For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ

By Staff
|

ઘણા લોકોને સૂર્યની કિરણો સારી લાગે છે, પરંતુ ત્વચા પર પડતા તેનાં પ્રભાવને કોઈ પસંદ નથી કરતો. જો કોઈ ત્વચાને સૌથી ખરાબ રીતે પ્રભાવિત કરે છે, તો તે છે સૂર્યના કિરણો.

હૉલિડે સીઝન હજી શરૂ જ થયું છે અને એવામાં મોટાભાગનાં લોકો દરિયા કિનારે કે બીચો પર ઘૂમવાનું પસંદ કરે છે. બાળકોથી લઈ મોટેરાઓ સુધી, દરેકને બીચનું સોહામણું મોસમ અને સનસેટનો નજારો ખૂબ પસંદ આવે છે.

પરંતુ આ મજાની કિંમત આપની સ્કિને ચુકવવી પડે છે. જો આપની ત્વચા પર સનટૅન થઈ ગયું છે, તો કેટલીક ટિપ્સ અપનાવીને આપ તેને સાજુ કરી શકો છો.

ત્વચા પર સૂર્યનો બહુ હાનિકારક પ્રભાવ પડે છે. ત્વચા પર સૂર્યનાં યૂવી કિરણોનું સીધું પડવું ત્વચાની કોશિકાઓને નુકસાન પહોંચાડવાની સાથે-સાથે તેમના આરએનએ અને ડીએનએને પણ ડૅમેજ કરે છે. આ પ્રકારનાં ડીએનએ ડૅમેજ થવાનાં કારણે સ્કિન કૅંસર સુદ્ધા થઈ શકે છે.

તેનાંથી બચવા માટે ત્વચામાં મેલાનિનનું પ્રમાણ સંતુલિત હોવું જોઇએ. ત્વચામાં મેલાનિનનું સ્તર બગડવાથી સૂર્યની યૂવી કિરણોનાં કારણે સનટૅન થવા લાગે છે. જોકે કેટલીક ટિપ્સ અપનાવીને આપ જલ્દીથી આ સનટૅનમાંથી છુટકારો પામી શકો છો. સાથે જ ત્વચાનો રંગપણ તેનાથી સાફ થાય છે.

જ્યારે ત્વચા સૂર્યના યૂવી કિરણોનાં કારણે ટૅન થઈ જાય છે, તો તેનો રંગ કાળો થવા લાગે છે. સાથે જ તેનાથી ત્વચા પર કરચલીઓ પણ પડવા લાગે છે. માર્કેટમાં મળતા સનટૅન રિમૂવર એટલી સારી રીતે કામ નથી કરી શકતાં.

પરંતુ એવા અનેક ઘરગથ્થુ નુસ્ખાઓ છે કે જે આસાનીથી સનટૅનને સાજુ કરી શકે છે. આ નુસ્ખાઓ ચામત્કારિક રીતે ત્વચાને સનટૅનમાંથી છુટકારો અપાવે છે. તો ચાલો, જાણીએ ત્વચાને સનટૅનમાંથી છુટકારો અપાવવા DIY નુસ્ખાઓ વિશે.

લિંબુ અને મધ

લિંબુ અને મધ

સનટૅનને દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે લિંબુ અને મધનું મિશ્રણ. લિંબુ ત્વચાો રંગ સાફ કરે છે અને મધથી સ્કિન મૉઇશ્ચરાઇઝ થાય છે.

સામગ્રી

- બેચમચી મધ

- લિંબુનો બે ચમચી રસ

કેવી રીતે કરશો પ્રયોગ ?

મધ અને લિંબુનો રસ સરખા પ્રમાણમાં મેળવી લો અને તેને સનટૅન વાળી જગ્યાએ લગાવો. 20 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી સૌમ્ય સાબુથી તેને વૉશ કરીલો. સનટૅન હટાવવા માટે આપે આ નુસ્ખો રોજ કરવાનો છે.

ચંદન અને હળદર પૅક

ચંદન અને હળદર પૅક

ચંદન અને હળદર બંને જ વસ્તુઓ ખૂબ ઝડપથી આપની ત્વચાની તમામ મુશ્કેલીઓ અને ખામીઓને દૂર કરી રંગ નિખારવાનું કામ કરે છે.

સામગ્રી

- એક ચમચી ચંદન પાવડર

- એક ચમચી હળદર પાવડર

- ગુલાબ જળ

કેવી રીતે કરશો પ્રયોગ ?

