ચહેરા પર પડેલા આ ગંદા ડાઘ કેવી રીતે હટાવશો

Posted By: Super Admin
Subscribe to Boldsky

ખીલ સ્કિનથી સંબંધિત વિકાર છે કે જે ખૂબ જ મુશ્કેલીઓ પેદા કરે છે. ખીલનો ઇલાજ નિયમિત દવા અને સંપૂર્ણ સ્કિન કૅરથી શક્ય છે. ખીલ મટ્યા બાદ પણ પોતાના ડાઘ છોડી દે છે અને ચહેરાની સુંદરતા બગાડી નાંખે છે. બજારમાં ઉપલબ્ધ સાધારણ ક્રીમ દ્વારા આપ આ ડાઘને નથી મટાડી શકતા. કેટલાક લોકો આ ડાઘ મટાડવા લેઝર ટેક્નિકનો ઉપયોગ પણ કરે છે. સૌભાગ્યે કેટલાક પ્રાકૃતિક ઉપચારો છે કે જેનાથી આપ કોઈ પણ આડઅસર વગર ત્વચાના ડાઘામાંથી છુટકારો પામી શકો છો.

અમે આપને કેટલાક ઘરગથ્થુ ઉપચારો બતાવી રહ્યા છે કે જેનાથી આપના ચહેરાના ડાઘા હટાવાઈ શકાય છે. આમ છતા મનોવાંછિત પરિણામ પામવા માટે આપે થોડીક ધીરજ રાખવી પડશે અને આ સ્ટેપ્સનું પાલન કરવું પડશે.

ચહેરા પર ગંદા ડાઘ કેવી રીતે હટાવશો

1. ઓલિવ ઑયલ
ઓલિવ ઑયલ લગાવવાથી ડાઘ ઓછા થઈ શકે છે. ચહેરા પર ઓલિવ ઑયલ લગાવી થોડુંક વાષ્પ લો. તેનાથી રોમ છિદ્ર સ્વચ્છ થાય છે અને ડાઘ હળવા પડે છે.

ચહેરા પર ગંદા ડાઘ કેવી રીતે હટાવશો

2-ચંદન
ચંદનની પેસ્ટ બનાવીને લગાવવાથી પણ ડાઘ હળવા કરવામાં મદદ મળે છે. ચંદનનો પાવડર ગુલાબ જળ કે દૂધમાં મેળવી લો. તેને ડાઘા પર લગાવો અને 1 કલાક માટે છોડી દો. પછી પાણીથી ધોઈ નાંખો.

ચહેરા પર ગંદા ડાઘ કેવી રીતે હટાવશો

3-બદામ
બદામને પાણીમાં કે દૂધમાં 12 કલાક માટે પલાડી દો. છાલ ઉતારી દો અને મસળી લો. તેમાં થોડુક ગુલાબ જળ મેળવી લો અન ડાઘા પર લગાવો.

ચહેરા પર ગંદા ડાઘ કેવી રીતે હટાવશો

4. લિંબુનો જ્યૂસ
લિંબુનો જ્યૂસ બે અઠવાડિયા સુધી દિવસમાં ત્રણ વાર પીવાથી ડાઘઆ ઓછા થાય છે.

ચહેરા પર ગંદા ડાઘ કેવી રીતે હટાવશો

5. સ્ક્રબિંગ (રગડવું)
બેકિંગ સોડાથી સ્કિનને સ્ક્રબ કરવાથી પણ ડાઘા હટાવવામાં મદદ મળે છે. બેકિંગ સોડાને પાણી સાથે મેળવી લો અને એકથી બે મિનિટ સુધી ચહેરા પર સ્ક્રબ કરો. તેને ગરમ પાણીથી ધોઈ નાંખો. આ ક્રિયા નિયમિત રીતે કરો.

ચહેરા પર ગંદા ડાઘ કેવી રીતે હટાવશો

6. બટાકા
બટાકા પણ ડાઘ હટાવવામાં મદદ કરી શકે છે. તેમાં સલ્ફર તેમજ પોટેશિયમનું પ્રમાણ હોય છે. કાચુ બટાકુ મશળી લો અને તેનો જ્યૂસ ડાઘ ધરાવતી જગ્યાઓ પર લગાવો.

English summary
Listed below are few home remedies that can remove facial scars. However, you should have the patience to follow these steps for a certain number of days in order to get the desired results.
Story first published: Tuesday, October 18, 2016, 13:30 [IST]