For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરે જ બનાવી શકો છો આ ક્લે મૉસ્ક, ચહેરો બનશે ચમકદાર

By Lekhaka
|

આપને કદાચ ખબર નહીં હોય કે ક્લે મૉસ્ક લગાવવાથી આપની સુંદરતા ચાર ગણી વધી શકે છે. ક્લે મૉસ્કમાં એવા ગુણો હોયછે કેજે ત્વચાને નિખારવામાં મદદ કરે છે.

આપ ધારો, તો ઘરે જ બહુ આરામથી ક્લે મૉસ્ક તૈયાર કરી શકો છો. પાર્લર અને સૅલૂનમાં ક્લે મૉસ્ક ખૂબ મોંઘા હોય છે, કારણ કે આ સુંદરતા પામવાના પ્રાકૃતિક નુસ્ખાઓ છે અને પ્રકૃતિની દરેક વસ્તુ અણમોલ છે. તેથી સૅલૂનમાં આપને આ ટ્રીટમેંટ થોડીક મોંઘી પડી શકે છે.

 ઘરે જ બનાવી શકો છો આ ક્લે મૉસ્ક, ચહેરો બનશે ચમકદાર

તેનાં સ્થાને આપ ઘરે જ સસ્તામાં ક્લે મૉસ્ક તૈયાર કરી શકો છો. જો આપને લાગે છે કે ક્લે મૉસ્ક લગાવી આપ અભદ્ર દેખાશો, તો આપ તેને પોતાનાં રૂમમાં એકલા પણ લગાવી શકો છો. ક્લે મૉસ્ક આપની ત્વચાને નિશ્ચિત જ સુંદર અને યુવાન દેખાવામાં મદદ કરશે.

આજે અમે આપને ક્લે મૉસ્કની ખાસત્રણ વિધિઓ વિશે બતાવીશું કે જેમને આપ બહુ આરામથી ઘરે જ બનાવી શકો છો.

1. મુલ્તાની માટી ફેસ મૉસ્ક

જો આપનાં ચહેરા પર ખીલ અને ડાઘા-ધબ્બા છે, તો આપે મુલ્તાની માટીનું ફેસ મૉસ્ક લગાવવું જોઇએ. આપ ઇચ્છો, તો ઘરેજ દરરોજ મુલ્તાની માટીનું આ ફેસ મૉસ્ક લગાવી શકો છો.

કેવી રીતે બનાવશો ?

* એક વાટકી

* બે ચમચી મુલ્તાની માટી

* એક ચમચી ચંદન પાવડર

* એક ચમચી મધ

* બે ચમચી ગુલાબ જળ

* બે ચમચી વિટામિન ઈ ઑયલ

-મુલ્તાની માટીનું આ ફેસ મૉસ્ક બનાવ્યા બાદ તરત જ તેનો પ્રયોગ કરી લો.

એક વાટીમાં બે ચમચી મુલ્તાની માટી, એક ચમચી ચંદન પાવડર, એક ચમચી મધ અને બેચમચી ગુલાબ જળ નાંખો અને તેને સારી રીતે મિક્સ કરી લો. જો આપને આ પેસ્ટ ગાઢું લાગી રહ્યું છે, તો આપ જરૂરિયાત મુજબ તેમાં ગુલાબ જળ નાંખી શકો છો અને જો તે બહુ પાતળું થઈ ગયું હોય, તો આપતેમાં જરૂરિયાત મુજબ ચંદન પાવડર નાંખી શકો છો.

-ફેસ મૉસ્ક બનીને તૈયાર છે. હવેઆપ તેને બ્રશની મદદથી હાથ અને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ સુધી આ મૉસ્કને ત્વચા પર લાગેલું રહેવાદો.

-જ્યારે મુલ્તાની માટી સુકાઈ જાય,તો તેનાં પર વિટામિન ઈ ઑયલથી મસાજ કરો. આ ઑયલથી મુલ્તાની માટી હટી જશે.

-હવે પાણીથી ચહેરો ધોઈ લો.

2. ગ્રીન ટી, બેંટોનાઇટ, કૉકોનટ ઑયલ અને એલોવેરા જૅલ

આ તમામ વસ્તુઓ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદકરે છે. જો આપનીત્વચા થાકપૂર્ણ અને નિષ્પ્રાણ જેવી થઈ ગઈ હોય,તો આપે બેંટોનાઇટ ક્લે મૉસ્ક લગાવવું જોઇએ. તે આપની ત્વચાને ડિટૉક્સીફાઈ કરે છે અને ત્વચામાં મોજૂદ ધૂળ-માટી તથા પ્રદૂષણોનાં કણોને સાફકરે છે. તેનાંથી ચહેરાની ચમક પણ વધે છે. મહિનામાં બે વારઆપ આ બેંટોનાઇટ ક્લે મૉસ્ક લગાવી શકો છો.

