For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરઘથ્થુ નુસ્ખા કે જે આપનો ચહેરો બનાવી દેશે ગોરો

By Super Admin
|

ચહેરા પર જો કોઈ પણ પ્રકારની ટૅનિંગ થઈ ગઈ હોય કે પછી ખીલના ડાઘા તથા બ્લૅકહેડ્સે હેરાન કરી મૂક્યા હોય, તો બજારની ક્રીમ છોડી આપે રસોડામાં રાખેલી સામગ્રીઓનો ઉપયોગ શરૂ કરી દેવો જોઇએ. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે લોકોને ગોરી રંગત પામવાની ખૂબ ચાહના હોય છે. તેથી તેઓ પોતાના ચહેરા પર કોણ જાણે કઈ-કઈ ક્રીમ અને પાવડર લગાવતા રહે છે.

આજે અમે આપને કેટલાક ખૂબ જ સરળ અને ઘરગથ્થુ નસ્ખાઓ બતાવવા જઈ રહ્યા છે કે જેનાથી આપ પોતાની રંગ પરત પામી શકો છો, પરંતુ આ ઘરગથ્થુ ઉપચારોનો ઉપયોગ કરતા આપે કેટલીક વાતોનો પણ ખ્યાલ રાખવો પડશે જેમ કે સખત તડકામાં ચહેરાને ખુલ્લો ન રાખો તથા ચહેરા પર ધૂપમાં નિકળતા પહેલા સનસ્ક્રીન લોશન લગાવીને જ નિકળો. તો ચાલોજાણીએ ચહેરાની રંગત નિખારવા માટેના કેટલાક સરળ ઘરગથ્થુ નુસ્ખાઓ.

લિંબુ

લિંબુ

અડધુ લિંબુ લઈ તેને દરરોજ પોતાની ત્વચા પર રગડો. આ એક બ્લીચિંગ એજંટ છે કે જેનાથી ઘેર બેઠા જ આપની ત્વચા ગોરી બની જશે.

બટાકા

બટાકા

બટાકાના રસને એક વાટકામાં કાઢો અને પોતાની ત્વચા પર રોજ લગાવો. તેનાથી પણ ઘણો ફરક જોવા મળશે.

ટામેટા

ટામેટા

ટામેટાને મસળીને તેને ચહેરા અને ગર્દન પર લગાવો. તેનાથી ત્વચા સાફ થશે અને ઑયલી સ્કિન માટે તે સારૂં પણ રહે છે.

લિંબુ અને મધ

લિંબુ અને મધ

ત્વચા પર લિંબુનો રસ અને તેટલી જ માત્રામાં મધ મેળવીને લગાવો.

મધ અને દાલચીની

મધ અને દાલચીની

અડધી ચમચી મધ લો અને તેમાં એક ચપટી દાલચીની નાંખી ચહેરા પર લગાવો.

કાકડીનો રસ

કાકડીનો રસ

કાકડીનો રસ કાઢી તેને ચહેરા કે અન્ય ત્વચા પર લગાવો. તે ઑયલી ત્વચા માટે સારો હોય છે.

દહીં

દહીં

સાદા દહીંને ત્વચાનો રંગ નિખારવા તથા તેને કોમળ બનાવવા માટે લગાવી શકાય છે. તેનાથી ચિકન પૉક્સના ડાઘા પણ આરામથી સાફ થઈ જાય છે.

નાળિયેર પાણી

નાળિયેર પાણી

ચહેરા પર નાળિયેર પાણી પણ લગાવી શકાય. તેનાથી ડાઘા હળવા થઈ જાય છે.

બદામનું તેલ

બદામનું તેલ

પોતાની ત્વચાને બદાના તેલ કે જૈતૂનના તેલ વડે માલિશ કરો. તેમાં આપ થોડીક કેસર પણ ઉમેરી શકો છો.

મિલ્ક પાવડર

મિલ્ક પાવડર

1 ચમચી મિલ્ક પાવડર, 1 ચમચી લિંબુનો રસ અને 1 ચમચી બદામનું તેલ મેળવી ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઈ નાંખો.

ઇંડા

ઇંડા

ઇંડાના સફેદ ભાગને અઠવાડિયામાં બે વખત ત્વચા પર લગાવો. જો ત્વચા ઑયલી છે, તો ઇંડુ ખૂબ જ ફાયદો આપશે.

ઓટમીલ અને દહીં

ઓટમીલ અને દહીં

ઓટમીલ, દહીં તથા ટામેટાને મિક્સ કરીને ફેસ પૅક બનાવો અને ચહેરા પર લગાવો.

