ભારતીય છોકરીઓ માટે બ્યુટી ટિપ્સ

Posted By: Super Admin
Subscribe to Boldsky

સુંદર દેખાવું દરેક છોકરીનું સપનું હોય છે. સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાની માણસની ચાહ રહે છે. જો કોઇક છોકરીનાં નાજુક હોઠો સાથે ઝીલ જેવી આંખો અને એક સુંદર ચહેરો હોય, તો તે આ વિશેષણો પોતેનીજ મેળે બોલવાનું શરૂ કરી દે છે. જો આપ એક ભારતીય છોકરી છો, તો આપે અમારા દ્વારા જણાવાયેલી ટિપ્સ અપનાવવી જોઇએ.

આજે આપની પાસે પૈસા બહુ હશે, પરંતુ બ્યુટી પાર્લર જવાનો સમય ભાગ્યે જ હશે. તેવામાં આપ નિરાશ ન થાવ, કારણ કે આપ ઘેર બેઠા પોતાની ત્વચાનો ખ્યાલ રાખી શકો છો. આપે બજારની પ્રોડક્ટનો ઓછો ઉપયોગ કરવો જોઇએ અને હર્બલ પ્રોડક્ટ પર વધુ ભરોસો કરવો જોઇએ. આવો જાણીએ કે ભારતીય છોકરીઓ માટે બ્યુટી ટિપ્સ કઈ-કઈ છે ?

આંખનો સોજો

આંખનો સોજો

આંખનાં સોજાને દૂર કરવા માટે રેંડીનાં તેલનું એક ટપકુ પોતાની આંખમાં ટપકાવી દો અને તેનાથી હળવી-હળવી મસાજ કરો. તેનાથી આપ ફ્રેશ ફીલ કરશો.

આંખને આરામ આપવા માટે

આંખને આરામ આપવા માટે

આંખને ઠંડક પહોંચાડવા માટે કાકડીની સ્લાઇસ મૂકો. આ ઉપરાંત ઠંડા દૂધમાં કૉટન ડુબાડી આંખ પર રાખવાથી તેનો થાક મટી શકે છે.

ફાટેલા હોઠ માટે

ફાટેલા હોઠ માટે

શિયાળામાં જો હોઠ સુકાઈ જાય, તો ખાંડ અને લિંબુ વડે તેને સ્ક્રબ કરી ઉપરથી વૅસેલીન વડે અઠવાડિયામાં ત્રણ વખત મસાજ કરો.

કરચલીઓ માટે

કરચલીઓ માટે

હાથમાં કરચલીઓ ન પડે, તેના માટે જ્યારે પણ હાથને ધુઓ, તે પહેલા હાથને લિંબુની છાલ વડે રગડો.

હૅર ફૉલ કંટ્રોલ

હૅર ફૉલ કંટ્રોલ

જો વાળ ઉતરવાની સમસ્યા હોય, તો મેદાને મિક્સમાં મધ, દહીં અને લો ફૅટ દૂધ સાથે દળી લો. આ ડ્રિંકને થોડાક અઠવાડિયાઓ માટે પીવો ને હૅર ફૉલને કંટ્રોલ કરો. આ ડ્રિંકમાંથી બાયોટિનનું પ્રમાણ વધુ હોય છે.

વાળ હૅલ્થી બનાવવા માટે

વાળ હૅલ્થી બનાવવા માટે

વાળને હૅલ્થી બનાવવા માટે અનેક પ્રકારનાં પ્રાકૃતિક ઉપચાર અપનાવો. હૉટ ઑયલ થેરાપી કરો, મહેંદી લગાવો. લિંબુ રસ લગાવો. વાળમાં નિયમિત રીતે તેલ નાંખી મસાજ કરો. વાળને ઠંડી અને ધૂળથી બચાવો. હૅર એક્સપર્ટની મદદ લો અને વાળને ટ્રિમ કરાવતા રહો કે જેથી તે બેમોઢાનાં ન થઈ શકે.

ત્વચા બનાવે હુંફાળી

ત્વચા બનાવે હુંફાળી

દિવસમાં બે વખત પોતાની ત્વચા પર મૉઇશ્ચરાઇઝર લગાવો. તેનાથી આપની ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન થશે અને ઝીણી રેખાઓ ગાયબ થવા લાગશે.

English summary
As cheap cosmetics always have a harmful effect on the skin, the herbal methods of beauty treatment in India are always welcome Indian Homemade Beauty Tips
Story first published: Saturday, November 5, 2016, 11:05 [IST]