For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ હોમમેડ માસ્કથી રિંકલ્સ અને ડાર્ક સ્પોર્ટથી છુટકારો મેળવો

By KARNAL HETALBAHEN
|

ત્વચા પર ઘાટા દાગ ઘણા ખરાબ અને અસ્વસ્થ લાગે છે. ત્યાં જ બીજી બાજું ચહેરા પર કરચલીઓ તમને ઉંમરથી વધારે દેખાડે છે. આ બન્ને વસ્તુઓ તમારી સ્કિન પર ખૂબ ખરાબ રીતે નકારાત્મક પ્રભાવ પાડે છે. સારું રહેશે કે તમે કરચલીઓ અને દાગનો ઘરે જ ઉપાય કરો. બહાર મળનાર મોંઘા ઉત્પાદનોમાં કેમિકલ્સ હોય છે જે સ્કિનને નુકશાન પણ પહોંચાડી શકે છે. દાગ અને કરચલીઓને દૂર કરનાર આ ઘરગથ્થું નુસખાને તૈયાર કરવાનો સામાન તમને ઘરે જ મળી રહેશે.

આ ઘરગથ્થું નુસખામાં પ્રયોગ થનાર બધી વસ્તુઓ સ્કિનને રિવાઈટલાઈઝ કરે છે. તેમાં વિટામિન્સ અને પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે ત્વચાનું લચીલાપણું અને કોલેજન વધારે છે. સાથે જ તેમાં સ્કિન બ્લીચિંગ એજન્ટસ પણ રહેલા હોય છે. આ તત્વ દાગ અને કરચલીઓને સાફ કરવામાં કારગર સાબિત થાય છે.

ડાર્ક સ્પોટ અને કચરલીઓ દૂર કરવા માટે ઘરગથ્થું ઉપાય જ સૌથી સારા હોય છે કેમકે તેમાં કોઈ સાઈડ ઈફેક્ટ હોતા નથી. આ ખૂબ સુરક્ષિત રીતે ત્વચાના દાગ અને કરચલીઓથી મુક્ત કરે છે. હોમમેડ ફેસ માસ્ક લગાવવાથી ત્વચાને કોઈ નુકશાન પંહોચ્યા વિના બધી રીતે સ્કિન પ્રોબ્લેમ્સથી છુટકારો મળે છે.

સરળતાથી અને ઓછા ખર્ચામાં બનનાર આ હોમમેડ ફેસ માસ્ક. ઉંમર વધવાની સમસ્યા જેવી કે કરચલીઓ, દાગ અને અહીં સુધી કે સ્કિન ટોનથી પણ છુટકારો અપાવે છે. આ હોમમેડ ફેસ માસ્ક લગાવવાથી સ્કિન સ્વસ્થ અને યુવાન દેખાઈ આવે છે.

નોટ: કોઈ પણ હોમમેડ ફેસ માસ્ક લગાવ્યા પહેલા સ્કિન પર તેનો પેચ ટેસ્ટ જરૂર કરી લો.

પાઈનેપલ, સફેદ ઈંડુ અને મધથી બનેલ હોમમેડ માસ્ક

પાઈનેપલ, સફેદ ઈંડુ અને મધથી બનેલ હોમમેડ માસ્ક

આ ત્રણે વસ્તુમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટસ હોય છે જે સ્કિનમાં રહેલા કોલેજનને બુસ્ટ કરે છે. આ એન્ટીઓક્સીડેન્ટસ ડાર્ક સ્પોટ્સને દૂર કરવાની સાથે-સાથે કરચલીઓ પણ ઓછી કરે છે.

કેવી રીતે બનાવશો:

પાઈનેપલના બે-ત્રણ ટુકડાં લો અને તેમાં ઈંડાનો સફેદ ભાગ મેળવો. હવે તેમાં મધ નાંખો. આ ત્રણ વસ્તુને સારી રીતે મિક્સ કરો. હળવા હાથથી આ હોમમેડ માસ્કને કરચલીઓ અને ડાર્ક સ્પોટ્સ પર લગાવો. ૧૫ મિનીટ માટે તેને રાખો અને સૂકાયા પછી હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો.

હળદર પાવડર અને નારીયેળ તેલથી બનેીલ હોમમેડ માસ્ક

હળદર પાવડર અને નારીયેળ તેલથી બનેીલ હોમમેડ માસ્ક

ઘરગથ્થું નુસખામાં હળદર પાવડર અને નારીયેળ તેલનો મેળ તમારી ત્વચામાં લીચલાપણું બનાવી રાખે છે. આ બે વસ્તુઓ ડાર્ક સ્પોર્ટસને હળવા કરે છે.

કેવી રીતે બનાવશો:

અડધી ચમચી હળદર પાવડર લો અને તેમાં નારીયેળ તેલ મેળવો. આ ફેસ માસ્કને ચહેરા પર પ્રભાવિત ક્ષેત્ર પર લગાવો. ૧૫ મિનીટ પછી હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો.

