Just In
Don't Miss
સફરજનની મદદથી ઘરે જ તૈયાર કરો નાઇટ ક્રીમ
ત્વચાની સંભાળ ઘરેથી જ શરૂ થાય છે અને તેનાં માટે હંમેશા કૉસ્મેટિકની જરૂર નથી હોતી. ફેસ મૉસ્ક તથા ફેસ સ્ક્રબની જેમ આપ નાઇટ ક્રીમ પણ ઘરે જ બનાવી શકો છો.
હા, નાઇટ ક્રીનો ઉપયોગ ઘરે જ કરી શકાય છે, જો આપની પાસે તમામ સામગ્રીઓ હોય તો. આપે આ સફરજનનાં બેઝ વાળી નાઇટ ક્રીમનો એક સપ્તાહ માટે જ કરવો જોઇએ.
આપ આ ક્રીમને વીકેંડ પર પણ બનાવી શકો છો અને આખા સપ્તાહ દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો. આ નાઇટ ક્રીમની સારી બાબત એ છે કે એક તો આ ઘરે જ બનાવી શકાય છે, બીજી એ કે તેનાં માટે માત્ર ત્રણ સામગ્રીઓની જ જરૂર હોય છે અને ત્રીજું એ કે આ દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય હોય છે.
કામમાં અત્યંત થાક બાદ પોતાની ત્વચાને આ સફરજનનાં બેઝ વાળી નાઇટ ક્રીમથી ક્લીન્સ, ટોન અને મૉઇશ્ચરાઇઝ કરો અને તરોતાજા અનુભવો.
સામગ્રીઓ
- 1 સફરજન
- 1 કપ ઑલિવ ઑયલ
- 1/2 કપ ગુલાબ જળ
- 1 ચપ્પુ
- 1 ગ્લાસ બાઉલ
- 1 ચમચી
- 1 તપેલું
- મિક્સર ગ્રાઇંડર
- ડબલ બૉયલર
રીત
1. સફરજનને કાપો અને તેનાં બી કાઢી તેનાં નાના-નાના ટુકડાં બનાવી લો. તેને ઓછામાં ઓછું ત્રણ વાર સાફ પાણીથી ધોઈ લો.
2. હવે આ સફરજનનાં ટુકડાઓમાં ઑલિવ ઑયલ મેળવી લો.
3. હવે સફરજનનાં આ ટુકડાઓ મિક્સર ગ્રાઇંડરમાં નાંખો અને તેને 10 મિનિટ સુધી ચાલુ રાખો. તેની ઘટ્ટ પીળી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને કાંચનાં બાઉલમાં કાઢી લો.
4. હવે ગૅસ સ્ટવ પર ડબલ બૉયલર તૈયાર કરો. સફરજનનાં મિશ્રણને વચ્ચેનાં બાઉલમાં નાંખો અને તેને ધીમી આંચ પર બળવા દો.
5. 15થી 20 મિનિટ બાદ કાંચનાં બાઉલને સાવધાનીથી હટાવો અને સફરજનનાં મિશ્રણને ઠંડું થવા દો.
6. હવે ઠંડા સફરજનનાં પેસ્ટમાં ગુલાબ જળ મેળવો તથા ચમચીથી મિક્સ કરી લો.
7. આપની ઘરે તૈયાર થનારી ક્રીમ આપની પાસે છે અને આપ તેને એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.
જો આપને લાગે છે કે આપની ક્રીમ વધુ પડતી લિક્વિડ જેવી છે, તો આપ તેમાંથી થોડુંક પાણી કાઢી શકો છો.