ઑયલી સ્કિન છે, તો ચહેરા પરલગાવો ચંદન ફેસ પૅક, મળશે રાહત

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જોકે મારે નોકરીમાં એવી રૂમમાં બેસવાનું હોય છે, પરંતુ જ્યારે બહાર રહેવાની વાત આવે છે, વિશેષ તો બળબળતા ઉનાળાનાં દિવસોમાં, તો મારી ત્વચાએ માર સહન કરવો પડે છે.

અને ઊપરથી, બહાર રહેતા માત્ર ત્વચાનો ખ્યાલ રાખવો જ મુશ્કેલ નથી હોતો, પણ ત્વચા તૈલીય પણ થઈ જાય છે, ચહેરા પર ચિકણાઈથી ચમક ગાયબ થઈ જાય છે.

Have oily skin? Try this home-made chandan face pack

તેથી ચહેરાની ચમકને પરત પામવા માટે અને તડકાનાં સંપર્કમાં આવ્યા બાદ ત્વચા સાફ રહે, તેનાં માટે હું એક અદ્ભુત ચંદન ફેસ પૅક પર ભરોસો કરુ છું.

જો આપને આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે અથવા આપની ત્વચા તૈલીય છે, તો ચમકદાર અને સાફ ત્વચા પામવા માટે આપે આને અજમાવવું જોઇએ.

કેવી રીતે બનાવશો આ પૅક ?

એક ચમચી મુલ્તાની માટીમાં એક ચમચી ચંદન પાવડર અને એક ચપટી હળદર મેળવો. હવે તમામને સારી રીતે મિક્સ કરી લો.

હવે થોડુંક દૂધ મેળવો અને તેને મોટો લેપ બનાવતા મેળવો. આ વાતનું ધ્યાન રાખો કે લેપ બહુ પાતળો ન થાય, કારણ કે તેનાંથી લેપ પડવાનો ખતરો રહેશે.

ચહેરા અને ગળા પર લેપ લગાવો અને તેને 10થી 20 મિનિટ સુધી અથવા જ્યાં સુધી તે સ્વાભાવિક રીતે સુકાઈ ન જાય, ત્યાં સુધી છોડી દો.

ચહેરા પર થોડુંક પાણી છાંટો અને ધીમે-ધીમે પોતાની આંગળીઓને ચક્રીય ગતિમાં ફેરવો કે જ્યાં સુધી લેપ આસાનીથી નિકળી ન જાય. હવે, સાદા પાણીથી ધોઈ ચહેરો સુકાવી લો.

તેને સપ્તાહમાં એક વાર લગાવો અથવા જ્યારે પણ બહાર નિકળો, ત્વચા પર પડનાર સૂર્યનાં પ્રકાશનાં પ્રભાવને ઘટાડવા અને ચમકદાર ત્વચા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરો.

Have oily skin? Try this home-made chandan face pack

આ કેવી રીતે કામ કરે છે ?

ફેસ પૅકમાં મુલ્તાની માટી હોય છે કે જે માત્ર વધારાનું તેલ જ અવશોષિત નથી કરતી, પણ ગંદકી અને મૃત ત્વચા કોશિકાઓને ખસેડી ત્વચાને સાફ કરે છે.

ચંદન ત્વચાને ભેજયુક્ત બનાવે છે અને ત્વચાને ઠંડી કરે છે. તેમાં સૅંટાનૉલ હોય છે કે જે એક સક્રિયઘટક છે. તે ત્વચાનાં રોમછિદ્રોને સંકોચવામાં મદદ કરે છે. આ રીતે આ એક પ્રાકૃતિક ટોનર તરીકે કામ કરે છે.

જ્યારે હળદરનાં સોજો ઓછો કરવાનાં ગુણો અને દૂધનાં મૃત ત્વચા કોશિકાઓ હટાવવાનાં તેમજ ત્વચાને ચમકદાર બનાવવાનાં ગુણો માત્ર આપને નરમ અને ચમકદાર ત્વચા જ પ્રદાન નથી કરતાં,પણ તડકાનાં કારણે થતા શ્યામપણા અને રંગમાં પરિવર્તનને પહોંચી વળવામાં પણ મદદ કરે છે.

Read more about: skin care beauty તેલ
English summary
Its difficult to take care of the skin but also makes it oily, leaving a greasy sheen on the face. So to restore the glow on the face and keep it clean after exposure to the sun, I swear by this amazing chandan (sandalwood) face pack.
Story first published: Monday, September 25, 2017, 19:00 [IST]