ડીઆઈવાય : ટામેટા અને યોગર્ટ (દહીં)થી બનેલું હાઇડ્રેટિંગ મૉસ્ક

Posted By: Super Admin
Subscribe to Boldsky

આજે અમે આપને અહીં એક સરળ વિધિ જણાવી રહ્યાં છીએ કે જેથી આપ ઘરે જ ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરી શકો અને ત્વચાની સંભાળ લઈ શકો. હા જી, અમે ટામેટા અને દહીંથી બનેલા હાઇડ્રેટિંગ મૉસ્ક વિશે વાત કરી રહ્યાં છીએ.

હોળી બાદ સારૂં રહેશે કે આપ વહેલામાં વહેલી તકે પોતાની ત્વચાની ઉષ્મા પરત લાવવાનો પ્રયત્ન કરો અને ત્વચાની સંભાળ રાખો.

કેમિકલ્સ અને નુકસાનકારક રંગો આપની ત્વચામાં ઉંડાણ સુધી જતા રહે છે કે જેના કારણે ત્વચા સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

diy tomato and yogurt hydrating mask

જોકે આજે અમે આપને અહીં એક સરળ વિધિ જણાવવા જઈ રહ્યાં છીએ કે જેથી આપ ઘરે જ ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરી શકો અને ત્વચાની સંભાળ કરી શકો.

હા જી, અમે ટામેટા અને દહીંથી બનેલા હાઇડ્રેટિંગ મૉસ્ક વિશે વાત કરી રહ્યાં છીએ. તેને બનાવવાની વિધિ નીચે મુજબ છે.

diy tomato and yogurt hydrating mask

જરૂરી સામગ્રી :-

ટામેટાની કેટલીક સ્લાઇસ, બે ચમચી દહીં, એક ચમચી લિંબુનો રસ, એક ચમચી સિંધવ મીઠું (સી સૉલ્ટ)

diy tomato and yogurt hydrating mask

વિધિ :

1. એક ટામેટું લો અને તેના નાના-નાના ટુકડા કાપી લો. હવે ટામેટાનાં આ ટુકડાઓમાં બે ચમચી દહીં નાંખો.

2. હવેઆ પેસ્ટમાં સી સૉલ્ટ મેળવો. તેમાં એક ચમચી લિંબુનો રસ મેળવો.

3. તમામ સામગ્રી સારી રીતે મેળવો. ટામેટાને ફોર્ક કે ચમચીની મદદથી મસળવું પડશે. ધ્યાન રહે કે મિશ્રણ એક સરખું અને કોમળ બને.

diy tomato and yogurt hydrating mask

4. તમામ સામગ્રીઓને સારી રીતે મેળવો કે જેથી એક ઘટ્ટ પેસ્ટ બની શકે. તેનો ઉપયોગ કેવી રીતે કરશો ?

5. ટામેટાનાં આ મૉસ્કને ચહેરા પર લગાવો. તેને ચહેરા પર એક સરખી રીતે ફેલાવો અને થોડીક વાર સુધી મસાજ કરો.

6. 10-15 મિનિટ સુધી ગોળાકાર દિશામાં મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો. તેનાથી આપની ત્વચા કોમળ, મુલાયમ અને ભેજયુક્ત બની જશે.

diy tomato and yogurt hydrating mask

ટામેટાથી ત્વચાને થતા ફાયદાઓ :
ટામેટા માત્ર આરોગ્ય માટે લાભકારક નથી હોતા, પણ તે ત્વચા માટે પણ લાભકારક છે. ચહેરા પર ટામેટું લગાવવાથી આપની ત્વચા ઉજળી અને ચમકદાર થઈ જાય છે. ટામેટામાં વિટામિન સી પ્રચૂર પ્રમાણમાં હોય છે કે જે ત્વચાની ચમક પરત લાવે છે. ટામેટું ત્વચાને ઑક્સીજનનું અવશોષણ કરવામાં મદદ કરે છે અને આ રીતે તે એજિંગનાં લક્ષણો પણ દૂર રાખે છે. ટામેટાનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઓછી થાય છે. ટામેટામાં હાજર એંટીઑક્સીડંટ્સનાં કારણે તે એક પ્રાકૃતિક સનસ્ક્રીનની જેમ કામ કરે છે અને હાનિકારક યૂવી કિરણોથી ત્વચાનું રક્ષણ કરે છે.

diy tomato and yogurt hydrating mask

દહીંથી ત્વચાને થતા ફાયદાઓ :
દહીંમાં લૅક્ટિક એસિડ હોય છે કે જે ત્વચાને ઉજળી બનાવે છે. દહીમાં ઘણા બધા એંટીઑક્સીડંટ્સ હોય છે કે જે ત્વચા પર જામેલી ધૂળ અને ગંદકીને સાફ કરે છે. તે ત્વચાને ઘણી વાર સુધી નમ, કોમળ અને મુલાયમ રાખે છે. દહીં મુક્ત કણોથી ત્વચાને થતા નુકસાનથી બચાવે છે અને ત્વચા માટે રોધકનું કામ કરે છે.

diy tomato and yogurt hydrating mask

સી સૉલ્ટથી થતા ફાયદાઓ :
સી સૉલ્ટમાં ભારે પ્રમાણમાં સોડિયમ હોય છે કે જે ત્વચાને લાંબા ગાળા સુધી ભેજયુક્ત વાળી જાળવી રાખે છે. તે ત્વચાની ઉંડાણ સુધી સફાઈ કરે છે અને આ રીતે ત્વચા પર જામેલી ધૂળ તેમજ ગંદકીને સાફ કરે છે. કહેવાય છે કે સી સૉલ્ટ સોરાઇસિસ માટે એક પ્રાકૃતિક ઉપચાર છે.

English summary
Read to know the best DIY tomato and yogurt hydrating mask for skin care. As yogurt and tomato have several beauty benefits, they are an ideal combo.
Story first published: Thursday, March 30, 2017, 10:00 [IST]