For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરે જ કઈ રીતે બનાવશો વિટામિન ઈ ફેસ સીરમ ?

By Lekhaka
|

વિટામિન ઈ વાસ્તવમાં ત્વચા માટે સારૂં હોય છે. વિટામિન ઈ યુક્ત આહાર લેવાથી આપની ત્વચા સ્વચ્છ રહે છે. આ જ કારણ છે કે ચહેરા માટે ઉપયોગમાં લવાતા ઉત્પાદનોમાં વિટામિન ઈ હોય જ છે.

અમે અહીં આપની સાતે એક ડીઆઈવાય રેસિપી શૅર કરી રહ્યાં છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે વિટામિન ઈનો ઉપયોગ કરી ઘરે જ ફેસ સીરમ કઈ રીતે બનાવી શકાય છે.

ફેસ સીરમનાં ઘણા લાભો છે; જેમ કે ત્વચાને કોમળ બનાવવી અને દિવસનાં સમયે ત્વચાને થયેલા નુકસાનને સુધારવો. તેમાં સૂર્યના તડકાનાં કારણે થતું નુકસાન અને આજ-કાલ ફેલાયેલા પ્રદૂષણનાં કારણે થતું નુકસાન સામેલ છે.

how to make face serum at home

હા જી, તેમાંથી કોઈ પણ વસ્તુ ત્વચા માટે સારી નથી હોતી. માટે દિવસનાં અંતે આપે નિશ્ચિત રીતે એવી વસ્તુની જરૂર હોય છે કે જે આપની ત્વચાને થયેલ નુકસાનને દૂર કરી શકે. ઓવરનાઇટ સીરમ આપની ત્વચામાં સુધાર લાવે છે.

જોકે આ ખૂબ મોંઘા હોય છે. તેથી આપ વિટામિન ઈના કૅપ્સૂલનો ઉપયોગ કરી તેમને ઘરે જ બનાવી શકો છો. અહીં જણાવાયું છે કે વિટામિન ઈનો ઉપયોગ કરી આપ ઘરે જ ફેસ સીરમ કેવી રીતે બનાવી શકો છો.

જરૂરી સામગ્રી :

* વિટામિન ઈ કૅપ્સૂલ્સ

* ફ્રંકિન્સન્સ ઑયલ (લોબાનનું તેલ)

* બદામનું તેલ

* એલોવેરા જેલ

* બોતલ

વિધિ :
એક સ્વચ્છ વાટકામાં બે ટેબલ સ્પૂન દરેક સામગ્રી લો અને તેમને સારી રીતે મેળવો. વિટામિન ઈનાં બે કૅપ્સૂલ તોડો અને તેમાંથી તેલ કાઢો તથા બાકીની સામગ્રીમાં મેળવો. ફેસ વૉશથી ચહેરાને ધુઓ અને સૂતા પહેલા આ સીરમથી ચહેરાની માલિશ કરો. તેની માલિશ ત્યાં સુધી કરતા રહો કે જ્યાં સુધી આપની ત્વચા તેને શોષવી ન લે. આ સીરમ આખી રાત આપની ત્વચામાં સુધારો લાવશે.

એલોવેરા જેલથી થતા લાભ :
આ જેલ ત્વચાથી સંબંધિત સમસ્યાઓ જેમ કે સનબર્ન, રૅશેસ, ખીલ વિગેરેથી આરામ અપાવે છે. તે વાસ્તવમાં એક ચમત્કારી જેલ છે કે જે ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરે છે.

બદામ તેલથી થતા લાભ :
બદામનું તેલ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સીરમ માટે એક સારા બેસની જેમ કામ કરે છે. તેમાં પણ વિટામિન ઈ હોય છે.

લોબાન તેલથી થતા લાભ :
હાઇપરપિગમેંટેશનની સમસ્યા ધરાવતી ત્વચા માચે આ ઑયલ ખૂબ જ સારૂ હોય છે. તો જો આપનાં ચહેરાની રંગત અસમાન છે, તો આ વાસ્તવમાં આપનાં માટે લાભકારક છે.

વિટામિન ઈનાં કૅપ્સૂલથી થતા ફાયદા :
આ કોઈ પણ પ્રકારનાં ઈજાનાં નિશાનને દૂર કરે છે તથા ડાઘાને પણ હળવા કરે છે. આ એક એંટી-એજિંગ ઔષધિની જેમ પણ કામ કરે છે.

English summary
Here’s how you can make a vitamin E face serum at home.
Story first published: Wednesday, February 8, 2017, 17:42 [IST]
X
Desktop Bottom Promotion