સફરજનનો સિરકો, મધ અને ડુંગળીનો રસ

સફરજનનો સિરકો, મધ અને ડુંગળીનો રસ

સફરજનનો સિરકો, મધ અને ડુંગળીના રસમાં એવા યૌગિક હોય છે જે ત્વચાને રેડિકલ્સથી ફ્રી રાખે છે. સાથે જ તેમાં રહેલા એવા સ્કિન-વ્હાઈટનીંગ તત્વ હોય છે જે ત્વચાના ડાર્ક સ્પોર્ટને દૂર કરવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો:

એક- એક ચમચી મધ અને ડુંગળીનો રસ લો. તેમાં અડધી ચમચી સફરજનનો સિરકો મેળવો. આ ફેસ માસ્કને ચહેરાના પ્રભાવિત ક્ષેત્ર પર લગાવો. ૧૦ મિનીટ પછી હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો.

ચણાનો લોટ અને ટામેટાંના જ્યુસથી બનેલો હોમમેડ ફેસ માસ્ક

ચણાનો લોટ અને ટામેટાંના જ્યુસથી બનેલો હોમમેડ ફેસ માસ્ક

ચણાનો લોટ અને ટામેટાંના જ્યુસમાં વિટામીન્સ અને સ્કિન-બ્લીચિંગ એજન્ટ્સ હોય છે જે ત્વચામાં રહેલા કોલેજનના ઉત્પાદનનોમાં વધારો કરે છે એ ડાર્ક સ્પોર્ટસને હળવા કરે છે.

કેવી રીતે બનાવશો:

એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી ટામેટાંનો જ્યુસ લો. તેને સારી રીતે મિક્સ કરો અને આખા ચહેરા પર લગાવો. ૨૦ મિનીટ પછી તેને હળવા ગરમ પાણીથી ધોઈ લો. આ માસ્ક અઠવાડિયામાં એક વાર જરૂર લગાવો.

બદામનું તેલ અને કેળાથી બનેલ હોમમેડ ફેસ માસ્ક

બદામનું તેલ અને કેળાથી બનેલ હોમમેડ ફેસ માસ્ક

બદામના તેલમાં એવા ગુણ રહેલા છે જે ત્વચાને યુવાન બનાવે છે. કેળાની સાથે બદામનું તેલ મિક્સ કરવાથી ચમત્કારિક અસર પ્રદાન કરે છે.

કેવી રીતે બનાવશો:

એક કેળાને મેશ કરી લો અને તેમાં એક ચમચી બદામનું તેલ નાંખો. તેને હળવા હાથે ચહેરા અને તે જગ્યા પર લગાવો જ્યાં ડાર્ક સ્પોર્ટસ કે કરચલીઓ પડી રહી છે. ૧૫ મિનીટ પછી હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. આ ટ્રીટમેન્ટ મહિનામાં ૨ થી ૩ વખત કરો.

ખાંડ, હળદર અને લીંબુના રસથી બનેલ હોમમેડ ફેસ માસ્ક

ખાંડ, હળદર અને લીંબુના રસથી બનેલ હોમમેડ ફેસ માસ્ક

ખાંડ, હળદર અને લીંબુના રસમાં પ્રચુર માત્રામાં વિટામીન્સ અને એન્ટીઓક્સીડેન્ટસ રહેલા હોય છે. આ ત્રણે વસ્તુનુ એક સાથે લગાવવાથી ડાર્ક સ્પોર્ટ હળવા થઈ જાય છે અને ધીમે-ધીમે કચરલીઓ પણ ઓછી થઈ જાય છે.

કેવી રીતે બનાવશો:

અડધી ચમચી પીસેલી ખાંડમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેમાં હળદરનો પાવડર મિક્સ કરો. આ માસ્કને તમારા ચહેરા પર ૨૦ મિનીટ સુધી લગાવો અને પછી ચહેરો ધોઈ લો.

ઓટમીલ, લીંબુનો રસ અને એલોવેરા જેલથી બનેલ હોમમેડ ફેસ માસ્ક

ઓટમીલ, લીંબુનો રસ અને એલોવેરા જેલથી બનેલ હોમમેડ ફેસ માસ્ક

એલોવેરા જેલમાં વિટામીન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ રહેલા હોય છે. આ ત્રણે વસ્તુ ત્વચામાં લચીલાપણું બનાવી રાખે છે અને બધી રીતે ત્વચાને સ્વસ્થ બનાવી રાખવાનું કામ કરે છે. આ હોમમેડ ફેસ માસ્ક કરચલીઓ અને ડાર્ક સ્પોર્ટસને દૂર કરવાનો સૌથી સારી રીત છે.

કેવી રીતે બનાવશો:

એક ચમચી ઓટમીલમાં થોડી એલોવેરા જેલ મિક્સ કરો. હવે તેમાં એક ચમચી લીંબુનો રસ પણ નાંખો. આ ફેસ માસ્કને ચહેરા પર લગાવો. ૧૫ મિનીટ પછી ચહેરો ધોઈ લો. આ હોમમેડ ફેસ માસ્ક બે અઠવાડિયામાં એક વખત લગાવો.

English summary
Here are some best homemade face masks to get rid of wrinkles and dark spots. Take a look.
Story first published: Saturday, June 10, 2017, 12:22 [IST]
X
Desktop Bottom Promotion