For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરેલૂ ઉપાચાર વડે દૂર કરો સ્કિન પિગ્મેંટેશન

By Karnal Hetalbahen
|

જો તમે વિચારો છો કે હિઓ એક છોકરીનો સૌથી સારો મિત્ર છે, તો જરા ફરી એકવાર વિચારો. એક સાફ અને ચમકતી ત્વચાથી વધીને વધુ આકર્ષક બીજું કંઇ જ નથી. પરંતુ ક્યારેક-ક્યારેક સ્કિન પિગ્મેંટેશન જેવી સમસ્યાના લીધે તમારી ત્વચા અસમાન અને ભદ્દી થઇ શકે છે. બજારમાં આ સમસ્યાના નિવારણ માટે ઘણા ઉપચાર ઉપલબ્ધ છે. પરંતુ તમે કોઇ રાસાણિક ઉપચાર પસંદ કરો તે પહેલાં અમે તમને ઘરેબેઠા સલૂન જેવી સુંદર ત્વચા પ્રાપ્ત કરવાના કેટલાક સરળ ઉપાય જણાવવા ઇચ્છીએ છીએ.

સ્કિન પિગ્મેંટેશના કારણ

ત્વચાની રંજકતા મૂળ રીતે ત્વચાની વિવર્ણતા છે જેનાથી તમારી ત્વચાની રંગત અસમાન્ય થઇ જાય છે. ત્વચાની રંજકતા પાછળ ઘણા કારણ છે. ત્વચાની રંજકતા આનુવંશિક કારણો પણ થઇ શકે છે. આ સિવાય, સૂર્યના તેજ કિરણો, તણાવ, ખીલના નિશાન, હાર્મોનના સ્તરમાં અસ્થિરતા, તથા પર્યાવરણીય તત્વ જેવા પ્રદૂષણ પણ આ સમસ્યાના અન્ય કારણ હોય શકે છે.

તમારે શું કરવું જોઇએ?

1. તમારી ત્વચાને સૂરજના કિરણોથી બચાવો.

2. દરરોજ તમારી ત્વચા પર ન્યૂનતમ 30 એસપીએફવાળું સનસ્ક્રીન લગાવો.

3. ઓ તમે બહાર ખુલ્લામાં ફરી રહ્યા છો, તો દરરોજ ત્રણ કલાક બાદ તમારી ત્વચા પર સનસ્ક્રીન લગાવો.

4. રાત્રે નિયમિત રૂપે તમારી ત્વચાને સાફ કરો તથા ટ્રેટિનોઇન અથવા કોઝિક એસિડથી યુક્ત ક્રીમોનો ઉપયોગ કરો.

1. વિટામિન સીને એક ગોળી

1. વિટામિન સીને એક ગોળી

છિણેલા ગાજરમાં મુલતાની માટી નાખીને તેની એક પેસ્ટ તૈયાર કરો. હવે આ મિશ્રણમાં વિટામિન સીની એક ગોળી પિગાળીને નાખો. તેને તમારા ચહેરા પર લગાવો, 20 મિનિટ માટે રહેવા દો અને પછી તમારા ચહેરાને પાણી વડે ધોઇ દો. તેને અઠવાડિયા બે વખત લગાવો.

2. દૂધ

2. દૂધ

4 ચમચી દૂધના પાવડરમાં થોડું હાઇડ્રોઇજન પેરોક્સાઇડ મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો. હવે તેમાં ગ્લિસરીન મિક્સ કરીને તેને દાગવાળી જગ્યા પર લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી ઠંડા પાણી વડે ધોઇ દો. હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ગ્લિસરીન કોઇપણ સ્થાનિક કેમિસ્ટની દુકાન પર સરળતાથી મળી જશે.

3. બટાકા

3. બટાકા

એક બટાકું છોલો અને તેના પડ પર થોડું પાણી છાંટો, તેને તમારા કાળા ડાઘવાળી ત્વચા પર ખસો. બટાકાનો રસ ત્વચાના ડાઘને દૂર કરવામાં મદદ કરે છે.

4 દલિયા

4 દલિયા

દળેલા દલિયામાં દહીની સાથે થોડાં લીંબૂ ટીપા અને ટામેટાંનો રસ ઉમેરો. તેને અઠવાડિયામાં એકવાર તમારી ત્વચા પર લગાવો અને ફરક દેખો.

5. તુલસીના પાંદડા

5. તુલસીના પાંદડા

તુલસીના પાંદડાને લીંબૂના રસની સાથે મિક્સ કરી તમારી રંજિત ત્વચા પર લગાવો, તેનાથી તમારી ત્વચા પર પડેલા કાળા ડાઘ દૂર થઇ જશે.

6. ખાંડ

6. ખાંડ

ખાંડને જૈતૂનના તેલમાં મિક્સ કરી તમારા શરીર પર લગાવો. ખાંડ પીગળી જાય ત્યાં સુધી તમારા શરીર પર ઘસો. તેને તમારા હાથ, પગ, ગરદન તથા શરીરના અન્ય કાળા અંગો પર લગાવી શકો છો.

7. મધ

7. મધ

1 ચમચી લીંબૂના રસમાં 1 ચમચી મધ અને બદામનું તેલ મિક્સ કરો. એક ચમકતી ત્વચા મેળવવા માટે આ મિશ્રણથી 15 મિનિટ માટે તમારાની માલિશ કરો.

8. ખૂબ પાણી

8. ખૂબ પાણી

વધુ પાણી પીવો, પાણી તમારા શરીરમાં હાજર વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે તથા તમારી ત્વચા સંબંધિત બધી સમસ્યાઓમાંથી મુક્ત કરી દે છે.

9. દૂધ અને પપૈયું

9. દૂધ અને પપૈયું

કાચા દૂધમાં કાચું પપૈયું મિક્સ કરો તેને 10 મિનિટ માટે તમારા ચહેરાની માલિશ કરો. આ મિશ્રણ ચહેરાના કાળા ડાઘ પર ખૂબ અસરદાર સાબિત થશે.

10. છાસ

10. છાસ

કાળા ડાઘને ઓછા કરવા માટે તમારા ચહેરાને છાસ વડે ધોવો.

English summary
Skin pigmentation is basically discolouration of skin that can lead to an uneven skin tone. There are many treatments available in the market to tackle this problem.
Story first published: Tuesday, November 29, 2016, 11:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more