For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભૂલથી ખરીદી લીધું છે ડાર્ક કલરનું ફાઉંડેશન, તો એવી રીતે કરો પ્રયોગ

By Super Admin
|

ફાઉંડેશન બહુ સારૂં દેખાય છે, પરંતુ ત્યારે જ કે જ્યારે તેને એક સરખી રીતે લગાવવામાં આવ્યું હોય. ફાઉંડેશન લગાવવું બહુ સરળ છે, આપે માત્ર આટલું જ કરવું છે કે પહેલા બેસ લગાવો અને પછી આગળ વધો.

ફાઉંડેશનથી આપનો ચહેરો ચમકદાર અને સુંદર દેખાય છે અને આપ આકર્ષક દેખાઓ છો. જોકે ક્યારેક-ક્યારેક ફાઉંડેશન ખરીદતી વખતે આપણે ભૂલ કરી નાંખીએ છીએ અને વધુ ઘેરા શેડનું ફાઉંડેશન ખરીદી લો છો. એવામાં હવે શું કરાય ?

ખેર, જો આપનું ફાઉંડેશન બહુ ઘેરા રંગનું છે અને આપની ત્વચા પર સારી નથી દેખાઈ રહી, તો અહીં કેટલાક સારા ઉપાયો જણાવાયા છે. અહીં ડાર્ક ફાઉંડેશનને હળવા રંગનો દેખાય, તે માટે કેટલીક રીતો બતાવાઈ છે. આવો જોઇએ :

1. ભીના સ્પંજનો ઉપયોગ કરો

1. ભીના સ્પંજનો ઉપયોગ કરો

બહુ વધારે ઘેરા રંગનું ફાઉંડેશન લગાવવા માટે ક્યારેય પણ આંગળીઓનો ઉપયોગ ન કરો. ભીના સ્પંજની સહાયથી ડાર્ક ફાઉંડેશનને સરળતાથી લગાવી શકાય છે. બહુ વધુ હળવા કે બહુ વધુ ઘેરા રંગના ફાઉંડેશનને લગાવવા માટે સ્પંજનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ રહે છે. જોકે આપને સ્પંજને વહેતા પાણીમાં ભીનું ન કરવું જોઇએ. ધ્યાન રાખો કે આપ ભીના સ્પંજને ચહેરા પર એક સમાન રીતે લગાવો કે જેથી મેકઅપ આસાનીથી ફેલાઈ જાય અને આપનાં ફાઉંડેશનનો રંગ હળવો દેખાય.

2. તેને મૉઇશ્ચરાઇઝર સાથે મેળવો

2. તેને મૉઇશ્ચરાઇઝર સાથે મેળવો

આપણામાંથી સૌ મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરે છે અને જ્યારે ઘેરા રંગનાં ફાઉંડેશનને બરાબર કરવાની વાત આવે, ત્યારે સારૂં રહેશે કે આપ તેને મૉઇશ્ચરાઇઝર સાથે મેળવી લો. પોતાનાં હાથોમાં પાછળની તરફ થોડુક ફાઉંડેસન લો અને તેમાં થોડુક મૉઇશ્ચરાઇઝર મેળવો. હવે તેને ચહેરા પર લગાવો અને ફેલાવો. ઘેરા રંગનાં ફાઉંડેશનની સમસ્યાનાં ઉકેલ માટે આ એક અસરકારક રીત છે.

3. તેને હાઈલાઇટર સાથે મેળવો

3. તેને હાઈલાઇટર સાથે મેળવો

ડાર્ક ફાઉંડેશનની સમસ્યાનાં ઉકેલની બીજી એક રીત એ છે કે તેને હાઈલાઇટર સાથે મેળવવામાં આવે. બંને ક્રીમ્સને સારી રીતે મેળવો અને હળવો રંગ પ્રાપ્ કરો. જ્યારે હાઈલાઇરને ફાઉંડેશન સાથે મેળવવામાં આવે છે, ત્યારે તે ચહેરા પર એક સમાન રીતે ફેલાય છે.

4. તેને કંસીલર સાથે મેળવો

4. તેને કંસીલર સાથે મેળવો

જ્યારે ઘેરા રંગનાં ફાઉંડેશનની વાત આવે છે, ત્યારે આપનાં મગજમાં સૌ પ્રથમ જે બાબતનો ખ્યાલ આવે છે, તે છે કંસીલર. આપ ચહેરાના ખીલ-ડાઘા-ધબ્બા છુપાવવા માટે હંમેશા કંસીલરનો ઉપયોગ કરો છો અને જ્યારે તેને ઘેરા રંગનાં ફાઉંડેશન સાથે મેળવવામાં આવે છે, ત્યારે તે ત્વચા પર એક સંતુલન જાળવી રાખે છે. આપે આંખો પાસે એક ડૉટથી શરૂ કરવું જોઇએ અને બાદમાં ગાલની બાજુ ફેલાવું જોઇએ. ધ્યાન રહે કે ફાઉંડેશન દાઢી પાસે એક બિંદુ પર આકાર મળે.

5. ઓછા પ્રમાણમાં ઉપયોગ કરો

5. ઓછા પ્રમાણમાં ઉપયોગ કરો

જ્યારે આપ ઘેરા રંગનાં ફાઉંડેશનનો ઉપયોગ કરો, ત્યારે એ બાબત મહત્વની બની જાય છે કે આપ તેનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે કે જેથી આપની ત્વચાનાં રંગ સાથે તે સરળતાથી ભળી જાય. આ રીતે આપ પોતાનાં ડાર્ક સર્કલ્સ પણ છુપાવી શકો છો. માત્ર આ બાબતનું ધ્યાન રાખો કે તેનો ઓછા પ્રમાણનો ઉપયોગ કરો અને તેને એક સરખી રીતે ફેલાવવા માટે તેને સારી રીતે મેળવો.

English summary
Do you know how to fix foundation that is too dark. Well, read to know how to fix foundation that is too dark.
Story first published: Friday, March 17, 2017, 10:39 [IST]
X
Desktop Bottom Promotion