હનીમૂન માટે બ્રાઇડની મેકપઅપ કિટમાં જરૂરી હોવી જોઇએ આ આયટમો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

લગ્ન અને લગ્નની વિધિઓ સાથે જોડાયેલી દરેક ફીલિંગ સ્પેશિયલ હોય છે. બરાબર એવી જ રીતે લાસ્ટ બટ નૉટ લિસ્ટ 'હનીમૂન' પણ દરેક ન્યૂલી મૅરેડ કપલની મેમોરેબલ ટ્રિપ હોય છે. જ્યાં તેમને તક મળે છે એક-બીજાની વધુ જાણવાની.

તેવામાં આ ટ્રિપ માટે ખાસ સ્થળનીપસંદગી અને ત્યાંના સ્પેશિયલ પ્લાનિંગની સાથે-સાથે જરૂરી હોય છે આપનો પરફેક્ટ લુક કે જે પાર્ટનર સાથે નિકટતાઓ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી તે કહેવામાં આવે છે કે લગ્નનું શોપિંગ હનીમૂનનાં શોપિંગ વગર અધૂરૂં છે.

સાથે જ હનીમૂન જેવી યાદગાર ટ્રિપ માટે આપ એક બાજુ ડિફરંટ ડ્રેસિસ પર ભાર મૂકો છો, તો બીજી બાજુ પોતાની મેકઅપ કિટને ઇગ્નોર ન કરો, કારણ કે તેના વગર આપનો પરફેક્ટ રોમાંટિક લુક અધૂરૂ જ રહી જશે.

તેથી આજે અમે આપના માટે અહીં મેકઅપ સાથે જોડાયેલી એક એવી યાદી તૈયાર કરી છે કે જે આપની હનીમૂન જેવી લાઇફટાઇમ મોમેંટને વધુ વિશેષ બનાવી દેશે.

પરફ્યૂમ (અત્તર)

પરફ્યૂમ (અત્તર)

જે રીતે કોઈ પણ ખાસ પળને વધુ યાદગાર બનાવવા માટે સુગંધ અને અરોમા ખાસ ઇફેક્ટ આપે છે. તેવી જ રીતે આ રોમાંટિક ટ્રિપ પર એક-બીજાને મોહિત કરવામાં સૌથી મોટી ભૂમિકા હોય છે આપનાં પરફ્યૂમની. તેથી હનીમૂન માટે મનપસંદ પરફ્યૂમ્સ પૅક કરવાનું ન ભૂલો. જ્યાં સુધી શક્ય હોય, તો એક નાનું પૅક પોતાનાં પર્સમાં રાખો કે જેથી જરૂર પડ્યે આપ તરત તેનો ઉપયોગ કરી શકો. આપ ઇચ્છો તો દરરોજ માટે અલગ-અલગ પરફ્યૂમ પણ ટ્રાય કરી શકો છો.

લોશન અને મૉઇશ્ચરાઇઝર

લોશન અને મૉઇશ્ચરાઇઝર

દરેક ટ્રિપની જેમ આ ખાસ ટ્રિપ પર પણ સ્કિનને ઇગ્નોર ન કરો, કારણ કે જો ત્વચા રફ હશે, તો આપ કૉન્ફિડંટ નહીં અનુભવી શકો. તેથી કોશિશ કરો કે કેટલાક હૅંડી લોશન્સ અને ક્રીમ્સ પર્સમાં જ રાખો.

સનસ્ક્રીન અને સનબ્લૉક ક્રીમ

સનસ્ક્રીન અને સનબ્લૉક ક્રીમ

સામાન પૅક કરતી વખતે ધ્યાન રાખો કે આપ હરવા-ફરવા જઈ રહ્યાં છો. તેથી કેટલાક સ્થળો પર સનનાં ડાયરેક્ટ કૉંટૅક્ટમાં પણ આવી શકો છો. તેથી પ્રી બ્રાઇડલ સિંટિંગ્સ દરમિયાન ચમકદાર સ્કિન અને ગ્લોને સૂર્યથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ન ભૂલો.

