ફેસ આઇસિંગ: ગરમીઓમાં સ્ક્રિનને કૂલ રાખવાનો મંત્ર

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ગરમીની સિઝનમાં પોતાને ઠંડક આપવા માટે ઠંડી વસ્તુઓ ખાવી અને ખાસકરીને બરફથી સંબંધિત વસ્તુઓ ખાવી ખૂબ જ આરામદાયક લાગે છે. ગરમીમાં તે રાહત આપવાનું કામ કરે છે. એટલે બરફનો ઉપયોગ ચહેરા પર કરવો પણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. જે ચહેરા માટે ઘણા અંશે ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી ચહેરો ફ્રેશ થઈ જાય છે. જે તમને રિલેક્સ મહેસૂસ કરાવે છે.

ચહેરા પર આઇસ ક્યૂબ લગાવવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે. કેટલાક આવા જ ઉપયોગી અને અસરકારક ફાયદા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

બ્લડ સરક્યુલેશન યોગ્ય રાખે

બ્લડ સરક્યુલેશન યોગ્ય રાખે

ચહેરા પર બરફ લગાવવાથી બ્લડ-સરક્યુલશેન યોગ્ય રહે છે. જે ચહેરામાં નિખાર લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. ચહેરા પર બરફ લગાવવાથી ચહેરા પર તાજગી રહે છે સાથે જ ડાઘ અને ખીલ પણ ઓછા થાય છે.

કાળા કુંડાળા દૂર કરે

કાળા કુંડાળા દૂર કરે

આઈસક્યૂબ આંખના કાળા ડાઘને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. એટલા માટે આઈસક્યૂબને આંખ નીચેના કાળા ડાઘ પર લગવવાથી કાળા ડાઘને ઓછા કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

પિમ્પલ દૂર કરે

પિમ્પલ દૂર કરે

ખીલ પર પણ આઈસક્યૂબ લગાવવાથી રાહત મળે છે. એવામાં લીમડો અને ફુદીનાના પાનને ઉકાળીને તે પાણીને આઈસ ટ્રેમાં જમાવી લો. રોજ તેનો ઉપયોગ કરો. ખીલની સમસ્યામાં ઘણી રાહત મળશે.

ટેનિંગ દૂર કરે

ટેનિંગ દૂર કરે

ટેનિંગમાં પણ આઈસક્યૂબ ખૂબ અસરદાર રહે છે. તડકાંના કારણે ત્વચાનો રંગ કાળો પડી જાય છે જેને ટેનિંગ કહેવામાં આવે છે. તેને દૂર કરવા માટે આઈસક્યૂબને ચહેરા પર લગવવો જોઇએ.

મેકઅપને રાખે મોડા સુધી

મેકઅપને રાખે મોડા સુધી

મેકઅપને વધારે સમય રાખવા માટે મેકઅપથી પહેલા આઈસક્યૂબ લગાવવાથી મેકઅપ વધારે સમય સુધી રહે છે.

સ્કીન માટે અસરદાર

સ્કીન માટે અસરદાર

મોટાભાગે જોવામાં આવ્યું છે કે વેક્સિંગ દરમ્યાન હાથમાં લાલ સ્કીન થઈ જાય છે, એવામાં બરફ લગાવવો સૌથી અસરકારક હોય છે. આઈબ્રો કરાવતા સમયે થનાર દર્દથી પણ આઈસક્યૂબ લગાવવાથી રાહત મળે છે.

English summary
The ice cube therapy can help minimize pores and control the oil production, it also can prevent premature aging and the appearance of wrinkles.
Story first published: Monday, March 13, 2017, 10:00 [IST]