For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું કારણ છે કે આપને ટી-ઝોન અને હડપચી પર ખીલ થાય છે ?

રોમ છિદ્રો બંધ થતા તેલ ત્વચાની અંદર જ રહી જાય છે.

By Staff
|

શું આપને સામાન્યતઃ ટી ઝોન અને હડપચી પર વારંવાર ખીલ થાય છે ? આ અસામાન્ય નથી. આ સ્થાને સામાન્યતઃ ખીલ થાય જ છે અને ચહેરાનાં અન્ય ભાગોની સરખામણીમાં આ સ્થાને ખીલ વધુ થાય છે.

કેટલાક લોકોનું એવું માનવું છે કે માત્ર તૈલીય ત્વચાનાં કારણે જ ખીલ આવે છે, પરંતુ આ સાચુ નથી, શુષ્ક અને મિશ્રિત ત્વચા ધરાવતા લોકોને પણ ખીલની સમસ્યા સામે ઝઝુમવું પડે છે.

મિશ્રિત ત્વચા ધરાવતાલોકોનું ટી ઝોન પણ તૈલીય હોય છે અને બાકીનાં ચહેરાની ત્વચા શુષ્ક અથવા સામાન્ય હોય છે.

acne

ટી ઝોન વિસ્તાર અને હડપચી પર ખીલ કેમ થાય છે ?

1. ટીનેજર્સમાં ત્વચાનાં રોમ છિદ્રોનું બંધ થવું ખીલનું સૌથી મોટું કારણ છે અને આ સમસ્યા યુવાઓમાં બહુ સામાન્ય છે. તાણ, સગર્ભાવસ્થા, માસિક ચક્ર, જન્મ નિયંત્રણની ગોળીઓ લેવાનું પ્રારંભ કરવું અથવા બંધ કરવું વગેરે બહુ સામાન્ય કારણો છે કે જે આ વિસ્તારોને સૌપ્રથમ પ્રભાવિત કરે છે.

2. રોમ છિદ્રો બંધ થવાથી તેલ ત્વચાની અંદર જ રહી જાય છે અથવા એમ પણ કહી શકાય કે તેલ ગ્રંથિઓ વધુ સક્રિય થવાનાં કારણે પણ ત્વચાનાં રોમ છિદ્રો બંધ થઈ જાય છે.

3. પ્રોપિઓબૅક્ટીરિયમ એક્ને બૅક્ટીરિયા (પી. એક્નેસ) એક કેમિકલ ઉત્પન્ન કરે છે કે જે તેલની સંરચનાને બદલી નાંખે છે કે જેથી ત્વચામાં ખંજવાળ અને બળતરા થાય છે.

4. આપની હડપતી પર થતી ખીલ હૉર્મોન્સમાં પરિવર્તનનો સંકેત કરે છે. સેબેશિયાસ ગ્રંથિઓ હૉર્મોન્સનાં નિયંત્રણમાં હોય છે, ખાસ તો એડ્રોજન. સેબેશિયાસ ગ્રંથિઓ એંડ્રોજનનાં પરિચસંચરણ પ્રત્યે બહુ સંવેદનશીલ હોય છે.

5. ત્વચામાં બળતરાનાં કારણે લાલાશ, સોજો, ગરમી અને અસુવિધા થાય છે. જ્યારે શરીરનું પ્રતિરક્ષા તંત્ર કોઇક બાહ્ય પદાર્થને લેવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બળતરા થાય છે.

6. પાચન તંત્રમાં ખરાબી થવાથી પણ નાક અને ટી ઝોનની આજુબાજુ ખીલની સમસ્યા પેદા થાય છે.

English summary
Dr tells us about the reason why acne breakouts are common on the chin and T-zone.
Story first published: Wednesday, June 28, 2017, 10:19 [IST]
X
Desktop Bottom Promotion