ચહેરાનાં પોર્સ સાફ કરવા માટે આમ બનાવો પીલ ઑફ મૉસ્ક

Posted By: Lekhaka
Subscribe to Boldsky

સ્કિનનાં પોર્સમાં જ્યારે ગંદકી જામવા લાગે છે, તો ખીલ, બ્લૅકહૅડ અને અન્ય ગુમડા-ફુંસીઓ નિકળવાનું શરૂ થઈ જાય છે. તેવામાં જેમની ત્વચા ઑયલી હોય છે, તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, જે લોકોનાં સ્કિન પોર્સ મોટા હોય છે, તેમને પણ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

આ પોર્સમાં જ્યારે ગંદકી ભરાય છે, તો બૅક્ટીરિયા અને ડેડ સેલ્સ જામી જાય છે. તેથી તેમને સાફ કરવું બહુ જરૂરી છે. આપ ઇચ્છો, તો ઘરે જ પીલ ઑફ મૉસ્ક તૈયાર કરી શકો છો કે જે ચહેરાનાં પોર્સમાંથી ગંદકીને એકદમ સાફ કરી દેશે.

તનાથી આપનાં ચહેરા પર ક્યારેય બ્લૅકહૅડ્સ તથા ખીલ નહીં થાય તેમજ ચહેરો કાયમ ચમકદાર બન્યો રહેશે. આવો જાણીએ કે ઘરે જ પીલ ઑફ મૉસ્ક કઈ રીતે તૈયાર કરવામાં આવે છે ?

Homemade Peel Off Mask For Skin Pores

સામગ્રી -

* ઇંડાનો સફેદ ભાગ - 1

* તાજા લિંબુનો રસ - 1 ચમચી

વિધિ -

1. કાચા ઇંડાનાં સફેદ ભાગને એક વાટકીમાં કાઢી તેમાં તાજા લિંબુનો રસ નાંખો.

2. આ મિશ્રણને લગભગ 5 મિનિટ હલાવી બરાબર મેળવી લો.

3. હવે બ્રશની મદદથી આ ગોળને ચહેરા પર લગાવો.

4. તે પછી પોતાનો ચહેરો એક ટિશ્યુ પેપર વડે ઢાંકી લો.

5. પછી મૉસ્કને 20 મિનિટ કે પછી વધુ સમય માટે એમ જ છોડી દો.

6. એક વાર જ્યારે તે સુકાઈ જાય, ત્યારે ટિશ્યુ પેપર ચહેરા પરથી કાઢી લો.

7. તે પછી ચહેરો પાણીથી ધોઈ સાફ કરીલો.

8. આ પ્રક્રિયા અઠવાડિયામાં 2 કે 3 વાર જરૂર કરો કે જેથી ચહેરામાંથી ગંદકી નિકળીજાય અને પોર્સ સાફ થઈ જાય.

English summary
This deep peel-off mask will not only remove the accumulated dead skin cells but also remove the dust particles that clog your pores.
Story first published: Monday, January 23, 2017, 10:56 [IST]