Just In
- 600 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 609 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1339 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1341 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ઘરે જ ઑરેંજ પીલથી પામો સાફ દમકતી ત્વચા, આવી રીતે કરો પ્રયોગ
જો આપ બજારથી ઑરેંજ પીલનું પાવડર ખરીદીને લાવ્યા છો કે પછી ઘરે જ ઑરેંજનાં છોંતરા સુકાવીને પાવડર બનાવ્યું છે અને નથી જાણતા કે તેને યૂઝ કેવી રીતે કરવો છે, તો અમે આપની સમસ્યા સૉલ્વ કરીશું.
સૌપ્રથમ તો આપને અમે બતાવી દઇે કે આપણે ઑરેંજ પીલનો યૂઝ કેમ કરવો જોઇએ ? ઑરેંજ પીલમાં સિટ્રસ એસિડ, એંટી-ઑક્સીડંટ, વિટામિન સી, મૅગ્નેશિયમ તથા પોટેશિયમ હોય છે કે જેને ચહેરા પર લગાવવાથી ગ્લો વધે છે તથા સ્કિન ટાઇટ બને છે. હવે આવો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો છે...

ઓરેંજ પીલ પાવડર, ઓટમીલ પાવડર અને બૅકિંગ સોડા
ઑરેંજ અને ઓટમીલનો ભાગ માત્ર 2:1 લેવો છે. પછી તેમાં ચપટી ભર બૅકિંગ સોડા મેળવો. તે પછી તેમાં ધીમે-ધીમે કરીને પાણી મિક્સ કરો. પછી આ પેસ્ટ ચહેરા પર લગાવી મસાજ કરો અને 20 મિનિટ સુધી થોભો. જ્યારે તે સુકાઈ જાય, તો ચહેરો ધોઈ લૂછી લો.

ઑરેંજ પીલ પાવડર, ચંદન પાવડર અને ગુલાબ જળ
ઑરેંજ પીલ પાવડર તથા ચંદન પાવડર 2:1નાં ભાગમાં લેવો છે. પછી તેમાં ધીમે-ધીમે ગુલાબ જળ મિક્સ કરો અને ઘટ્ટ પેસ્ટ બનાવો. આપ ઇચ્છો, તો પાણીનાં સ્થાને દૂધ પણ મિક્સ કરી શકો છો. તેને ચહેરા પર લગાવી 20 મિનિટ રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

ઑરેંજ પીલ પાવડર, દહીં અને મધ
ઑરેંજ પીલ પાવડર અને દહીંનો ભાગ 2:1 હોવો જોઇએ. પછી તેમાં અડધું ટી સ્પૂન કાચુ મધ મિક્સકરો. તેને સ્કિન પર લગાવો અને 20 મિનિટ માટે છોડી દો. પછી તેને ધોઈ ચહેરા પર ઑલિવ ઑઇલ કે નારિયેળ તેલ લગાવી લો.

ઑરેંજ પીલ પાવડર, દૂધ + નારિયેળ તેલ
દૂધ અને નારિયેળ તેલનું પ્રમાણ 2:1 હોવું જોઇએ. બંનેને સારી રીતે મિક્સ કરી લો. તે પછી દૂધ અને તેલનાં મિશ્રણમાં 1 ચમચી ઑરેંજ પીલ મિક્સ કરો. તેને ચહેરા, ગરદન અને ત્વચાનાં તમામ ભાગો પર લગાવો. પેસ્ટ સૂકાવા સુધી ઇંતેજાર કરો. આ પૅક શુષ્ક ત્વચાની સમસ્યાઓથી પીડાતા લોકો માટે મૉઇશ્ચરાઇઝિંગ એજંટ તરીકે કામ કરે છે.

ઑરેંજ પીલ પાવડર, અખરોટ પાવડર અને ગુલાબ જળ
આ તમામ વસ્તુઓ મિક્સકરો અને ત્વચા પર લગાવી થોડીક વાર છોડી દો. પછી તેને ધોઈ લો. આપની સ્કિન ટાઇટ થઈ જશે.