For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચહેરો ચમકદાર બનાવવા માટે ટ્રાય કરો આ ડિફરંટ ફેશિયલ્સ

By Lekhaka
|

સૌ કોઈ ઇચ્છે છે કે તેમની ત્વચા યુવાન અને ચમકતી-દમકતી દેખાય અને તેના માટે ફેશિયલ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી અમે આપને જણાવી રહ્યાં છીએ ત્વચા પર અસરકારક વિવિધ પ્રકારનાં ફેશિયલ્સ...

આપણી ત્વચા મુખ્યત્વે 5 પ્રકારની હોય છે - ડ્રાય, સેંસેટિવ, ઑયલી, ખીલ પ્રત્યે સંવેદનશીલ અને મિશ્રિત ત્વચા. આ પાંચ પ્રકારની ત્વચાઓ માટે બજારમાં અનેક ફેશિયલ ઉપલબ્ધ છે.

જુદી-જુદી ત્વચા પર જુદા-જુદા ફેશિયલ જામે છે. દરેક ફેશિયલનાં પોતાનાં ફાયદાઓ છે, પરંતુ શ્રેષ્ઠ પરિણામ માટે જરૂરી છે કે આપ ફેશિયલની પસંદગી પોતાની ત્વચા મુજબ કરો.

સૌ કોઈ ઇચ્છે છે કે તેમની ત્વચા યુવાન અને ચમકતી-દમકતી દેખાય અને તેના માટે ફેશિયલ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી અમે આપને જણાવી રહ્યાં છીએ ત્વચા પર અસરકારક વિવિધ પ્રકારનાં ફેશિયલ્સ...

1. પૅરાફિન ફેશિલ

1. પૅરાફિન ફેશિલ

આ એક પ્રસિદ્ધ ફેશિયલ છે કે જેમાં ત્વચા પર ફેશિયલ દરમિયાન પૅરાફિન કામમાં લેવામાં આવે છે. આ ફેશિયલમાં પૅરાફિન બેસ્ડ સ્ક્રીમ તથા મૉસ્કનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી આપની ત્વચા બૅબી સૉફ્ટ થાય છે અને રંગ સાફ થાય છે. પૅરાફિન ફેશિયલ ડ્રાય અને ઑયલી બંને પ્રકારની ત્વચા માટે યોગ્ય છે. આ ત્વચાને ચમકદાર બનાવે છે.

2. એક્ને રિડક્શન ફેશિયલ

2. એક્ને રિડક્શન ફેશિયલ

આ ફેશિયલ તેવા લોકો માટે શ્રેષ્ઠ છે કે જેમની ત્વચા ખીલ પ્રત્યે સંવેદનશીલ છે. આનાથી ખીલ અને ફુંસીઓ દૂર થાય છે. આ ફેશિયલ ત્વચાનાં રોમ છિદ્રોની ઉંડાણ સુધી સફાઈ કરે છે કે જેથી અવધારાનું ઑયલ બહાર નિકળે છે. આ ફેસિયલ માત્ર ખીલને જ ડોર નથી કરતું, પણ તે ખીલના નિશાનોને પણ હળવા કરે છે. આ ફેશિયલમાં સ્ક્રબિંગ તત્વો હોય છે. તેથી તેને સ્ટીમિંગ ટેક્નિક સાથે રગડવું જરૂરી છે કે જેથી ત્વચામાંથી તમામ ગંદકી બહાર નિકળી જાય.

3. ગોલ્ડ ફેશિયલ

3. ગોલ્ડ ફેશિયલ

ત્વચાને ચમકદાર-દમકદાર બનાવવાની આ એક સામાન્ય અને શાનદાર રીત છે. ગોલ્ડ ફેશિયલથી ત્વચા સ્વસ્થ અને દમકદાર થાય છે. આ દરેક પ્રકારની સ્કિન પર ફાયદાકારક છે, પરંતુ બેજાન ત્વજા પર આ વધુ અસરકારક છે. તેમાં ગોલ્ડ કેટલો ઉપયોગ કરવાનો છે, તેનું પ્રમાણ અલગ-અલગ હોય છે. તેથી તેની અસર પણ અલગ-અલગ થાય છે. તે ત્વચામાંથી ગંદકી અને અશુદ્ધિઓ હટાવી ત્વચાને યુવાન બનાવે છે.

