For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્વચા ધોવી હોય, તો ઉપયોગ કરવાનું ન ભૂલતા આ પાણી

By Super Admin
|

સાદા પાણીથી ચહેરો ધોવાથી તેટલો વધારે ફાયદો નથી મળતો કે જેટલું આપણે વિચારીએ છીએ. નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ જો આપ પોતાનો ચહેરો ધોવા અંગે સજાગ છે, તો ાપને દૈનિક સારસંભાળ કરવાની જરૂર છે.

ચહેરાને યોગ્ય રીતે ધોવો ખૂબ જ મહત્વનો તબક્કો છે. તેનાથી સારી અને કોમળ ત્વચા પ્રાપ્ત કરી શકાય છે. જેવું કે આપણે સૌ જાણીએ છીએ કે ચહેરો યોગ્ય રીતે ધોવાથી ચહેરા પર જમા થયેલી ગંદકી અને અશુદ્ધિ દૂર થઈ જાય છે.

જોકે સાદા પાણીથી ચહેરો ધોવાથી તેટલો વધારે ફાયદો નથી મળતો કે જેટલો આપણે વિચારીએ છીએ. નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ જો આપ પોતાનાં ચહેરાની ત્વચા અંગે સજાગ છો, તો આપે દૈનિક સારસંભાળ રાખવાની જરૂર છે.

તેના માટે આપ પોતાનો ચહેરો નીચે મુજબનાં કેટલાક પ્રકારોથી પાણીથી ધુઓ અને ત્વચાને સ્વસ્થ બનાવો. ચહેરો ધોવા માટે નીચે મુજબનાં પાણી યોગ્ય રહે છે :

1. નારિયેળ પાણી :

1. નારિયેળ પાણી :

નારિયેળ પાણીમાં ઘણા બદા વિટામિનઅને પ્રોટીન હોય છે કે જેનાથી ત્વચા પર ખીલ નથીથતી. તેમાં એંટી-ઇમ્ફ્લોમૅટ્રી ગુણો હોય છે કે જેત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. તેને લગાવવાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે અને ચહેરો ડ્રાય પણ નથી થતો.

2. કાકડીનું પાણી :

2. કાકડીનું પાણી :

જો આપનાં ઘરે કાકડી છે, તો તેને કચડી નાંખો અને તેનો રસ કાઢી પોતાનાં ચહેરા પર લગાવો. તેને લગાવવાથી ચહેરા પર ગરમીના કારણે ઉત્પન્ન થયેલી તકલીફો દૂર થશે અે દાણા વિગેરે પણ નહીં નિકળે. કાકડીનું પાણી ચહેરાને તડકાની આડઅસરથી બચાવે છે.

3. ફુદીનાનું પાણી

3. ફુદીનાનું પાણી

ફુદીનાનું પાણી આપના ચહેરા માટે સૌથી સારૂં છે. તેના માટે આપે ફુદીનાનાં કેટલાક પાંદડાઓને મસળી ઠંડા પાણીમાં નાંખવાનું રહેશે અને તેને કૂલ થવા માટે મૂકી દેવું પડશે. તે પછી આપ તે પાણીથી બપોરે અથવા ઑફિસેથી આવ્યા બાદ પોતાનો ચહેરો વૉશ કરી લો. તેનાથી આપનાં ચહેરા પર ફ્રેશનેસ આવી જશે અને ખીલ વિગેરે પણ નહીં થાય.

4. બરફનું પાણી

4. બરફનું પાણી

બરફનાં પાણીથી ચહેરો ધોવાથી ત્વચાનાં છિદ્રો સાફ થઈ જાય છે અને ગંદકી પણ જમા નથી થતી. સાથે જ ત્વચા ખીલી ઉઠે છે. જો આપના ચહેરા પર પિંપલની સમસ્યા છે, તો આપ આઇસ વૉટરનો ઉપયોગ કરો.

5. ભાતનું પાણી

5. ભાતનું પાણી

આપે ચોખાના પાણીનો ઉપયોગ માઢ તરીકે થતો જોયો હશે, પરંતુ આપ નહીં જાણતા હોવ કે આપ તેને ચહેરાની સફાઈમાં પણ ઉપયોગ કરી શકો છો.

6. મીઠાંનું પાણી

6. મીઠાંનું પાણી

ઘણા લોકોને મીઠાનાં પાણીનાં ગુણો વિશે ખબર નથી હોતી કે તેમાં એંટી-હીલિંગ ગુણ હોય છે કે જેથી ચહેરા પર થતા ડાઘા દૂર થઈ શકે છે અને દાણા વિગેરે નથી થતાં, પરંતુ જો આપ મીઠાંનાં પાણીને ચહેરા પર ઉપયોગ કરવાનાં હોવ, તો તે પહેલા ચહેરાને સારી રીતે મૉઇશ્ચરાઇઝ કરી લો કે જેથી ડ્રાય સ્કિન પર મીઠાનું પાણી લાગવાથી ચચરાટ ન થાય.

7. ગુલાબ જળ

7. ગુલાબ જળ

ગુલાબ જળ ચહેરાને ખિલ્યો-ખિલ્યો રાખે છે અને તેને ત્વચા સંબંધી સમસ્યાઓથી પણ દૂર કરે છે. ગુલાબ જળને આપ માર્કેટમાંથી કે ઘરે જ તૈયાર કરી શકો છો. સાથે જ તેને ક્યારેય પણ-ક્યાંય પણ ઉપયોગ કરી શકાય છે અને આપે તેનો ઉપયોગ કરતા પહેલા કોઈ સાવચેતી પણ નથી રાખવાની જરૂર નથી.

English summary
Read this article to know some of the different types of water that can be used on skin.
Story first published: Wednesday, May 24, 2017, 10:55 [IST]
X
Desktop Bottom Promotion