For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જિદ્દીથી જિદ્દી મેકઅપ પણ મટાડે આ ઘરગથ્થુ મેકઅપ રિમૂવર

By Super Admin
|

મહિલાઓએ જો પોતાની ત્વચાની કૅર કરવાની હોય, તો સૌથી શ્રેષ્ઠ રીત છે કે આપ સૂતા પહેલા પોતાનાં ચહેરા પરથી મેકઅપ કાઢીને સૂઓ. તેથી સ્કિન કૅરમાં મેકઅપરિમૂવરને બહુ જરૂરી સમજવામાં આવે છે.

આજે અમે આપને એવા મેકઅપ રિમૂવર વિશે જણાવીશું કે જે આપની સ્કિનને નુકસાન પહોંચાડ્યા વિના ચહેરા પરથી મેકઅપ હટાવશે. પરીક્ષણ કરાયેલા આ મેકઅપ રિમૂવર જિદ્દીથી જિદ્દી મેકઅપને પણ આપની સ્કિન પરથી હટાવી દેશે. મસ્કારા હોય, આઈલાઇનર હોય કે પછી ગ્લૉઝી લિપસ્ટિક હોય, આ પ્રાકૃતિક મેકઅપ રિમૂવરથી આપને ચોક્કસ ફાયદો જ થશે.

આ મેકઅપ રિમૂવરમાં વિટામિન અને અન્ય પ્રાકૃતિક તત્વો ભળેલા હોય છે કે જે આપની સ્કિનને કોઈ નુકસાન નહીં પહોંચાડે. સદીઓથી મહિલાઓ મેકઅપ રિમૂવ કરવા માટે આ નુસ્ખાઓનો ઉપયોગ કરતીઆવી છે.

નોટ : ચહેરાપરથી મેકઅપ રિમૂવ કરતી વખતે આપે અત્યધિક તકેદારી લેવાની જરૂર છે. આરામથી તેનો પ્રયોગ કરોઅને તેમને ચહેરા પર લગાવતાપહેલા સ્કિન પૅચ ટેસ્ટ જરૂર કરી લો.

1. હેઝલનટ ઑયલ અને ઑલિય ઑયલ

1. હેઝલનટ ઑયલ અને ઑલિય ઑયલ

હેઝલનટ ઑયલ અને ઑલિવ ઑયલ બંને જ પ્રાકૃતિક ઑયલ્સ છે કે જેમનામાં એવા યૌગિક મોજૂદ છે કે જે આપની ત્વચાને નુકસાન પહોંચાડ્યા વગર મેકઅપ રિમૂવ કરે છે.

કેવી રીતે બનાવશો ?

એક ચમચી એક્સ્ટ્રા વર્જિન ઑયલમાં અડધી ચમચી હેઝલનટ ઑયલ મેળવો. હવે એક કોટન બૉલ આ મિશ્રણમાં ડીપ કરો અને તેને ચહેરા પર લાગેલા મેકઅપને સાફ કરો.

2. બદામ તેલ અને વિચ હેઝલ

2. બદામ તેલ અને વિચ હેઝલ

વિચ હેઝલમાં પ્રચૂર માત્રામાં એંટી-ઑક્સીડંટ્સ હોય છે કે જે સૌથી શ્રેષ્ઠ રીતે ચહેરા પરથી મેકઅપ સાફ કરે છે. હેઝલ વિચમાં બદામ તેલને મેળવી લગાવવાથી ચહેરાનીસફાઈ દરમિયાન સ્કિનપરથી નૅચરલ ઑયલ્સ ખતમ નથી થતાં.

કેવી રીતે બનાવશો ?

એક ચમચી હેઝલ ઑયલમાં ચાર ટીપાં બદામ તેલનાં મેળવો. તેને સારી રીતે મિક્સકરો. આ મિશ્રણથી ચહેરા પરનું મેકઅપ રિમૂવ કરો.

3. મધ અને એલોવેરા જૅલ

3. મધ અને એલોવેરા જૅલ

મધ અને એલોવેરા જૅલમાં એંટી-ફંગલ યૌગિકની સાથે-સાથે એંટી-ઑક્સીડંટ્સ હોયછે કે જે ચહેરાની સ્કિનને સારી રીતે સાફ કરે છે.

કેવી રીતે બનાવશો ?

એક ચમચી મધ અને એક ચમચી એલોવેરા જૅલ લો. આ બંનેને સારી રીતે મિક્સ કરો અને હવે એક કોટન બૉલ આ મિશ્રણમાં ડીપ કરો અને તેનાથી ચહેરા પર લાગેલા મેકઅપને સાફ કરો.

