાનો ટુકડો ઘસીને તેનુ જ્યુસ કાઢી મેળવી લો. હવે આ મિશ્રણ થોડુંક પેસ્ટ જેવું બની જશે. કાકડીનાં રસથી આપનાં અંડરઆર્મ્સમાંથી દુર્ગંધ નહીં આવે. તેનો રસ માત્ર એક ચમચી જ મેળવવાનો છે.

સ્ટેપ 5

સ્ટેપ 5

હવે પોતાનાં અંડરઆર્મ્સને સાદા પાણીથી ધોઈ લો અથવા તો પછી હળવોક સાબુ પણ લગાવી શકો છો. પછી તેને લૂછી લો.

સ્ટેપ 6

સ્ટેપ 6

હવે આપે જે મિશ્રણ બનાવ્યુ હતું, તેમાં નાનકડી રૂ ડુબાડો અને તેને પોતાનાં અંડરઆર્મ્સ પર લગાવો. આ રસને 15-20 મિનિટ સુધી લગાવતા રહો અને પછી એક તુવાલને ગરમ પાણીમાં ડુબાડી તેનાથી અંડરઆર્મ્સ લૂછી લો.

સ્ટેપ 7

સ્ટેપ 7

હવે અંડરઆર્મ્સને સમ્પૂર્ણપણે સુકાઈ જવા દો અને પછી તેની પર ગુલાબ જળ લગાવી લો. ગુલાબ જળથી તે એરિયા ટોન થઈ જશે અને ત્વચા કોમળ બની જશે.

સ્ટેપ 8

સ્ટેપ 8

આપ જેટલું શક્ય હોય, તેટલું ડિયોથી દૂર રહો. જો આપને બહુ વધારે પરસેવો આવતો હોય, તો આપ કૉર્ન સ્ટાર્ચ લગાવી શકો છો. તેનાથી તે એરિયા સૂકો રહેશે અને તેમાંથી દુર્ગંધ નહીં આવે.

નિષ્કર્ષ

નિષ્કર્ષ

જો આપનાં અંડરઆર્મ્સ પર કોઈ તાજો ઘા કે દાણા હોય, તો બટાકાનું આ માસ્ક લગાવવાથી બચો. જો બધુ ઠીકઠાક હોય, તો આ મૉસ્કને કેટલાક મહીનાઓ સુધી દરરોજ પોતાનાં અંડરઆર્મ્સ પર લગાવો.

English summary
Des0Try this potato mask for dark underarms and bid adieu to the pigmentation on underarms, once and for all.
Story first published: Monday, December 19, 2016, 10:34 [IST]
X
Desktop Bottom Promotion