Just In
Don't Miss
ચહેરાની રંગત સંવારી શકે છે કેળાની છાલ, આી રીતે કરો યૂઝ
કેળું ખાધા બાદ આપ તેના છોંતરા ફેંકી દેતા હશો ? પરંતુ આ વખતે આપ આવી ભૂલ ન કરો, કારણ કે કેળાની છાલ સ્કિન માટે બહુ ફાયદાકારક છે.
હા જી, આપ ભલે પુરુષ હોવ કે પછી મહિલા, કેળાની છાલ ત્વચા પર અનેક પ્રકારે કામ આવી શકે છે. કેળાની છાલ આપની રંગત બદલી શકે છે, કરચલીઓ મટાડી શકે છે અને સ્કિન ચમકદાર તથા સુંદર બનાવી શકે છે.
જો આપને સ્કિન સાથે સંકળાયેલી કોઈ તકલીફ હોય, તો આપ કેળાની છાલનો આરામથી પ્રયોગ કરી શકો છો.

કરચલીઓ અને એજિંગ સ્કિનનો સફાયો કરે
જો આપની સ્કિન સમય કરતા પહેલા કરમાઈ રહી છે, તો સૌપ્રથમ કેળાની છાલને ગ્રાઇડરમાં વાટી લો. સારૂં રહેશે કે આપ બે કેળાની છાલ લો. પછી તેમાં એક ઇંડુ મેળવી લો અને ચમચીથી મિક્સ કરી લો. પછી તેને ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી રાહ જુઓ. તે પછી ઠંડા પાણીતી ચહેરો ધોઈ લો.

પિંપલ્સ અને તેનાં માર્ક્સ દૂર કરવા માટે
આપ ઇચ્છો, તો પિંપલનાં ડાઘ દૂર કરવા માટે પ્રત્યક્ષ રીતે કેળાની ચાળને ગાલ પર રગડી શકો છો અથવા તો પછી કેળાની છાલને ધોઈ અંદર તરફ મધ લગાવી તેનાથી ચહેરાની મસાજ કરી શકો છો. એક વાર આ વિધિ પૂરી થતા થોડીક મિનિટ સુધી ચહેરો સુકાવા દો અને પછી ધોઈ લો.

સ્કિનિ બ્રાઇટનિંગ તથા ગ્લો પેદા કરવા માટે
આપ કેળાની છાલને સ્ક્રબની જેમ યૂઝ કરી શકો છો. તેના માટે એક વાટકીમાં કેળાની છાલ 1 પીસ, ઓટમીલ પાવડર 2 ટી સ્પૂન, પાવડર શુગર 2 ટી સ્પૂન, કાચુ દૂધ 1 ટી સ્પૂન લઈ મિક્સીમાં મિક્સ્ચર કરી લો. હવે આ સ્ક્રબથી ચહેરા તથા બૉડી પર સ્ક્રબ કરો. પછી 30 મિનિટ બાદ ચહેરો ધોઈ લો.

ડ્રાય સ્કિન માટે
આ પૅક બનાવવા માટે આપે બે સામગ્રીઓની જરૂર રહેશે - કેલાની છાલ અને લિંબુ. કેળાની છાલ અને લિંબુનો રસ બ્લેંડરમાં નાંખી વાટી લો. પછી તેને મિક્સ કરી ચહેરા પર લગાવો અને સૂકાયા બાદ ધોઈ લો.

ઑયલી સ્કિન માટે
આ પૅક બનાવવા માટે કેળાની છાલ, બૅકિંગ પાવડર અને પાણી જોઇશે. પહેલા છાલને ગ્રાઇંડરમાં વાટી લો પછી તેમાં એક ટી સ્પૂન બૅકિંગ પાવડર અને પાણી મેળવો. પછી તેને સ્કિન પર લગાવો અને સૂકાયા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.