For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પપૈયાની લાજવાબ બ્યુટી ટિપ્સ

By Lekhaka
|

પપૈયું એક ટ્રાપિકલ ફળ છે કે જેના ઘણા ઉપયોગો છે. તેને આપ એકલું પણ ખાઈ શકો કે પછી સલાડ, આઇસક્રીમ તેમજ સાલસામાં મેળવીને પણ ખાઈ શકો છો. સાથે જ તેનો ઉપયોગ હૅર તેમજ સ્કિન કૅર પ્રોડક્ટનાં ઘટક તરીકે પણ કરી શકાય છે, પરંતુ જો આપ પપૈયાથી સુંદર દેખાવા માંગો છો, તો આપે તેને પ્રોસેસ્ટ તરીકે ઉપયોગ કરવાનાં સ્થાને સીધા પપૈયાનો ઉપયોગ કરવાનો રહેશે. આવો, અમે આપને પપૈયાની કેટલીક બ્યુટી ટિપ્સ વિશે જણાવીએ :

1. ચહેરા પર પપૈયાનો ઉપયોગ : એનસાઇક્લોપીડિયા મુજબ પપૈયામાં બીટા હાઇડ્રૉક્સિલ એસિડ નામનું રસાયણ હોય છે કે જેને બીએચએએ પણ કહે છે. બીએચએએ એક્સફોલિયંટનું કામ કરે છે એટલે કે તેમાં ત્વચાના ઉપલડા પડને હટાવવાની ક્ષમતા હોય છે કે જેથી તાજી ત્વચા વધુ મુલાયમ અને ચિકણી થાય છે. સાથે જ આ ફળ બીએચએએ વડે ત્વચાની ગંદકી તેમજ તેલને દૂર કરે છે કે જે ખીલના મુખ્ય કારણો હોય છે.

જો આપ ચહેરાને કોમળ બનાવવા માંગો છો, તો પપૈયાનું એક પાતળુ પડ લગાવો અને ધોતા પહેલા થોડાક મિનિટ માટે તેને થોડી દો. પપૈયામાં રહેલું બીએચએએ બીજા એક્સફોલિયંટ; જેમ કે અલ્ફા હાઇડ્રૉક્સિલ એસિડ કરતા ઓછી ખંજવાળપેદા કરે છે. જોકે કેટલાક લોકોમાં પપૈયાથી એલર્જી પણ હોય છે. તેથી થોડીક સાવચેતી વર્તો, કારણ કે તે ત્વચાને સૂર્યની રોશની પ્રત્યે વધુ સંવેદનશીલ કરી દે છે.

2. ત્વચા પર પપૈયાનો ઉપયોગ : કેટલાક લોકોને અસમાન પિગ્મેંટેશનની સમસ્યા હોય છે. ખાસકરીને ત્યારે કે જ્યારે તેમની ઉંમર થઈ જાય છે. હકીકતમાં ત્વચા પર કાળા ધબ્બા બની જાય છે કે જેના ઇલાજ માટે આપે આપનાં ત્વચા રોગ નિષ્ણાત સાથે પરામર્શ કરવો પડે છે. આ ઉપરાંત મૅરી ક્લેર મૅગેઝીનની માનીએ, તો જે લોકો ત્વચા પર કાળા ધબ્બાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, તેઓ ઘરે જ પપૈયાનું ફેસિયલ મૉસ્ક તૈયાર કરી શકે છે. આ ફેસિયલ મૉસ્ક તૈયાર કરવું માત્ર આસાન જ નથી, પણ સોંઘુ પણ છો. બે ચમચી મધ તથા અડધું કપ પીસેલું પપૈયુ મેળવી આપ ફેસિયલ મૉસ્ક તૈયાર કરી શકો છો. ચહેરા પર આ મિશ્રણનું પાતળું પડ લગાવો અને 15-20 મિનિટ માટે છોડી દો. તેના પછી ચહેરો ગરમ પાણીથી ધોઈ લો. આપ ઇચ્છો, તે તે પછી પોતાનું મૉઇશ્ચરાઇઝર પણ લગાવી શકો છો.

3. સ્વસ્થ રહેવા માટે પપૈયું : સુંદર દેખાવા માટે બાહ્ય ટ્રીટમેંટની સાથે-સાથે આપનું સમ્પૂર્ણ આરોગ્ય પણ સારૂં હોવું જોઇએ. શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિનું સ્કિન ટોન સારૂં હોય છે અને બીમાર થવા છતાં પએ તેમની ઊર્જા તેમને જીવંત બનાવી રાખે છે. પપૈયામાં મહત્વનાં પૌષ્ટિક તત્વો હોય છે અને તેનાથી આપને સ્વસ્થ રહેવામાં મદદ મળશે. યુનિવર્સિટી ઑફ મૅરીલૅન્ડ સેંટર મુજબ પપૈયું એક એવું ફળ છે કેજેમાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. આ વિટામિન સી એક શક્તિશાળી એન્ટી-ઑક્સીડંટનું કામ કરે છે કે જે ફ્રી રેડિકલ્સથી ત્વચાને થતાં નુકસાનને ઓછું કરે છે.તેનાથી એજિંગની સમસ્યા નથી થતી. સાથે જ વિટામિન સી સાંધાનો દુઃખાવો, હૃદય રોગ તથા અહીં સુધી કે કૅંસરને પણ રોકે છે.

એવી ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ છે કે જેમને બનાવવામાં પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. એવી પ્રોડક્ટ્સ આપને હૅલ્થ સ્ટોરની સાથે-સાથે કિરાણાની દુકાને પણ જોવા મળી જશે. જો આપની પાસે એટલો સમય નથી કે આપ આ ફળ વડે મિશ્રણ તૈયાર કરી શકો, તો આપ બજારમાંથી પપૈયું ધરાવતી બ્યુટી પ્રોડક્ટ પણ ખરીદી શકો છો.

English summary
Papaya is a tropical fruit which has several uses. It can be eaten alone or can be mixed into salads, ice cream, smoothies and salsas. It can also be used as an ingredient of both hair and skin care products.
Story first published: Monday, December 12, 2016, 12:00 [IST]
X
Desktop Bottom Promotion