For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બે દિવસોમાં ચહેરાને ગોરો કરવાનાં બેસ્ટ ઉપાય

By Super Admin
|

શું આપ પોતાના ચહેરાને ગોરો બનાવવા માટે બજારનાં ઉત્પાદનોનો ભરપૂર પ્રયોગ કરો છો ? જો એવું હોય, તો હવેથી આપને આવું કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે આપને કેટલાક એવા ઘરગથ્થુ નુસ્ખાઓ અને ઉપાયો બતાવીશું કે જેનાથી આપનું ગોરાપણુ જળવાઈ રહી શકે છે.

ગોરાપણામાં કમી આવવાનાં અનેક કારણો હોઈ શકે છે; જેમ કે સૂરજનો કડક તાપ, પ્રદૂષણ, કરચલીઓ કે પછી ચહેરા પરનાં ડાઘ-ધબ્બા વિગેરે. બજારમાં મળતા સ્કિન કૅર પ્રોડક્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ જ હાનિકારક ગણાય છે. શ્રેષ્ઠ છે કે આપ ઘરમાં ઉપલબ્ધ પ્રાકૃતિક વસ્તુઓનો પ્રયોગ કરો, કારણ કે તેનાથી કોઈ પણ પ્રકારની કોઈ હાનિ નથી થતી.

નિખાર પામવા માટે મોંઘામાં મોંઘી ક્રીમ, લોશનનો ઉપયોગ કરવાનું બંધ કરો અને બોલ્ડસ્કાય દ્વારા જણાવવામાં આવતા આ શ્રેષ્ઠતમ્ ઉપાયોનો પ્રયોગ કરો. આવો જાણીએ કે કયા છે તે ઘરગથ્થુ નુસ્ખાઓ કે જે બનાવી શકે છે આપને બે દિવસમાં ગોરો.

બૅકિંગ સોડા

બૅકિંગ સોડા

બૅકિંગ સોડા (ખાવાનો સોડા) અને પાણી મેળવી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવતા પહેલા મોઢાને ફેસ વૉશથી ધોઈ નાંખો.

દૂધ-કેળા

દૂધ-કેળા

પાકેલા કેળાને થોડાક દૂધ સાથે મેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ ચહેરાને ધોઈ લો.

ગુલાબ જળ

ગુલાબ જળ

આ આપનાં ચહેરાને ટોન કરી પોષણ પહોંચાડશે. દરરોજ વૉટરને મિલ્ક સાથે લગાવો. સારૂં રહેશે કે આપ તેને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો. તેનાથી ત્વચા બ્રાઇટ બનશે.

એલોવેરા જૅલ

એલોવેરા જૅલ

એલોવેરા જૅલ આપની ત્વચાને ગોરી, સાફ અને હુંફાળી બનાવશે. તેને ચહેરા અને ગળા પર 30 મિનિટ માટે લગાવો.

સૂર્યમુખી બીજ

સૂર્યમુખી બીજ

થોડાક સૂર્યમુખી બીજને આખી રાત માટે પલાડીને મૂકી દો. પછી સવારે તેમાં હળદર અને કેસરનાં કેટલાક રેશા નાંખી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો. થોડાક જ દિવસોમાં આપનો ચહેરો ગોરો બની જશે.

કેરીની છાલ

કેરીની છાલ

કેરીની થોડીક છાલને દૂધ સાથે દળી પેસ્ટ બનાવી લો. પછી તેને ચહેરા અને ગળા પર 15 મિનિટ સુધી લગાવ્યા બાદ પાણીથી ધોઈ લો. તેનાથી સન ટૅન મટી જશે અને ચહેરો ગોરો બની જશે.

મધ

મધ

મધના કેટલાક ટીપાને લિંબુ અને થોડાંક દહીં સાથે મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ તેને સાફ કરી લો. તેનાથી ચહેરો ગોરો બનશે અને ગંદકી પણ સાફ થશે.

ખાંડથી સ્ક્રબ કરો

ખાંડથી સ્ક્રબ કરો

ખાંડને લિંબુનાં રસ સાથે મિક્સ કરો અને હળવા હાથોથી ચહેરા પર રગડો. તેનાથી ડેડ સ્કિન હટશે અને ગંદકી બહાર નિકળશે.

નાળિયેર પાણી

નાળિયેર પાણી

દિવસમાં બે વખત ચહેરા પર નાળિયેર પાણી લગાવો. તેનાથી ડાઘા-ધબ્બા, કરચલીઓ દૂર થાય છે. ત્વચામાં ગોરાપણું આવી જાય છે.

પાણીનું વધુ સેવન

પાણીનું વધુ સેવન

પાણી શરીરમાંથી ગંદકીને બહાર કાઢે છે અને ચહેરાને ટાઇટ બનાવી કરચલીઓ મટાડે છે. તેથી ચહેરો સાફ અને ગોરો દેખાય છે.

સારી ઊંઘ લો

સારી ઊંઘ લો

આપે દિવસમાં 8 કલાકની ઊંઘ લેવી જ જોઇએ. તેનાથી આંખોની નીચે પડેલા ડાર્ક સર્કલ મટી જશે. આ સાથે તેનાથી પ્રાકૃતિક ગ્લો આવશે અને ચહેરો ગોરો લાગશે.

English summary
How to get fair skin naturally at home fast? Today, Boldsky will share with you some home remedies for clear and fair skin. Have a look natural ways to get fair skin fast in just two days.
Story first published: Tuesday, October 25, 2016, 11:17 [IST]
X
Desktop Bottom Promotion