પિંપલ્સ અને ડ્રાય સ્કિનમાંથી છુટકારો અપાવે કોળુંનું ફેસ પૅક

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જ્યારે વાત હોય ફેસ મૉસ્કની, તો આપણે કાયમ જ કંઇક સારી પસંદગી કરવાની કોશિશ કરીએ છીએ કે જે આપણને સારૂં રિઝલ્ટ આપે, પરંતુ શું આપ બજારની પ્રોડક્ટ્સ છોડી કિચન તરફ વળવા માંગો છો ?

આજે તો બજારમાં કેટલીય પ્રોડક્ટ મોજૂદ છે કે જેમાં કુદરતી ચીજો મળેલી હોય છે; જેમ કે હળદર, મધ, લિંબુ વગેરે, પરંતુ શું આપ જાણો છો કો કોળુંને પણ આપણે ફેસ પૅક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ? કોળુંનું ફેસ પૅક લગાવવાથી આપનો ચહેરો તરત જ ગ્લો કરશે. તેના બીજા પણ ફાયદાઓ છે, આવો જાણીએ તેમના વિશે...

using pumpkins

દરેક પ્રકારની સ્કિન માટે : અડધું કપ કોળુંનું પેસ્ટ લો. તેમાં અડધી ચમચ મધ અને દૂધ મિક્સ કરો. પછી તેમાં ચપટી ભર તજ પાવડર મિક્સ કરો. આ પેસ્ટ ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી મૂકો અને પછી ચહેરો હળવા ગરમ પાણીથી ધોઈ લો.

using pumpkins

શુષ્ક ત્વચા પર પણ અસરકારક : કોળુંને પીસીને પેસ્ટ બનાવો. તેમાં મલાઈ પણ મિક્સ કરો. પછી 2 ચમચી ખાંડ મિક્સ કરી ચહેરા પર લગાવો. તેનાથી ચહેરામાં ભેજ આવશે અને શુષ્કતા દૂર થશે.

using pumpkins

ઑયલી ત્વચા માટે : 1 ચમચી કોળુનું પેસ્ટ લો. તેમાં 1 ચમચી એપ્પલ સાઇડર વિનેગર કે લિંબુનો રસ મેળવો. તેને ચહેરા પર લગાવો. લિંબુ ચહેરા પર ટોનરની જેમ કામ કરે છે અને ચહેરાના પીએચ લેવલને બૅલેંસ કરે છે.

using pumpkins

એક્ને દૂર કરે : 1 ચમચી કોળુનું પેસ્ટ લઈ તેમાં 1 ચમચી ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરો. પછી તેને ચહેરા અને ગળા પર લગાવો. તેને 20 મિનિટ સુધી એમ જ છોડી દો અને પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો.

English summary
Here are a list of pumpkin face packs that you can try for different types of skin. Find out about the most interesting face packs using pumpkin.
Story first published: Thursday, December 22, 2016, 11:45 [IST]