For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાંઘોની કાળાશથી કેવી રીતે પામશો છુટકારો ?

By
|

જાંઘોને કાળાશથી બચાવવાની સારી રીત છે પગની ત્વચાની યોગ્ય સંભાળ. જાંઘોની કાળાશને ઓછી કરવા આપ ઘરગથ્થુ ઉપચાર જેમ કે લિંબુ, મધ, હળદર, બેસન, ગુવારપાઠા, જૈતૂન (ઓલિવ્સ)નું તેલ વિગેરે વાપરી શકો છે અને સ્કિનને ગોરી બનાવી શકો છો.

પુરુષો અને મહિલાઓ બંને ડાર્કનેસને હટાવવા તથા જાંઘોને સુંદર બનાવવા માટે આ ટિપ્સ અપનાવી શકે છે.

જાંઘોની કાળાશથી કેવી રીતે પામશો છુટકારો

લિંબુનો રસ
લિંબુ ત્વચાને સાફ કરવા, મૃત કોશિકાઓ તથા અન્ય અશુદ્ધિઓને હટાવવા માટે ઉપયોગી છે. લિંબુનો રસ ડાયરેક્ટ ત્વચા પર ન રગડો. લિંબુના રસમાં એસિડ હોવાના કારણે તેનાથી ત્વચા બળી શકે કે લાલ થઈ શકે. આ સમસ્યાના સમાધાન માટે તેમાં પાણી મેળવો અને પાતળા લિંબુ રસને ડાર્ક એરિયા પર પાંચ મિનિટ સુધી લગાવો તથા પછી પાણીથી ધોઈ લો.

એલોવેરા જેલ
એલોવેરાનો રસ ગોળ-ગોળ ક્લૉક વાઇઝ તથા એંટી-ક્લૉક વાઇઝ ફેરવીને પાંચ મિનિટ સુધી લગાવો અને સૂકાવા માટે છોડી દો. ત્વચા પરથી આ રસ હટાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. જ્યારે આપ આ રસને સૂકાવા સુધી ત્વચા પર લગાવો છો, ત્યારે તેનાથી પૌષ્ટિક તત્વ તથા એંટી-ઑક્સિડંટ્સ ત્વચાને મળે છે કે જેનાથી તેને સાજુ થવામાં મદદ મળે છે.

ટામેટા
એંટી-ઑક્સીડંટ્સ પ્રદાન કરવા અને ત્વચાની ગંદકી હટાવવાની ખૂબીના કારણે ટામેટાએ આ પ્રસિદ્ધિ હાસલ કરી છે. શું આપ જાણો છો કે ઘણા-બધા બ્યૂટીશિયન્સ ત્વચામાંથી ઑયલ હટાવવા અને મૃત કોશિકાઓને હટાવવા ટામેટાનું સુચન કરે છે ? ટામેટાની પેસ્ટ બનાવી તેને ત્વચા પર પાંચ મિનિટ સુધી લગાવો અને પછી 20 મિનિટ સુધી સ્કિન પર જ બાંધી લો. તે ડાર્કનેસ ઓછી કરશે અને ત્વચાને ગોરી બનાવશે.

કાકડી
કાકડીનાં ટુકડાઓ દરરોજ પાંચ મિનિટ સુધી જાંઘો પર રગડો. સ્કિન લાઇટનિંગ તથા મૉઇશ્ચરાઇઝિંગ તત્વો હોવાથી કાળી સ્કિન તથા જાંખો નિખરી ઉઠશે. તેને વધુ અસરકારક બનાવવા તેમાં લિંબુ રસના કેટલાક ટીપા નાંખો અને પછી ઉપયોગ કરો.

પપૈયુ
ત્વચાની અશુદ્ધિઓને ઉંડાણ સુધી હટાવવા માટે પપૈયાનું સ્ક્રબ ઉપયોગ કરી શકાય. પપૈયાની પેસ્ટ બનાવી લો અને તેને સ્કિન પર પડની જેમ લગાવી લો. પોતાની ત્વચાને ચમકદાર બનાવવા માટે એક નરમ ઊભા વાળ ધરાવતા બ્રશનો ઉપયોગ કરો. આ ઘરગથ્થુ નુસ્ખો અજમાવી જુઓ.

મધ
પોતાની જાંઘો પર મધ લગાવો અને પાંચ મિનિટ સુધી રગડો. પછી 20 મિનિટ સુધી રહેવા દો. શ્રેષ્ઠ પરિણામ માટે આ ક્રિયા દર અઠવાડિયે દોહરાવો.

બટાકા
એક બટાકુ લો અને તેને પીસી લો. હવે આ બટાકાના જ્યૂસને જાંઘો પર મલમની જેમ લગાવી સૂકવા માટે છોડી દો. કાળી ત્વચા પર આ એંઝાઇમ કામ કરશે અને તેને સફેદ તેમજ સુંદર બનાવશે.

હળદર અને સંતરો
હળદરમાં સંતરાનું જ્યૂસ મેળવી સ્ક્રબ તૈયાર કરી લો. સંતરાના જ્યૂસમાં વિટામિન સીની પ્રચૂરતા હોય છે અને હળદરમાં મોજૂદ તત્વો ડાર્ક સ્કિનમાંથી છુટકારો અપાવવામાં મદદગાર છે. ત્વચા પરથી આ પેસ્ટ હટાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો.

English summary
To lighten your dark thighs you can also use naturally made home remedies like lemon, honey, turmeric, gram flour, aloe vera, olive oil and make skin fair.
X
Desktop Bottom Promotion