For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાઈટકેરથી દૂર થઈ શકે છે એજિંગની સમસ્યા

By Lekhaka
|

એજિંગ ખૂબ સામાન્ય પ્રક્રિયા છે અને તમારે તેનો સામનો ખૂબ જ શાન રીતે કરવો જોઈએ. તેનાથી ડરવાની જરૂર નથી. પરંતુ પરિપક્વ ત્વચા માટે તમારે રાત્રે સૂતી વખતે તેની તરફ વધુ ધ્યાન આપવું જોઈએ જેથી તે સારી બની રહે.

વિશેષજ્ઞોના અનુસાર ૨૫ વર્ષની ઉંમરથી જ એજીંગના લક્ષણ દેખાવાનો પ્રારંભ થઈ જાય છે જો કે તે જરૂરી નથી. એટલે જરૂરી છે કે ૨૫ વર્ષની ઉંમર પછી તમે તમારી ત્વચાની દેખભાળ શરૂ કરી દો.

તમે જેટલી જલદી તમારી ત્વચાની દેખભાળ શરૂ કરશો, એજિંગના લક્ષણ એટલા જ મોડા દેખાશે. એટલે અહી અમે તમને જણાવી રહ્યા છીએ કે પરિપક્વ ત્વચાને સારી બનાવી રાખવા માટે દરરોજ રાત્રે શું કરવું જોઈએ. દિવસમાં બે વખત ત્વચાની દેખભાળ કરો અને તમારી ત્વચા હમેંશા સારી રહેશે.

૧. સફાઈ

૧. સફાઈ

તમારી ત્વાચા મુજબ ક્લીન્ઝરનો ઉપયોગ કરીને ચહેરો ધોવો જેથી ચહેરા પર કોઈ માટી કે તેલ ના રહી જાય. તેનાથી તમારી ત્વચા ચોખ્ખી રહેશે, રોમ છિદ્ર પણ બંધ નહી થાય અને ખીલની સમસ્યા પણ નહી થાય.

૨. ટોન:

૨. ટોન:

જ્યાં સુધી મહિલાઓ એક સારા ટોનરનો ઉપયોગ કરતી નથી ત્યાં સુધી તે તેનું મહત્વ સમજતી નથી. વધુમાં, ધ્યાન રાખો કે હંમેશા સારી બ્રાન્ડનું જ ટોનર ખરીદો, એવા ટોનરને પસંદ કરો જેના વિશે લોકોની સલાહ સારી હોય. ટોનરથી રોમ છિદ્રોનો આકાર ઘટી જાય છે અને ચહેરો ધોયા પછી ટોનર લગાવવાથી ચહેરાનું પીએચ લેવલ પણ પાછું આવી જાય છે.

૩. આઇક્રીમ:

૩. આઇક્રીમ:

ત્યારબાદ આંખોની ક્રીમ લગાવો. આંખોની નીચેની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે. તેથી, તેના માટે વધુ પડતી સારસંભાળ અને હાઈડ્રેશનની જરૂરીયાત હોય છે. આ જ કારણ છે કે આંખો માટે ક્રીમની આવશ્યકતા હોય છે. આંખોના નીચેના ભાગ પર ક્રીમથી માલિશ કરો અને તેને ત્વચામાં શોષિત થવા દો.

૪. સીરમ:

૪. સીરમ:

જો તમારી ત્વચા પરિપક્વ છે અને એજિંગના લક્ષણ દેખાવા લાગ્યા છે તો તમારે નિશ્ચિતરૂપથી સીરમની જરૂરીયાત છે. સીરમ લગાવવાથી મોઈશ્ચરાઈઝર ત્વચામાં ગહેરાઈથી શોષાઈ જાય છે. જો તમે કરી શકો છો તો એન્ટી એજીંગ સીરમનો ઉપયો કરો.

૫. મોશ્ચરાઈઝર:

૫. મોશ્ચરાઈઝર:

બધા જ પ્રકારની ત્વચાને મોશ્ચરાઈઝરની જરૂર હોય છે. અને જ્યારે એક વખત તમારી ત્વચાની ઉંમર વધવા લાગે છે તો તેનું લચલાપણું ઓછું થવા લાગે છે અને કોલેજનનું ઉત્પાદન પણ ઓછું થતું જાય છે, જેના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. તેથી, તમારે મોશ્ચરાઈઝરનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

૬. ઉપચાર:

૬. ઉપચાર:

મોશ્ચરાઈઝરને લગાવ્યા પછી ટ્રીટમેન્ટ ક્રીમ જેવી એન્ટી એજિંગ ક્રીમને લગાવો. એવી ક્રીમનો ઉપયોગ કરો જેમાં રેટિનોલ હોય કેમ કે આ જ એક એવી વસ્તુ છે જે તમારા એજિંગને બચાવી શકે છે.

૭. ફેસ ઓઈલ:

૭. ફેસ ઓઈલ:

ત્વચાને વધારે હાઈડ્રેશન આપવા માટે ફેશિયલ ઓઇલનો ઉપયોગ કરો. તેનાથી ત્વચાની માલિશ કરો અને ધ્યાન રહે કે આ ત્વચામાં શોષાઈ જાય.

English summary
Here is the perfect night time skincare routine for mature skin.
Story first published: Friday, March 3, 2017, 10:57 [IST]
X
Desktop Bottom Promotion