જો આપ ચમકતી-દમકતી અને સુંદર ત્વચા ઇચ્છો છો, તો આમનો વધુમાં વધુ ઉપયોગ કરો. જો આપનાં શરીરને યોગ્ય પોષણ મળશે, તો આપનાં વાળ અને ત્વચા બરાબર રહેશે.
જો આપ પોતાની ત્વચાને લઈને સાચે જ ચિંતિત છો, તો પોતાની ત્વચા પર કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ યોગ્ય નથી. તેનાથી આપની સ્કિન પ્રોબ્લેમ્સ મૂળથી નથી મટતી. આપ એ નથી સમજતાં કે આપનાં બ્યૂટી સીક્રેટ્સ આપનાં નજીકની કરિયાણાની દુકાને જ છે, બીજે ક્યાંય નથી.
જો આપ ચમકતી-દમકતી અને સુંદર ત્વચા ઇચ્છો છો, તો આમનો વધુમાં વધુ ઉપયોગ કરો. જો આપનાં શરીરને યોગ્ય પોષણ મળશે, તો આપનાં વાળ અને ત્વચા બરાબર રહેશે. દમકતી ત્વચા માટે જરૂરી છે કે આપ બ્યૂજી જ્યૂસનો ઉપયોગ દરરોજ કરો.
અમે આપને બતાવી રહ્યાં છે કેટલાક બ્યૂટી જ્યૂસ કે જેનાથી આપની ત્વચાને ભરપૂર વિટામિન મળશે.
1. એલોવારેથી હટાવો ત્વચાનાં ઝેરી પદાર્થો
આપને જરૂર છે 1 કાકડી, 1 સફરજન અને 1 ટી સ્પૂન લિંબુનાં રસની. સાથે જ આપને જોઇએ ગુવારપાઠાનાં જૅલની 4 ટેબલ સ્પૂન. એક મધ્યમ આકારની કાકડી લો અને બ્લેંડરમાં નાંખી તેમાં એક સફરજન કાપીને લો. હવે તેમનું જ્યૂસ બનાવો. હવે તેમાં બાકીની સામગ્રી લિંબુ અને ગુવારપાઠાનું જ્યૂસ પણ મેળવી લો. તેમને યોગ્ય રીતે મેળવો અને ઠંડુ કરી સેવન કરો.
2. ગાજર અને નારંગી બચાવશે આપને યૂવી કિરણોથી
ગાજરમાં મોજૂદા બીટા-કૅરોટીન આપની ત્વચાને સ્વસ્થ, યુવાન અને ચમકદાર બનાવી શકે છે કે જેમાં ત્વચાની સૌંદર્યતા વધારવા અને લિવરને સાફ કરવાનાં ગુણો હોય છે. જો આપ મુલાયમ અને દમકદાર ત્વચા ઇચ્છો છો, તો 5 ગાજર, 5 નારંગી, 1 ઇંચ આદુ અને એક લિંબુનો રસ મેળવી લો. આ સામગ્રી ત્વચા માટે શાનદાર છે. તેમાં એંટી-ઑક્સીડંટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.
3. પાઇનેપલ કરશે આપની ત્વચાને સાફ
જ્યૂસ આપની ત્વચાને પોષણ પ્રદાન કરે છે. પાઇનેપલમાં બ્રોમેલૅન હોય છે કે જે ત્વચાનું શુદ્ધીકરણ કરે છે. ખીલને દૂર કરનાર આ જ્યૂસ બનાવવા માટે 1/2 પાઇનેપલને 1 સફરજન સાથે મેળવી લો. તેમાં અડધું કપ રાસ્પબેરી મેળવો. આ જ્યૂસમાંથી આપને વિટામિન સી પ્રચૂર પ્રમાણમાં મળશે. આ ફળો આપને વિટામિન એ આપશે કે જેનાથી સોજો ઓછો થાય છે અને સાથે જ તેમાં એંટી-બૅક્ટીરિયલ તત્વો પણ હોય છે. રાસ્પબેરીને પાઇનેપલ તથા સફરજનમાં મેળવવાથી બનનાર જ્યૂસ ખીલને પણ દૂર રાખે છે.
4. કેળાથી પોતાની ત્વચાની અંદરની સફાઈ કરો
કેળામાં વિટામન એ, સી અને કે હોય છે. તેમાં થોડાક પ્રમાણમાંવિટામિન બી4, બી1, ઈ અને ઓમેગા-3 ફૅટ પણ હોય છે કે જે ત્વચા માટે સારાં હોય છે. વધુ એક અડધી વગર છોલેલી કાકડી લો, 1 છોલેલું લિંબુ લો અને બે કપ કૉબિજનાં પાંદડા લો. હવે તેમાં 2 કપ બૅબી સ્પિંચ (પાલક) તથા એક ચતુર્થાંશ ફુજી એપલ મેળવો. આ સામગ્રીને બ્લેંડરમાં નાંખી જ્યુસ બનાવો. ઠંડુ કરી પીવો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.
Related Articles
બટાકાનો રસ પીવાનાં છે આ ફાયદાઓ, આપને રાખશે ફિટ અને ફાઇન
ઈફ્તારના સમયે ગળાની તરસ છીપાવશે ચંદનનો શરબ
ગરમીમાં લૂ થી બચાવે અને શરીરને રાખો ઠંડુ, બિલીનો શરબત
ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે પીવો આ દેશી ડ્રિંક્સ
Best Tips: શરીરની ગર્મી દૂર કરવાના સરળ ઉપચાર
ત્રુટિરહિત ત્વચા માટે તમામ કુદરતી કુંવાર વેરા ફેશિયલ ક્લિનર્સ રેસિપિ
હોમમેઇડ ફેસ સ્ક્રબ્સ ઉનાળા માટે તમારી ત્વચા તૈયાર કરવા માટે