For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેસરના સારા ફેસ પેક, જેને લગાવવાથી જ બની જાઓ સુંદર

By KARNAL HETALBAHEN
|

કેસરને સૈફ્ફ્રોનના નામથી પણ જાણવામાં આવે છે. તે ખૂબ જ મોંઘુ હોય છે અને તેને પ્રાચીનકાળથી જ પાક કલામાં ઉપયોગ કરવામાં આવે છે. લગભગ 5000 વર્ષથી તેનો ઉપયોગ થઇ રહ્યો છે. આ એક વિશેષ પ્રકારના પુષ્પ વર્તિકાગ્ર હોય છે જેને પૂરી વિધીથી કેસરનું રૂપ આપવામાં આવે છે.

કેસરમાં મોટા-મોટા ઔષધિય ગુણ હોય છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, જિંક અને કોપરની માત્રા ખૂબ વધુ માત્રામાં હોય છે. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવન કે પ્રયોગ કરવાથી ત્વચામાં ગ્લો આવી જાય છે.

વિટામીન સી હોવાના કારણે, તેના ઉપયોગ કરવાથી ત્વચામાં યુવાનપણું આવી જાય છે. તેનાથી બનેલ પેક, ચહેરાને ખૂબ સારો બનાવી દે છે. આ લેખમાં કેસરથી બનેલ કેટલાક ફેસપેક વિશે જાણો:

૧. કેસર અને ચંદન પાવડર ફેસપેક-

૧. કેસર અને ચંદન પાવડર ફેસપેક-

કેસર અને ચંદન પાવડરવાળો આ ફેસપકે ખૂબ સારો હોય છે. તેને બનાવવા માટે તમારે એક ચમચી કેસર અને એક ચમચી ચંદન પાવડર લેવો પડશે. આ બન્નેને સારી રીતે મિક્સ કરી લો અને તેમાં દૂધ મિક્સ કરીને એક હળવી કે પાતળી પેસ્ટ તૈયાર કરી લો. પાંચ મિનીટ પછી આ પેસ્ટને ચહેરા પર સર્કુલર મોશનમાં લગાવી લો. ૧૦ થી ૧૫ મિનીટ પછી આ પેકને ગુલાબજળનો ઉપયોગ કરાવાની સાથે નીકાળી લો. આ પેકને લગાવવાથી તમને તમારી ત્વચામાં ચમક અને દમકનો અનુભવ થશે.

૨. કેસર અને મિલ્ક પાવડર ફેસ પેક-

૨. કેસર અને મિલ્ક પાવડર ફેસ પેક-

કેસર અને મિલ્ક પાવડર, નિસ્તેજ અને અસ્વસ્થ ત્વચા માટે રામબાણ હોય છે. આ પેકને બનાવવા માટે ૧૦થી૧૫ રેશા કેસરના લો અને તેમાં એક ચમચી મિલ્ક પાવડર મિક્સ કરો. પછી તેમાં એક ચમચી લેમન જ્યૂસ મેળવો અને સારી રીતે મિક્સ કરી લો. આ પેકને ચહેરા પર સારી રીતે લગાવો અને તમારી ત્વચાને ખૂબસૂરત અને જવાન બનાવો.

૩. કેસર અને તુલસી ફેસપેક-

૩. કેસર અને તુલસી ફેસપેક-

આ પેક, ત્વચાને મુલાયમ અને દાણા મુક્ત બનાવી દો. કેસરના ૧૨ રેશા લો અને તેને તુલસીના ૧૨ પત્તા સાથે મિક્સ કરો. યાદ રાખો, દાણાની માત્રા સમાન હોવી જોઇએ. આ બન્નેને પીસી લો અને ચહેરા પર લેપની જેમ લગાવી લો. ૧૦ મિનીટ પછી, ઠંડા પાણીથી તેને ધોઈ લો. આ લેપને લગાવ્યા પછી, તમારા ચહેરાના દાણા દબાઈ જશે અને દાગ પણ દૂર થઈ જશે.

૪. કેસર અને મધ ફેસપેક-

૪. કેસર અને મધ ફેસપેક-

જો તમારી ત્વચા ખૂબ ડ્રાય હોય તો આ પેકને લગાવો. તેને બનાવવા માટે એક ચમચી કેસર લો અને તેને બે ચમચી મધમાં મિક્સ કરી લો. તેને સારી રીતે આખા ચહેરા પર લગાવો અને થોડીવાર સુધી તેને લગાવીને રાખો. પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. તમારી ત્વચામાં નમી અને નિખાર બન્ને આવી જશે.

૫. કેસર અને લીંબુ ફેસપેક-

૫. કેસર અને લીંબુ ફેસપેક-

લીંબુ અને કેસરનું કોમ્બો ચહેરાને સુંદરતા અને તાજગી બન્ને આપે છે. તેને બનાવવા માટે એક ચમચી કેસર લો અને એક ચમચી લોટમાં મિક્સ કરી લો. પછી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને લેપ બનાવી લો. તેને તમારા ચહેરા પર લગાવીને મસાજ કરો. અને થોડીવાર એમ જ રહેવા દો. ૧૫ મિનીટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

૬. કેસર અને તજનો ફેસપેક-

૬. કેસર અને તજનો ફેસપેક-

તજ અને કેસરાનો આ પેક, ચહેરા પરના ખીલ અને દાણાથી બચાવે છે. તેને બનાવવા માટે ૩ ચમચી મિલ્ક ક્રીમ લો અને ૫ રેશા કેસરના લો. તેને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં તજનો પાવડર મિક્સ કરી લો. તેને ચહેરા પર પેકની જેમ લગાવો. ૧૦ મિનીટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી તમારો ચહેરો સાફ થઈ જશે.

૭. કેસર અને બદામ ફેસપેક-

૭. કેસર અને બદામ ફેસપેક-

કેસર અને બદામ ચહેરા માટે સર્વોત્તમ છે. આ પેકને બનાવવા માટે તમારે ૩ બદામ અને એક ચમચી કેસરને મેળવીને પીસી લેવી પડશે. તેને ચહેરા પર લગાવીને થોડીવાર રાખો પછી ઘસો અને ૫ મિનીટ પછી ઠંડા પાણીથી ધોઇ લો. તેનાથી તમારો ચહેરો ચમકવા લાગશે.

૮. કેસર અને એલોવેરા ફેસપેક-

૮. કેસર અને એલોવેરા ફેસપેક-

આ પેક ત્વચાને નમી અને મુલાયમતા પ્રદાન કરે છે. તેને બનાવવા માટે કેટલાક રેશા કેસરના લો અને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. પછી તેમાં એક ચપટી હળદર મેળવી લો અને તેને ચહેરા પર સારી રીતે લગાવો. ૧૦ મિનીટ પછી ચહેરો ધોઈ લો. આ પેકને લગાવવાથી સનટેનિંગ પણ યોગ્ય થઈ જાય છે.

English summary
Hera are some of the different kesar packs that suit various skin types. Take a look.
Story first published: Monday, May 8, 2017, 11:18 [IST]
X
Desktop Bottom Promotion