એક ચમચી ચંદન પાવડર અને હળદર બાવડરને ગુલાબ જળ સાથે મિક્સ કરો. હવે આ પૅકને અડધા કલાક માટે પોતાનાં ચહેરા પર લગાવો. તે પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.

ટામેટાનો રસ અને યોગર્ટ પૅક

ટામેટાનો રસ અને યોગર્ટ પૅક

સિટ્રસ ફળોમાં એસ્કૉર્બિક એસિડ હોય છે કે જેમાં પ્રચૂર પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ યૌગિક ઉપલબ્ધ હોય છે. આ યૌગિક સનટૅનને હટાવવામાં મદદ કરે છે. યોગર્ટમાં લૅક્ટિક એસિડ હોયછે કે જેનાથી ટૅન વહેલી તકે નિકળી જાય છે.

સામગ્રી

- ટામેટાનો બે ચમચી રસ

- બે ચમચી ફ્રેશ યોગર્ટ

કેવી રીતે કરશો પ્રયોગ ?

ફ્રેશ યોગર્ટમાં ટામેટાનો બે ચમચી રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર અથવા ટૅન અસરગ્રસ્ત ભાગ પર લગાવો. 30 મિનિટ બાદ ચહેરો સાફ પાણીથી ધોઈ લો.

સંતરાનો રસ

સંતરાનો રસ

સંતરાનો રસ આરોગ્યને તો ઘણા ફાયદાઓ પહોંચાડે જ છે, સાથે જ તે સનટૅનમાંથી છુટકારો અપાવવામાં પણ મદદ કરેછે. સંતરાનો રસ ત્વચા માટે ખૂબ લાભકારી હોય છે. સંતરાનાં રસમાં નૅચરલ અલ્ફા-હાઇડ્રૉક્સી એસિડ હોય છે કે જે સનટૅનને હટાવવામાં મદદ કરે છે.

સામગ્રી

ફ્રેશ સંતરાનો રસ

કેવી રીતે કરશો પ્રયોગ

કોઇક સૌમ્ય સાબુનથી પહેલા ચહેરો ધોઈ લો અને પછી હળવા હાથે ચહેરા પર સંતરાનાં રસથી મસાજ કરો. જ્યાં સુધી ત્વચા સંતરાનાં રસને શોષી ન લે, ત્યાં સુધી મસાજ કરતા રહો. 10 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. દરરોજ આ નુસખો અપનાવાથી આપની ત્વચા પરથી સ્કિનટૅન જલ્દીથી નાબૂદ થઈ જશે.

મિલ્ક પાવડર, મધ અને બદામ તેલ

મિલ્ક પાવડર, મધ અને બદામ તેલ

મિલ્ક પાવડર, મધ અને બદામ તેલ મેળવી આપની ત્વચાને રિપૅર કરી ટૅનને સાફ કરી શકાયછે.

સામગ્રી

- એક ચમચી મિલ્ક પાવડર

- લિંબુનાં રસનાં કેટલાક ટીપાં

- એક ચમચી બદામ તેલ

- એક ચમચી મધ

કેવી રીતે કરશો પ્રયોગ ?

બદામ તેલ, મિલ્ક પાવડર અને મધમાં લિંબુનો રસ નાંખી સારી રીતે મિક્સ કરી લો. હવે આ પૅકને અસરગ્રસ્ત ભાગ પર લગાવો. 20 મિનિટ બાદ પાણીથી આ પૅકને વૉશ કરી લો. તેનાંથી આપનું સ્કિન ટૅન ખૂબ જ નિખરી જશે.

ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવવા માટે એક સારૂ સનસ્ક્રીન યૂઝ કરવું પણ ખૂબ જરૂરી છે. ટૅનિંગ અને ઉંમરથી પહેલા એલિંગનાં નિશાન પડવાથી બચવા માંગો છો, તો દરરોજ તડકામાં નિકળતા પહેલા પોતાનાં ચહેરો અને બૉડી પર સનસ્ક્રીન લગાવીને નિકળો. તડકામાં નિકળવાનાં 20 મિનિટ પહેલ સનસ્ક્રીન લોશન લગાવો, કારણ કેત્વચાને સનસ્ક્રીન શોષવામાં લઘુત્તમ 20 મિનિટનો સમય લાગેછે.

ચમકદાર ત્વચા સૌને આકર્ષિત કરે છે. તેથી જો આપ કોઇક મહેફિલની શાન બનવા માંગતા હોવ, તો ઊપર અપાયેલા પ્રાકૃતિક નુસ્ખાઓ જરૂર અજમાવો.

English summary
Read to know the DIY tips to remove sun tan instantly.
Story first published: Wednesday, June 28, 2017, 10:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more