કેવી રીતે બનાવશો ?

* એક નાનું કપ સ્ટ્રૉંગ કોલ્ડ ગ્રીન ટી (ટી બૅગ સાથે)

* 2 ચમચી ઓગળેલું નારિયેળતેલ

* એક ચતુર્થાંશ કપ બેંટોનાઇટ ક્લે પાવડર

* એક્ટિવ ચારકોલનાં 8 કૅપ્સૂલ

* એક ચમચી એલોવેરા જૅલ

* બે ટીપા ટી ટ્રી ઑયલ

* ફૂદીનાનાં તેલનાં બે ટીપાં

* યૂકેલિપ્ટસ ઑયલનાં બે ટીપાં

* એક નાની વાટકી

-સૌપ્રથમ વાટકીમાં બેંટોનાઇટ ક્લે પાવડર નાંખો. તેના પ્રમાણનું ખાસ ધ્યાન રાખો, નહિંતર તે આપની ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે.

-બેંટોનાઇટ ક્લે પાવડર નાંખ્યા બાદ હવેતેમાં એલોવેરા જૅલ, નારિયેળતેલ અને બાકીનાં ઑયલ્સ નાંખી મિક્સકરો.

-હવે ચારકોલનાં કૅપ્સૂલને વચ્ચેથી કાપી તેનું પાવડર આ મિશ્રણમાં મેળવો.

-હવે આ મિશ્રણમાં ચમચીની મદદથી ગ્રીન ટી નાંખો. ગ્રીનટી પર જ આપનાં બેંટોનાઇડ ક્લે મૉસ્કનું ગાઢુપણું નિર્ભર કરે છે.

-તમામ વસ્તુઓને સારી રીતે મિક્સકરી લો.

-હવે આ મિશ્રણને ઠંડુ થવા માટે એક કલાક સુધી રેફ્રિજરેટરમાં મૂકી દો. ઠંડા બેંટોનાઇટ ક્લે મૉસ્કથી આપની ત્વચા રેજુનવેટ થઈ જશે.

-હવે હળવા હુંફાળા પાણીથી ચહેરો ધોઈ સુકાવી લો. હવેઆ ફેસ મૉસ્ક ચહેરા પર લગાવો.

-20 મિનિટ સુધી આ મૉસ્ક ચહેરા પર લગાવો અને પછી પાણીથી ચહેરો ધોઈ નાંખો.

3. ફ્રેંચ ગ્રીન ક્લે ફેસ મૉસ્ક

જો આપ ચમકદાર અને ગોરી ત્વચાની આકાંક્ષા ધરાવતા હોવ, તો આપેઆ ફ્રેંચ ગ્રીન ક્લે મૉસ્ક જરૂર લગાવવું જોઇએ.

કેવી રીતે બનાવશો ?

* એક ચમચી હુંફાળુ પાણી

* એક નાની વાટકી

* એક ચતુર્થાંશ ચમચી કાચું મધ

* એકચમચી ફ્રેંચ ગ્રીન ક્લે

* બેચમચી સી બક્ટહૉર્ન ઑયલ

* લવંડર એસેંશિયલ ઑયલનું એક ટીપું

* એક કાચુ ઇંડુ

-એક વાટકીમાં મધ નાંખી તેને ફેંટો. જ્યારે મધ થોડુંક પાતળું થઈ જાય, ત્યારેતેમાં ફ્રેંચ ગ્રીન ક્લે મેળવો. મધ અને ક્લે મેળવવાથી એક ગાઢુ પેસ્ટ બનશે.

-તેમાં સી બક્ટહૉર્ન ઑયલ અને લવંડર એસેંશિયલ ઑયલ નાંખો.

-હવે આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.

-ચહેરાઅને હાથો પરઆ ક્લે મૉસ્કલગાવોઅને તે સુકાઈ જતાં હળવા હુંફાળા પાણીથી તેને સાફ કરી લો.

English summary
Check out these recipes of mud masks that you can make at home without any fuss and apply on the skin to make it smooth and soft.
Story first published: Monday, July 24, 2017, 10:24 [IST]
X
Desktop Bottom Promotion