લિપસ્ટિક

લિપસ્ટિક

ટ્રિપ દરમિયાન દરેક નવા લુકને આકર્ષક અને કમ્પ્લીટ લુક આપે છે લિપ કલર્સ એટલે કે લિપસ્ટિક. તેથી જ્યાં સુધી શક્ય હોય, તો ડ્રેસિસ સાથે મૅચિંગ લિપસ્ટિક રાખવાનું ન ભૂલો.

નેઇલ પેઇંટ અને રિમૂવર

નેઇલ પેઇંટ અને રિમૂવર

જે રીતે આપ ડ્રેસની સાથે લિપ કલર્સ બદલો છો, બરાબર એવી જ રીતે નેઇલ પિએંટ્સનું શેડ્સ પણ બદલીને વધુ ટ્રેંડી દેખાઈ શકો છો. ડ્રેસ અને જ્વૅલરી સાથે મૅચિંગ નેઇલ પેઇંટ લગાવવા માટે આપ રિમૂવર રાખવાનું ન ભૂલો, કારણ કે તેની મદદ વગર નેઇલ પેઇંટ બદલવું ઇમપૉસિબલ છે.

કૉમ્પૅક્ટ

કૉમ્પૅક્ટ

આપનાં પાર્ટનરનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે મેકઅપ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી હનીમૂન જેવી ટ્રિપ પર મેકઅપની બેઝિક વસ્તુઓ લઈ જવાનું ન ભૂલો; જેમ કે કૉમ્પૅક્ટ, બ્રોંઝર અને ઇલ્યુમિનિટેર વગેરે.

વેટ વાઇપ્સ અને ટિશ્યુ

વેટ વાઇપ્સ અને ટિશ્યુ

દરેક ટ્રિપની જેમ આ ખાસ ટ્રિપ પર વેટ વાઇપ્સ અને ટિશ્યૂઝને યાદ કરીને મૂકી લો, કારણ કે માત્ર મેકઅપમાં જ નહીં, પણ આખા ટ્રાવેલિંગ દરમિયાન ઘણા કેસિસમાં કામ આવી શકે છે.

ફેસ ક્લેંઝર ટોનર

ફેસ ક્લેંઝર ટોનર

એ બરાબર છે કે આપ હનીમૂન પર બહુ વ્યસ્ત છો, પરંતુ દિવસનાં અંતે સ્કિનનું ધ્યાન રાખવું પણ આપની જ જવાબદારી છે, કારણ કે સ્કિનની બાબતમાં થોડીક પણ બેદરકારી આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી કોશિશ કરો કે રાત્રે સ્કિનને ક્લેંઝર, ટોનર અને મૉઇશ્ચરાઇઝ કરવામાં આવે.

કાજળ

કાજળ

હનીમૂન જેવી મેમોરેબલ ટ્રિપ પર ઘણી બધી ફીલિંગ્સ આપની આંખો વડે જાહેર થઈ જાય છે. તેથી આંખોને વધુ કૅચી અને ઍટ્રૅક્ટિવ બનાવવા માટે કાજળ તથા આઈ લાઇનર જરૂર રાખો. આ ઉપરાંત આપ ઇચ્છો, તો ડ્રેસ મુજબ આઈ શોડોઝ પણ રાખી શકો છો.

ઓરલ કૅર પ્રોડક્ટ્સ

ઓરલ કૅર પ્રોડક્ટ્સ

આ સ્પેશિયલ ટ્રિપ પર પોતાને આકર્ષક દાખવવા માટે માત્ર મેકપઅ જેવી બાહ્ય વસ્તુઓથી જ કામ નહીં ચાલે. પાર્ટનરને પોતાની તરફઆકર્ષવા આપે પોતાના ઓરલ હેલ્થ ઉપર પણ ધ્યાન આપવું પડશે, કારણ કે જો મેકઅપ સારૂં હોય અને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, તો સારો એવો મૂડ પણ ખરાબ થઈ જશે. એવી પરિસ્થિતિમાંથી બચવામાટે ટૂથપેસ્ટ, ડેંટલ ફ્લૉસ, ટંગ સ્ક્રેપર અને માઉથવૉશ જેવી ઓરલ કૅર પ્રોડક્ટ્સ આપની ઘણી મદદ કરી શકે છે.

English summary
Here is an ideal guide on how to pack your honeymoon makeup kit, so that you look attractive and irresistible all through the trip.
Story first published: Wednesday, July 5, 2017, 12:45 [IST]