4. લવંડર એસેંશિયલ ઑયલ અને કૅસ્ટિલ સોપ

4. લવંડર એસેંશિયલ ઑયલ અને કૅસ્ટિલ સોપ

કૅસ્ટિલ સોપથી ચહેરા પરથી મેકઅપનું દરેક પડ સાફ થઈ જાય છે. બીજી બાજુ લવંડર એસેંશિયલ ઑયલ સ્કિનને સારી રીતે મૉઇશ્ચરાઇઝ કરે છે.

કેવી રીતે બનાવશો ?

એક ચમચી કૅસ્ટલ સોપમાં 6થી 7 ટીપા લવંડર ઑયલનાં મેળવો. હવે આ હોમમેડ મેઅપ રિમૂવરથી કોટન બૉલની મદદથી ચહેરા પરનું મેકઅપ સાફ કરો.

5. ગ્લિસરીન અને ગુલાબ જળ

5. ગ્લિસરીન અને ગુલાબ જળ

ગ્લિસરીન અને ગુલાબ જળનું મિશ્રણ મેકઅપનું દરેક પડ સાફ કરી દે છે. સાથે જ આ મિશ્રણ સ્કિનને આરામ પણ પહોંચાડે છે.

કેવી રીતે બનાવશો ?

એક ચમચી ગ્લિસરીનમાં એક ચમચી ગુલાબ જળ મેળવો. હવે આ હોમમેડ મેકઅપ રિમૂવરથી કોટન બૉલની મદદથી ચહેરા પરનું મેકઅપ સાફ કરો.

6. નારિયેળ તેલ અને કાકડીનો રસ

6. નારિયેળ તેલ અને કાકડીનો રસ

કાકડીથી સ્કિનને ઠંડક મળે છે અને નારિયેળ તેલ ત્વચામાં મોજૂદ નૅચરલ ઑયલ્સને જાળવી રાખે છે. તેથી મેકઅપરિમૂવ કરવા માટે આ સૌથી બેસ્ટ હોમમેડ ઘરગથ્થુ નુસ્ખો છે.

કેવી રીતે બનાવશો ?

એક ચમચી નારિયેળતેલમાં બે મચી તાજી કાકડીનો રસ મેળવો. હવે આ હોમમેડ મેકઅપ રિમૂવરથી કોટન બૉલની મદદથી ચહેરા પરનું મેકઅપ સાફ કરી લો.

7. યોગર્ટ અને વિટામિન ઈ ઑયલ

7. યોગર્ટ અને વિટામિન ઈ ઑયલ

યોગર્ટ અને વિટામિન ઈ ઑયલને સાથે મેળવી લગાવવાથી ચહેરાને ભરપૂર પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ્સ તથાસ્કિન રિવાઇવિંગ વિટામિન્સ મળે છે. સાથે જ આ મિશ્રણ ચહેરા પરથી મેકઅપ હટાવામાં પણ કારગત છે.

કેવી રીતે બનાવશો ?

એક ચમચી યોગર્ટ વિટામિન ઈની એક કૅપ્સૂલ નિચોવી દો. હવે આ હોમમેડ મેકઅપ રિમૂવરથી કોટન બૉલની મદદથી ચહેરા પરનું મેકઅપ સાફકરો. આ મિશ્રણથી માત્ર મેકઅપ રિમૂવ નથી થતું, પણ સ્કિન પણ ચમકવા લાગે છે.

8. દૂધ અને જોજોબા ઑયલ

8. દૂધ અને જોજોબા ઑયલ

દૂધ અને જોજોબા ઑયલનું મિશ્રણ કોઈ પણ જાતનાં મેકઅપને રિમૂવ કરવાની ક્ષમતા ધરાવેછે. આ મિશ્રણથી આપ જિદ્દીઆઈ મેકઅપ પણ મિનિટોમાં સાફ કરી શકે છે.

કેવી રીતે બનાવશો ?

આ મેકઅપ રિમૂવર મિશ્રણ બનાવવા માટે એક ચમચી દૂધમાં 5થી 6 ટીપા જોજોબા ઑયલનાં નાંખો. આ હોમમેડ મેકઅપ રિમૂવરથી કૉટન બૉલની મદદથીચહેરા પરથી મેકઅપ સાફકરો. તેની સ્કિન પર કોઈ સાઇડ ઇફેક્ટ નથી પડતી.

Read more about: makeup tips beauty
English summary
Removing makeup before going to bed is a golden skin care rule that every woman must follow without fail. That is why, makeup removers are considered to be a must-have skin care item.
X
Desktop Bottom Promotion