4. ફ્રૂટ ફેશિયલ

4. ફ્રૂટ ફેશિયલ

ફ્રૂટ ફેશિયલ દરેક પ્રકારની સ્કિન માટે બનેલું છે, પરંતુ આમ છતાં જેમની ત્વચા સંવેદનશીલ છે, તેમણે ફ્રૂટ ફેશિયલનો ઉપયોગ કરવો જોઇએ નહીં, કારણ કે ફ્રૂટ્સનાં એક્ટિવ એંઝાઇમ્સ ત્વચા સાથે ક્રિયા કરે છે કે જેથી આપને સોજો કે ખંજવાળ થઈ શકે છે. ફ્રૂટ ફેશિયલ ત્વચાને ઉંડાણ સુધી સાફ કરે છે, કાળા ધબ્બા હટાવે છે અને ત્વચાને દમકદાર બનાવે છે. ફળોમાં મોજૂદ વિટામિન સીનાં કારણે તે ત્વચાને પ્રાકૃતિક રીતે હળવી કરે છે.

4. અરોમા થૅરાપી ફેશિયલ

4. અરોમા થૅરાપી ફેશિયલ

અરોમા થૅરાપી ઑયલ્સ સાથે ત્વચાને નવી રંગત આપવાની એક શાનદાર રીત છે. આ ફેશિયલ માત્ર આપનાં મગજને જ રિલેક્સ નથી કરતું, પણ ત્વચાને સ્વસ્થ, દમકદાર અને મૉઇશ્ચરાઇઝ પણ કરે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેમાં માત્ર અરોમા થૅરાપી ઑયલ્સ જ કામમાં લેવામાં આવે છે કે જેથી પરિણામ વધુ શ્રેષ્ઠ મળે છે. આ પ્રાકૃતિક રીતે ત્વચામાંથી ઉંમરની અસરને ઓછી કરે છે.

6. ગૅલ્વેનિક ફેશિયલ

6. ગૅલ્વેનિક ફેશિયલ

આ ફેશિયલ મોંઘુ હોય છે, પરંતુ તે ડ્રાય, ખૂબ શુષ્ક અને ડિહાઇડ્રેટેડ સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. ગૅલ્વેનિક ફેશિયલ આપની ત્વચાને ઉષ્મા પ્રદાન કરી તેને હાઇડ્રેટ કરે છે અને તેને નરમ તથા કોમળ રાખે છે. ગૅલ્વેનિક ફેશિયાલ ત્વચાનાં મોટા છિદ્રોને નાના કરે છે, મૃત કોશિકાઓ હટાવે છે અને ત્વચાને લવચિક બનાવે છે. આમ છતાં જે લોકોને હૃદયની બીમારી છે, તેમણે ગૅલ્વેનિક ફેશિયલ ન કરવું જોઇએ, કારણ કે આ તેમને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે.

7. કોલેજન ફેશિયલ

7. કોલેજન ફેશિયલ

કોલેજન ફેશિયલ સુસ્ત, ઝૂલતી અને ઢીલી ત્વચા માટે શ્રે,્ઠ કોલેજન એક મહત્વનું પ્રોટીન છે કે જે ત્વચાને જીવંત બનાવે છે અને નરમ-કોમળ બનાવી રાખે છે. કોલેજન ફેશિયલ અસરકાર છે, કારણ કે તે ત્વચાને કુદરતી રીતે નરમ રાખે છે. કોલેજન ફેશિયલમાં કોલેજન બેસ્ડ ક્રીમ કામમાં લેવામાં આવે છે કે જેથી કોશિકાઓનાં નવીનીકરણની ક્રિયા તેજ ગતિથી થાય છે. આ ફેશિયલમાં સ્ટીમિંગ અને મસાજ વધુ હોય છે. તેથી ત્વચા પર પ્રાકૃતિક નિખાર આવે છે.

English summary
Apart from the normal fruit facial, there are several other facials that you might not know about. Read on to know more.
X
Desktop Bottom Promotion