લિપસ્ટિક લગાવતી વખતે ન કરો આ ભૂલો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આવો જાણીએ કે લિપસ્ટિક અંગે સામાન્યતઃ કઈ-કઈ ભૂલ છોકરીઓ કે મહિલાઓ કરી બેસે છે ?

ચહેરા પર લિપસ્ટિક લગાવતા જ જોરદાર રોનક આવીજાય છે અને મેકઅપ વગર પણચહેરા પર રંગત અને સુંદરતા ઝળકવા લાગે છે.

દરેક છોકરીને એવું લાગે છે કે મેકઅપમાં લિપસ્ટિક લગાવ્યા બાદ તેનું મેકઅપ પૂર્ણ થઈ જાય છે, પરંતુ અનેક વખત મેકઅપનાં આ સ્ટેપમાં છોકરીઓ છેતરાઈ જાય છે.

જો આપ હાઈ-મેંટેનંસ છોકરી છો, તો આપની પાસે ઘણી મોંઘી લિપસ્ટિક્સનું કલેક્શન હશે, પરંતુ તેનો એ મતલબ નથી કે આપની અંદર મેકઅપ કે લિપસ્ટિક માટે યોગ્ય સેન્સ તેમજ ચૉઇસ પણ હોય.

આવો જાણીએ કે લિપસ્ટિક અંગે સામાન્યતઃ કઈ-કઈ ભૂલ છોકરીઓ કે મહિલાઓ કરી બેસે છે ?

1. ફાટેલા હોઠો પર લિપસ્ટિક લગાવી લેવી -

1. ફાટેલા હોઠો પર લિપસ્ટિક લગાવી લેવી -

ઘણી વાર ફીમેલ ફાટેલા હોઠો પર લિપસ્ટિક લગાવી લે છે કે જે ખૂબ ભદ્દું લાગે છે અને તેમનાં આખા મેકઅપનાં ધજાગરા ઉડી જાય છે. જો આપનાં હોઠ ફાટેલા હોય, તો તેમની ઉપર સારી રીતે મસાજ કરો. શુષ્ક ત્વચાને હળવા હાથે કાઢી દો. તેના પર સુગરથી સ્ક્રબ કરો અને તે પછી લોશનથી મસાજ કરો. તેનાથી હોઠોમાં કોમળતા આવીજશે અને તે પછી આપ સરળતાથી લિપસ્ટિક લગાવી શકો છો.

2. હોઠોને હાઇડ્રેટ ન રાખવા -

2. હોઠોને હાઇડ્રેટ ન રાખવા -

લિપસ્ટિક લગાવ્યા બાદ છોકરીઓ એકદમ સવાચેત થઈ જાય છે. આ ચક્કરમાં તેઓ પાણી સુદ્ધા નથી પીતી. તેથી તેમના હોઠ સુકાઈ જાય છે અને ડિહાઇડ્રેશનનાં કારણે તેમના હોઠ ફાટવા લાગે છે. સાથે જ થોડીક-થોડીક વારમાં પ્રાઇમર પણ લગાવતા રહો.

3. લિપસ્ટિક લગાવતા પહેલા લિપલાઇનર ન લગાવવું -

3. લિપસ્ટિક લગાવતા પહેલા લિપલાઇનર ન લગાવવું -

જો આપ લિપસ્ટિક લગાવતા પહેલા લિપલાઇનરનો ઉપયોગ નથી કરી રહ્યાં, તો મેકઅપનું સ્ટેપ જ ઓછું થઈ ગયું. આપને જણાવી દઇએ કે લિપલાઇનર મેકઅપમાં ગેમચેંજરની જેમ કામ કરે છે. તે હોઠોને યોગ્ય શેપ આપે છે અને તેમને સુંદર બનાવે છે.

4. યોગ્ય શેડનો ઉપયોગ ન કરવો -

4. યોગ્ય શેડનો ઉપયોગ ન કરવો -

એવું કોઈ જરૂરી નથી કે જો આપની ફ્રેન્ડ પર લિપસ્ટિકનો તે શેડ સારૂં લાગે છે, તો આપનાં પર પણ લાગશે જ. આપ પોતાનાં શરીરની રંગત તેમજ ચહેરાનાં હિસાબે લિપસ્ટિક લો. પોતાના ડ્રેસને પણ ધ્યાનમાં રાખો.

5. પોતાની લિપસ્ટિક યોગ્ય રીતે ન લગાવવી -

5. પોતાની લિપસ્ટિક યોગ્ય રીતે ન લગાવવી -

ઘણી ફીમેલ્સને લિપસ્ટિક યોગ્ય રીતે ઍપ્લાય કરવું જ નથી આવડતું. તેઓ તેને યોગ્ય રીતે સેટ નથી કરી શકતી. મેકઅપ દરમિયાન આ સૌથી મહત્વની બાબત હોય છે કે જો આપ આપે તેને યોગ્ય રીતે લગાવ્યું, તો વધુ સમય સુધી ટકે છે. એવું જ લિપસ્ટિક સાથે થાય છે. જો આપ લિપસ્ટિકની ઉપર પાવડર લગાવી શકો, તો તે વધુ સહાયક સાબિત થશે અને તે જલ્દીથી છૂટશે પણ નહીં.

6. બહુ વધારે ગ્લૉસથી બચો -

6. બહુ વધારે ગ્લૉસથી બચો -

ઘણી વાર છોકરીઓને લાગે છે કે વધુ ગ્લૉસી લુક સેક્સી લાગે છે, પરંતુ એવું નથી. બહુ વધારે ગ્લૉસી લુક જોવામાં ગંદુ લાગે છે. સાથે જ લિપસ્ટિક ફેલ પણ થઈ જાય છે.

7. કિનારીઓ છુટી જવી -

7. કિનારીઓ છુટી જવી -

ઘણી વાર લિપસ્ટિક લગાવતી વખતે ફીમેલ્સ કિનારીએ તેને લગાવવી જરૂરી નથી સમજતી, પરંતુ તેનાથી લિપસ્ટિકનો યોગ્ય લુક નથી આવતો. તેથી લિપસ્ટિક લગાવતી વખતે પાતળા બ્રશનો ઉપયોગ કરો અને યોગ્ય રીતે આખા હોઠ પર લગાવો.

English summary
Different lipsticks have different stories and here we mention to you some of the common lipstick mistakes to avoid.
Story first published: Monday, February 13, 2017, 10:00 [IST]