For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

છોકરીઓ માટે બ્યૂટી સીક્રેટ્સ

By Karnal Hetalbahen
|

આજકાલનો જમાનો એવો છે કે દરેક સ્માર્ટ છોકરી હંમેશા ચમકતી દમકતી રહેવા માંગે છે. અને કેમ હોય પણ નહી તેનાથી અંદરથી આત્મવિશ્વાસ આવે છે જેનાથી તમે હસતા-હસતા ઘણા કામોને સરળતાથી કરી શકો છો. ચાલો જાણીએ શું છે તે બ્યૂટી સિક્રેટ્સ જે આપી શકે છે તમને નવી ઓળખ.

બ્યૂટી સિક્રેટ્સ

beauty secrets

1. કાજલ અને લિપલાઇનર હંમેશા લગાવો: કાજલ ભારતીય સ્ત્રીની સુંદરતામાં હંમેશા ચાર ચાંદ લગાવે છે. આ આંખોનું આકર્ષણ વધારવાની આસાન રીત છે. તેથી લિપલાઇનર પણ લગાવવું પણ જરૂરી હોય છે, કારણ કે આ લાંબા સમય સુધી ટકે છે અને ફેલાતું પણ નથી. જો તમે તમારી પસંદગીની લિપસ્ટિક લગાવી રહી ચે તો સાથમાં લિપલાઇનર લગાવવાનું ન ભૂલો.

2. સનસ્ક્રીન જરૂર લગાવો: સનસ્ક્રીન સૌંદર્ય વધારવામાં મદદ તો નથી કરતું પરંતુ ત્વચાને આકરા તડકાની અલ્ટ્રાવોયલેટ કિરણોથી સુરક્ષા જરૂર આપે છે. તડકાથી બચવા માટે આપણે ચાર કલાકમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે તેનો ઉપયોગ કરશો નહી તો કાળા થવાનો ડર પણ રહેશે. સાથે જ બ્રાઉન સ્પોટ અને કરચલીઓ પણ તેમને કારણે થાય છે. એટલા માટે ભલે ઘર પર રહો અથવા બહાર નિકળો, પરંતુ સનક્રીન જરૂર લગાવો.

3. દર બીજા દિવસે શેંપૂ: ભારતીય યુવતિઓની સૌથી સામાન્ય સમસ્યા છે રુક્ષ વાળ, કારણ કે દર બીજી સ્ત્રી કામકાજ કરતી હોય છે ચારેબાજુ પ્રદુષણનો સામનો, તડકાનો પ્રકોપ, કામનું ભારણ અને સ્ટ્રેસનો સામનો કરે છે. સૌથી મોટી વાત એ છે કે સ્ત્રી ભલે કોઇપણ ઉંમરની હોય, મેકઅપ કર્યો હોય કે નહી, પરંતુ જે દિવસે શેમ્પૂ કરે છે તે દિવસે તે એકદમ સુંદર દેખાઇ છે. એટલા માટે શેમ્પૂ કરવામાં આળસ વર્તશો નહી.

4. ભરપૂર ઉંઘ: દરરોજ નિશ્વિત સમયે જ ઉંઘો. જો તમે રાત્રે ઉઘશો નહી તો દિવસભર થાકેલા થાકેલા રહેશો. ટિશ્યૂ અને સેલ્સને રેજુવેનેટ કરવા માટે ઉંઘ ખૂબ જ જરૂરી છે. ત્વચાને રેજુવેનેટ કરવા માટે રાત્રે એક સારી નાઇટ ક્રીમ લગાવો. રેટિનોલ બેસ્ડ ક્રીમ પસંદ કરો જે પિંગ્મેંટેશન, પોર્સ અને બારીક લીટીઓને ઓછી કરવામાં મદદ કરે છે.

5. ત્વચાને ખીલવા દો: ત્વચાને એક્સફોલિએશન સૌથી જરૂરી છે. પ્રદૂષણ ભરેલા વાતાવરણમાં ડેડ સેલ્સની સમસ્યા સામાન્ય વાત હોય છે. એક્સફોલિએટ ઉપયોગ કરવાથી ત્વચાના મૃત કોશ પણ નિકળી જાય છે અને ત્વચા રેશમ જેવી કોમળ ચમકદાર થઇ જાય છે.

6. મહેંદી અને ઓઇલ ટ્રીટમેંટ: રેશમીવાળ અને ચમકદાર ત્વચા દરેક સ્ત્રીનું ઘરેણું હોય છે. એટલા માટે અઠવાડિયામાં એક વખત હોટ ઓઇલ મસાજ ખૂબ જ જરૂરી છે. સ્કેલ્પમાં તેલ જામી જાય એટલા માટે મસાજ બાદ વાળને ગરમ ટુવાલ વીંટો. મસાજ માટે કોકોનેટ ઓઇલનો જ ઉપયોગ કરો. ઓલિવ ઓઇલ વાળ માટે હેવી થઇ શકે છે. આ ઉપરાંત મહિનામાં એકવાર મહેંદી ટ્રીટમેંટ પણ લો.

7. એક સારા હેર કટ: જ્યારે કંઇ સમજાય નહી ત્યારે સારા હેર કટ કરાવી લો. પરંતુ તમારી પર્સનાલિટી અને ચહેરા પર સૂટ થતા હોય તેવા. દર બે-ચાર મહિને હેરકટ કરાવવા જરૂરી છે. વિખરાયેલા, ગુંચવાળા, બે મોંઢાવાળા વાળ તમારા વ્યક્તિત્વના આકર્ષણને ખતમ કરી દેશે. એક સારા હેરકટ તમારી પર્સાલિટીમાં વોલ્યૂમ ભરી દે છે.

8. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો: સ્વાસ્થ્ય સારું હોય તો સૌંદર્ય બમણું થઇ જાય છે. સ્વાસ્થ્ય ત્યારે જ સારું રહે છે જ્યારે તમે તમારો ખ્યાલ રાખો. યોગ્ય સમયે, સંતુલિત તથા પૌષ્ટિક આહાર લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 વખત 30 થી 40 મિનિટ સુધી કસરત કરો. વજન પર કાબૂ રાખવા માટે જંકફૂડ, ઓઇલી વસ્તુઓ અને મસાલેદાર મસાલાઓથી દૂર રહો. કસરતથી લોહીનું પરિભ્રમણ વધે છે અને ચહેરા પર નિખાર આવે છે.

English summary
Today we have brought some beauty secrets which you can use in your day to day life. With proper grooming and natural care you can gain your confidence easily.
Story first published: Monday, February 6, 2017, 8:50 [IST]
X
Desktop Bottom Promotion