પપૈયુ-મધ

પપૈયુ-મધ

પપૈયુ, મધ, દૂધ અને મિલ્ક પાવડરને સાથે મિક્સ કરી ચહેરા પર લગાવો. તેની અસર ચોક્કસ જોવા મળશે. ઑયલી સ્કિન ધરાવનારાઓ માટે તે સારૂ છે.

ચંદન પાવડર

ચંદન પાવડર

ચંદન પાવડરને બદામના તેલ સાથે મિક્સ કરી ચહેરા પર લગાવો. તેને એક હોમ ફેશિયલ તરીકે પ્રયોગ કરી શકાય.

બદામ

બદામ

બદામને કાચા દૂધમાં આખી રાત પલાળીને રાખો અને સવારે પીસીને ચહેરા પર સ્ક્રબની જેમ પ્રયોગ કરો.

કાચુ દૂધ

કાચુ દૂધ

કાચા દૂધને ત્વચાનો રંગ હળવા કરવા માટે પ્રયોગ કરી શકાય. આપ તેમાં થોડીક કેસર પણ ઉમેરી શકો છો. તેને રૂના પૂમડા વડે ચહેરા પર દરરોજ લગાવો.

મુલ્તાની માટી

મુલ્તાની માટી

મુલ્તાની માટીમાં ચંદન પાવડર નાંખી પેસ્ટ બનાવો. આ પેસ્ટને થોડીક વાર માટે ચહેરા પર લગાવો અને પછી પાણીથી ધોઈ નાંખો. ચહેરાના તમામ ડાઘા ગાયબ થઈ જશે.

બેસન

બેસન

2 ચમચી બેસન સાથે 1 ચમકી કાચુ દૂધ, લિંબુનો 6 ટીપા રસ તથા જૈતૂનનુ 2 ટીપા તેલ મિક્સ કરો તથા ચહેરા પર લગાવો. તે દરેક પ્રકારની ત્વચા માટે સારૂ રહેશે.

જીરૂ

જીરૂ

જીરૂને પાણીમાં ઉકાળી તેના વડે ચહેરાનો ધુવો. તેનાથી આપની સ્કિન ટોન તથા વધુ નિખરી ઉઠશે.

મસૂર દાળ

મસૂર દાળ

મસૂર દાળને દહીં કે દૂધ સાથે દળી લો અને ચહેરા પર ફેસ પૅક તરીકે લગાવી લો. આવું 15 દિવસ સુધી સતત અજમાવો. આપને ફરક દેખાશે.

સંતરાની છાલ

સંતરાની છાલ

સંતરાની સૂકી છાલનું પાવડર લો અને તેમાં થોડુક દૂધ કે દહીં મિક્સ કરી લો. તેનાથી સ્કિન ટોન બિલ્કુલ સ્વચ્છ થઈ જશે.

અડદ દાળ

અડદ દાળ

અડદની દાળને 4 બદામ સાથે થોડાક દૂધમાં મિક્સ કરી આખી રાત પલાળી રાખો. પછી તેને સવારે દળી લો અને ફેસ પૅક તરીકે લગાવી લો. આપની ત્વચાની રંગત નિખરી જશે. એવું દરરોજ કરો.

પુદીનાનો રસ

પુદીનાનો રસ

2 ચમચી પુદીનાના રસ સાથે અડધી ચમચી લિંબુનો રસ મિક્સ કરો. તેનાથી ચહેરા પર જેટલા પણ વ્હાઇટહેડ્સ વિગેરે હશે, તે તો જતા જ રહેશે, પરંતુ સાથે-સાથે આપની ત્વચા પણ ગોરી બનશે.

પાઇનેપલ

પાઇનેપલ

પાકુ પાઇનેપલ ઘસી તેનું જ્યૂસ કાઢી લો અને તેને ચહેરા પર લગાવી લો.

દહીં અને કાકડી

દહીં અને કાકડી

કાકડીને ઘસો અને તેમાં થોડુંક દહી મિક્સ કરો. પછી તેને ચહેરા પર કેટલાક દિવસો સુધી લગાવો. આ રેમેડી આપના ચહેરાને ચોક્કસ ચમકાવશે.

ગુલાબ જળ અને મુલ્તાની માટી

ગુલાબ જળ અને મુલ્તાની માટી

મુલ્તાની માટી લઈ તેમાં ગુલાબ જળ મિક્સ કરો તથા ચહેરા પર લગાવો. આ ઉપાય ઑયલી સ્કિન માટે બહુ સારો છે.

English summary
Here are some tips for getting fair skin at home, which must be used only when you use a good sun block.
Story first published: Friday, October 14, 2016, 15:37 [IST]
X
Desktop Bottom Promotion