For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નારિયેળ તેલથી ૨ અઠવાડિયામાં ઉંમર દેખાશે ૧૦ વર્ષ ઓછી, જાણો કેવી રીતે

By Karnal Hetalbahen
|

નારિયેળ તેલ આજકાલ સૌથી વધુ ચલણમાં અને કામમાં લેવામાં આવનાર તેલ બની ગયું છે, એવું થયું છે તેના ફાયદાના કારણે. આ ના ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે સારું છે પણ એક સારું ખાદ્ય પદાર્થ છે પરંતુ તે તમને થોડા અઠવાડિયામાં જ ૧૦ વર્ષ જવાન દેખાડી શકે છે.

ઘણાં લોકોને નારિયેળ તેલના આ ગુણ વિશે જાણકારી છે, આ જ કારણથી તે લોકો તેના વગર રહી શકતા નથી. તો હવે તમારે તમારી વધુ કમાણી લોશન, ક્રીમ અને કંડીશનર વગેરે પર ખર્ચ કરવાની કોઈ જરૂર નથી, કેમકે નારિયેળ તેલ છે ને.

બીજા ઉપભોક્તા ઉત્પાદકોની જેમ, આ ત્વચામાં અને વાળમાં ઊંડાણ સુધી જઈને તેને પ્રાકૃતિક નમી પ્રદાન કરે છે, અને તેની સાથે જ ત્વચાની કોશિકાઓને પણ પોષણ પ્રદાન કરે છે. નારિયેળ તેલ તમારી ઉંમરને પણ અંદરથી અને બહારથી ઓછી કરી નાંખે છે. મિનરલ આધારિત ઉત્પાદક ત્વચાની નમી અને પોષણ છીનવી લે છે ત્યાં જ નારિયેળ તેલ ત્વચાને પોષણ આપે છે.

Coconut Oil

નાઈટ ફેસ ટ્રીટમેન્ટ
રાત્રે સૂતા પહેલા તેનો ઉપયોગ વધુ ફાયદાકારક થઈ શકે છે. જો તે થોડું કઠણ હોય તો તમે તેને થોડું લઈને તમારા હાથ પર પણ રગડી શકો છો. આ ગરમીમાં જ્યારે તે ગરમ થઈને તરલમાં બદલાય ત્યારે તમે તેને ચહેરા પર પણ લગાવી શકો છો. તેને લગાવ્યા પછી ૩૦ મિનીટ સુધી રાખો જેથી ત્વચામાં તે શોષાઈ જાય. તેના પછી તેને નરમ રૂમાલથી લૂંછી લો.

હાથને પોષણ
જો તમારા હાથ શુષ્ક હોય તો તમે નારિયેળ તેલને લોશની રીતે લગાવીને તેને પોષણ અને નમી પ્રદાન કરી શકો છો. જો તમે આ નમીને વધુ સમય સુધી રાખવા માંગતા હોય તો તેને લગાવીને ગ્લોઝ પણ પહેરી શકો છો, તેનાથી ઉંમરના નિશાન પણ ઓછા થવા લાગે છે.

પ્રાકૃતિક હેર કંડિશનર
નારિયેળ તેલ એક શાનદાર પ્રાકૃતિક હેર કંડિશનર છે. એક ટેબલસ્પૂન નારિયેળનું તેલ તમારા હાથમાં લો, અને તેને વાળમાં લાગવો, ખાસ કરીને જડમૂળમાં, તેને ધોવો નહી. તેને ૨ કે તેથી વધારે કલાક સુધી રહેવા દો. તેના પછી તેને ધોઈને નાહી લો. ત્યાર પછી શેમ્પૂ કરો.

English summary
Coconut oil is an age-defying secret that can be used both inside and out to slow aging. Using it as a moisturizer puts nutrients back into the skin.
Story first published: Thursday, February 23, 2017, 9:49 [IST]
X
Desktop Bottom Promotion